લખાણ પર જાઓ

મછુન્દ્રી નદી

વિકિપીડિયામાંથી
મછુન્દ્રી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૬૦ કિમી

મછુન્દ્રી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે.[] પૂર્વ ગીરના જંગલમાં રાજમલ તળેટીના જેનગરના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. હડાળા પાસેના ભગતના કુવેથી આ નદી નીકળે છે એવી પણ સ્થાનિક માન્યતા પ્રવર્તે છે. આ નદીની લંબાઇ આશરે ૬૦ કિલોમીટર જેટલી છે. ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી ઉના તાલુકાના નવાબંદર ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે.

ઉના તાલુકામાં આવેલા કોદિયા ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે, જેની સિંચાઈથી ઉના તાલુકાનાં ગામોને લાભ મળે છે. તેમ જ દ્રોણેશ્વર પાસે આ નદી ઉપર એક બંધ બાંધવામાં આવેલ છે, જે વર્ષો જૂનો છે. ઉના તાલુકાને મછુન્દ્રી નદી અને રાવલ નદી પરના બંધના પાણીનો લાભ મળે છે.

આ નદીને બંને કાંઠે ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી આ નદીના કાંઠે દ્રોણેશ્વર મહાદેવનું પુરાતન મંદિર આવેલ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "મછુન્દ્રી નદી". guj-nwrws.gujarat.gov.in, Government of Gujarat. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૦૪ ડિસેમ્બર ૨૦૧૫. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)