બ્રાહ્મણી નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બ્રાહ્મણી નદી
નદી
લંબાઈ ૭૫ km (૪૭ mi)

બ્રાહ્મણી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલી છે.[૧] આ નદી મુળી તાલુકાના ધોળીયા ગામ પાસેથી નીકળી હળવદ તાલુકામાંથી પસાર થઇ કચ્‍છના નાના રણને મળે છે.[૨] આ નદીના પટમાંથી રેતી પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બાંધકામ માટે સારી ગુણવત્તા ધરાવે છે અને આ નદી લાંબી અને ખુબ પહોળી પણ છે. નદીના કાંઠે રાયસંગપુર, મયુરનગર, ધનાળા, મિયાણી, કેદાર, અજીતગઢ, ટીકકર, ગોલાસણ જેવાં અનેક ગામો વસેલાં છે.

બ્રાહ્મણી નદીની કુલ લંબાઇ ૭૫ કિમી છે અને સ્‍ત્રાવક્ષેત્ર ૯૦૦ ચોરસ કિમી છે.

બંધ[ફેરફાર કરો]

બ્રાહ્મણી નદી પર બ્રાહ્મણી-૧ અને બ્રાહ્મણી-૨ બંધ અનુક્રમે ૪૮ કિમી અને ૬૧ કિમીના અંતરે આવેલા છે અને તેમના સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૬૯૧ ચોરસ કિમી અને ૮૫૧ ચોરસ કિમી છે.

તીર્થ[ફેરફાર કરો]

નદી ઉપર બાંધવામાં આવેલા બ્રાહ્મણી-૧ બંધની બાજુમાં સુન્દરી ભવાની તીર્થધામ આવેલ છે. જે માથક ગામથી ૮ કિમી દુર આવેલ છે. આ નદીના કાંઠે પાંડવોનું પવિત્ર કેદારધામ પણ આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "બ્રાહમણી નદી". Retrieved ૨૦ એપ્રિલ ૨૦૧૬. 
  2. "બ્રાહ્મણી બેઝિન". Retrieved ૨૦ એપ્રિલ ૨૦૧૬.