પાટણ જિલ્લો

વિકિપીડિયામાંથી
પાટણ જિલ્લો
જિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકપાટણ
વિસ્તાર
 • કુલ૫,૭૯૨ km2 (૨૨૩૬ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૩,૪૩,૭૩૪
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

પાટણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓ પૈકીનો ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક શહેર પાટણ ખાતે આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પાટણ જિલ્લાની સ્થાપના ર ઓક્ટોબર ૨૦૦૦ ના કરવામાં આવી હતી. આ જિલ્લો મહેસાણા જિલ્લાના સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર અને પાટણ તાલુકાઓ અને બનાસકાંઠા જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓ જોડીને બનાવવામાં આવ્યો હતો.

સ્થાપના સમયે પાટણ જિલ્લામાં સાત તાલુકાઓ હતા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પાટણ જિલ્લામાં યોજાએલા વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા તાલુકાની જાહેરાત કરી હતી, જેમાં શંખેશ્વર, સરસ્વતી અને સુઇગામ તાલુકાનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના પાટણ અને સમી તાલુકાનું વિભાજન કરીને નવા બે તાલુકા (સરસ્વતી અને શંખેશ્વર) બનાવવામાં આવ્યા.[૨] આની સાથે જ અગાઉ કામચલાઉ ધોરણે પાટણ તાલુકામાંથી અમુક ગામો છૂટા પાડીને વાગડોદ તાલુકાની રચના કરવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી જેવી કચેરીઓ પણ ધમધમતી થઇ હતી. પરંતુ તાલુકા સંઘની રચના મુદ્દે મડાગાંઠ સર્જાતાં અને મામલો કોર્ટમાં જતાં પાછળથી અલગ તાલુકો રદ કરી દેવાયો હતો.[૩]

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે પાટણ જિલ્લાની વસ્તી ૧૩,૪૩,૭૩૪ વ્યક્તિઓની છે,[૪] જે સ્વાઝીલેન્ડ દેશ[૫] અથવા અમેરિકાના મેઇની રાજયની વસ્તી બરાબર છે.[૬] વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૩૫૯મો ક્રમ આવે છે.[૪] જિલ્લાની વસ્તી ગીચતા 234 inhabitants per square kilometre (610/sq mi) છે.[૪] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૧૩.૫૩% રહ્યો હતો.[૪] પાટણનો સાક્ષરતા દર ૭૩.૭૪% છે.[૪]

૨૦૦૧ના વર્ષમાં જિલ્લાના ૧૧,૮૨,૭૦૯ વ્યક્તિઓમાંથી ૨૦.૧૬% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.[૭]

તાલુકાઓ[ફેરફાર કરો]

રાજકારણ[ફેરફાર કરો]

પાટણ જિલ્લામાં લોકસભાની ૧ અને વિધાન સભાની ૪ બેઠકો - ચાણસ્મા, પાટણ, રાધનપુર અને સિદ્ધપુરનો સમાવેશ થાય છે.

વિધાનસભા બેઠકો[ફેરફાર કરો]

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૬ રાધનપુર લવિંગજી ઠાકોર ભાજપ
૧૭ ચાણસ્મા દિનેશભાઇ ઠાકોર કોંગ્રેસ
૧૮ પાટણ કિરિટ પટેલ કોંગ્રેસ
૧૯ સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત ભાજપ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Patan District Population Census 2011-2020, Gujarat literacy sex ratio and density". www.census2011.co.in. મેળવેલ 2020-04-17.
  2. ગુજરાત સમાચાર (૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨). "પાટણ: ત્રણ નવા તાલુકાની મોદીની જાહેરાત". ગુજરાત સમાચાર. ગુજરાત સમાચાર. મૂળ સંગ્રહિત માંથી 2015-12-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ડિસેમ્બર, ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  3. ભાસ્કર ન્યૂઝ. પાટણ (૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨). "સરસ્વતી અને સાંતલપુર સૌથી મોટા તાલુકા બનશે". સમાચાર. દિવ્ય ભાસ્કર. મૂળ સંગ્રહિત માંથી 2015-12-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ડિસેમ્બર ૨૦૧૫.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧. Swaziland 1,370,424
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Maine 1,328,361
  7. "India Census". મૂળ માંથી 2015-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-03.