માથક (તા. હળવદ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માથક
—  ગામ  —
માથકનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°00′42″N 71°10′48″E / 23.011795°N 71.180084°E / 23.011795; 71.180084
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
તાલુકો હળવદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

માથક (તા. હળવદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા હળવદ તાલુકામાં આવેલું એક ગામ છે. માથક ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

માથક ગામ ભાયાતી ગામ છે.ગામમાં ઝાલા દરબાર,કારડીયારાજપુત ,કોળીપટેલ,ભરવાડ વિગેરે સમાજની મુખ્ય વસ્તી છે.ગામમાં જોવા લાયક સ્થળોમાં ચરમાળીયાદાદાનું મન્દીર,રામનાથ મહાદેવનું મન્દીર,રામાપીરનું મન્દીર મુખ્ય છે. માથક ગામમા ૧૯૮૨થી દાનવીર દિપચંદભાઈ ગાર્ડી ના દાન થી માધ્યમીક શાળા ચાલુ છે. માથક ગામથી ૭ કિલોમીટર દૂર સુંદરીભવાની ગામ છે. આ ગામ પાસે સામુદ્રિમાતાજી નું સુપ્રસિધ્ધ મંદિર આવેલું છે. આ મન્દિર ના પરિસર માં પાંચ પાંડવોની પથ્થરની મૂર્તિ તેમજ દ્રોપદીની ચૉરી આવેલી છે.