ભારતીય માનક સમય

વિકિપીડિયામાંથી
ભારતીય માનક સમય, ભારત અને સીમાવર્તી દેશોમાં
વિશ્વ માનક સમયનો નકશો

ભારતીય માનક સમય (Indian Standard Time (IST)) એ સમયક્ષેત્ર છે જે ભારત અને શ્રીલંકા દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા(UTC) સાથે +૦૫:૩૦ (UTC+૫.૩૦) કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT(ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને E* ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.[૧]

ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. રેખાંશના પાયા પર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ નજીકના મિર્જાપુર (25°09′N 82°35′E / 25.15°N 82.58°E / 25.15; 82.58)ના ઘડીયાળ ટાવરના આધારે કરાય છે, જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.[૨]

સમયક્ષેત્ર માહિતી કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ નામથી થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, ભારત સરકારે ભારતીય માનક સમયને આખા દેશ માટે સત્તાવાર સમય તરીકે સ્થાપિત કર્યો હતો, જોકે, કોલકાતા અને મુંબઇએ અનુક્રમે ૧૯૪૮ અને ૧૯૫૫ સુધી તેમના પોતાના સ્થાનિક સમય (કોલકાતા ટાઇમ અને બોમ્બે ટાઇમ તરીકે જાણીતા) જાળવી રાખ્યા હતા. સેન્ટ્રલ વેધશાળા ચેન્નઈથી અલ્હાબાદ જિલ્લાના શંકરગઢ કિલ્લામાં એક સ્થળે ખસેડવામાં આવી હતી, જેથી તે યુટીસી +૫:૩૦ની નજીક હશે. ૧૯૬૨ના ચીન-ભારતીય યુદ્ધ અને ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની યુદ્ધો દરમિયાન ડેલાઇટ સેવિંગ ટાઇમ (ડીએસટી) થોડા સમય માટે વપરાતો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Military and Civilian Time Designations". ગ્રિનિચ સરેરાશ સમય - Greenwich Mean Time (GMT). મેળવેલ ૨ ડિસેમ્બર ૨૦૦૬.
  2. "Two-timing India". હિન્દુસ્તાન ટાઇમ્સ. ૨૦૦૭-૦૯-૦૪. મૂળ માંથી 2013-05-09 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૨-૦૯-૨૪.