જીરું

વિકિપીડિયામાંથી
(જીરુ થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જીરું

જીરું એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનીક નામ ક્યુમીનમ સાયમીનમ (Cuminum cyminum) છે. વરિયાળી જેવા દેખાતા જીરુંના દાણા તેમ જ પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. ભારતીય ઉપખંડમાં આખા જીરુંના દાણા વઘારમાં તેમ જ દળીને બનાવેલા જીરાના પાવડરનો ઉપયોગ વાનગી બનાવતી વેળાના અંતિમ ચરણમાં સ્વાદ માટે કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં જીરાની ખેતી કરવામાં આવે છે. આ પૈકી મહેસાણા તેમ જ પાટણ જિલ્લાઓમાં સૌથી વધુ પ્રમાણમાં જીરું પકવવામાં આવે છે.

આયુર્વેદમાં જીરું[ફેરફાર કરો]

ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં પણ જીરાનો ઉલ્લેખ જોવા મળે છે. આયુર્વેદ અનુસાર જીરું એ સ્વાદમાં તીખું, પચ્યા પછી પણ તીખું, ગરમ, તીક્ષ્ણ, રુચિકારક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, પિત્ત તથા અગ્નિ વધારનાર, ઉદરશૂળ - આંકડી- મરોડનું શમન કરનાર, સુગંધી, કફ, વાયુ, દુર્ગંધ, ગોળો, ઝાડા, સંગ્રહણી તથા કરમિયાંનો નાશ કરનાર છે.