હિંમતનગર

વિકિપીડિયામાંથી
હિંમતનગર
—  નગર  —
હિંમતનગર પુસ્તકાલય અને ટાવર ઘડિયાળ
હિંમતનગર પુસ્તકાલય અને ટાવર ઘડિયાળ
હિંમતનગરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°36′N 72°57′E / 23.6°N 72.95°E / 23.6; 72.95
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
વસ્તી ૮૧,૧૩૭[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 127 metres (417 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૩૦૦૧
    • ફોન કોડ • +૦૨૭૭૨
    વાહન • જીજે ૦૯

હિંમતનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનું શહેર છે. હિંમતનગર તાલુકાનું તેમ જ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

હિંમતનગરની સ્થાપના ઇ.સ. ૧૪૨૬માં ગુજરાત સલ્તનતના સુલતાન અહમદ શાહ પ્રથમે અહમદનગર તરીકે કરી હતી. ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાને આ નગરની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે તેને આ નગર અત્યંત પસંદ હતું અને અમદાવાદની જગ્યાએ હિંમતનગરને ગુજરાતનું પાટનગર બનાવવું વિચારેલું. ઇ.સ. ૧૭૨૮માં જ્યારે ઇડર રાવ વંશના હાથમાં ગયું પછી તરત જ અહમદનગર તેમના શાસન હેઠળ આવ્યું. ૧૭૯૨માં મહારાજા શિવસિંહના મૃત્યુ પછી તેમના ભાઇ સંગ્રામસિંહે અહમદનગર અને તેની આજુ-બાજુના પ્રદેશો પર કબ્જો જમાવ્યો અને તેના ભત્રીજા ગંભીરસિંહના પ્રયત્નો છતાં સ્વતંત્ર રાજા બન્યો. સંગ્રામસિંહ પછી તેનો પુત્ર કરણસિંહ સત્તા પર આવ્યો. ૧૮૩૫માં તેનું મૃત્યુ થયું અને તેની રાણીને સતી થતી રોકવા માટે બ્રિટિશ એજન્ટે સૈન્યની મદદ લીધી. રાજાના પુત્રોએ પોતાની પ્રથામાં વચ્ચે ન પડવા માટે બ્રિટિશ એજન્ટને યાચના કરી. બ્રિટિશ એજન્ટ સાથે સતી પ્રથા અટકાવવા અને મંત્રણા કરવાની સાથે તેમણે ભીલ અને અન્ય આદિવાસીઓને રાત્રે બોલાવ્યા અને કિલ્લાની નદી તરફની દિવાલો ખૂલ્લી મૂકીને રાણીઓ ત્યાં સતી થઇ. મહારાજાના પુત્રો નાસી છૂટ્યા, પરંતુ છેવટે બ્રિટિશરો સાથે સંમતિ દર્શાવી અને તખ્તસિંહ ગાદી પર આવ્યા. થોડા સમય પછી તેઓએ જોધપુર રજવાડાની બિન વારસ પડેલી ગાદી સંભાળી. તેમણે અહમદનગર પર સત્તા રાખવાનો પ્રયત્ન કર્યો પણ ૧૮૪૮માં લાંબી મંત્રણાઓ પછી અહમદનગર ઇડર રાજ્યમાં આવ્યું. ૧૯૧૨માં શહેરનું નામ ઇડરના મહારાજા સર પ્રતાપ સિંહ દ્વારા તેમના પુત્ર કુંવર હિંમત સિંહ પરથી હિંમતનગર રાખવામાં આવ્યું. બ્રિટિશ શાસન દરમિયાન હિંમતનગર મહી કાંઠા એજન્સીમાં હતું, જે પછીથી પશ્ચિમ ભારત સ્ટેટ્સ એજન્સી બન્યું.[૨]

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ઇડર રાજ્ય ભારતમાં ભળી ગયું. ૧૯૪૭થી ૧૯૫૬ સુધી હિંમતનગર ઇડર જિલ્લામાં હતું. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનું તે સૌથી મોટું શહેર અને વડું મથક હતું. ૧૯૬૧થી તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો ભાગ બન્યું.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

શહેરમાં ૪ દિગંબર અને ૩ શ્વેતામ્બર એમ ૭ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ, ઝરણેશ્વર મહાદેવ, જૂની દરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અગત્યનાં સ્થળો છે. શહેરમાં ત્રણ વાવ છે, તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સૌથી જૂની વાવ 'કાઝીની વાવ' તરીકે પ્રખ્યાત છે, જે રેલ્વે પુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે,[૧] હિંમતનગરની વસ્તી ૮૧,૧૩૭ વ્યક્તિઓની હતી. હિંમતનગરનો સરેરાશ સાક્ષરતા દર ૮૭.૧૫% હતો, જે રાજ્યના સાક્ષરતા દર ૭૮.૦૩% કરતાં વધુ હતો. પુરુષોમાં સાક્ષરતા દર ૯૧.૮૯% અને સ્ત્રીઓમાં ૮૨.૦૯% હતો. હિંમતનગરમાં વસ્તીના ૧૧.૬૦%ની વય ૬ વર્ષ કરતા નાની હતી.

હિંમતનગરમાં ધર્મો
ધર્મ ટકા
હિંદુ
  
75.34%
મુસ્લિમ
  
20.66%
જૈન
  
3.22%
અન્ય†
  
0.78%
ધર્મ આધારિત વસતી
શીખ (૦.૩૧%), બૌદ્ધ (<૦.૦૧%) અને અન્યોનો સમાવેશ કરે છે.

શિક્ષણ[ફેરફાર કરો]

હિંમતનગરમાં ઘણી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જેવી કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિ, કોલેજ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ આવેલી છે. હિંમતનગર મેડિકલ કોલેજનું ઉદ્ધાટન સપ્ટેમ્બર ૨૦૧૫માં થયું હતું.[૩]

હિંમતનગરમાં કેન્દ્રીય શાળા પણ આવેલી છે.[૪]

પરિવહન[ફેરફાર કરો]

હિંમતનગર બસ સ્ટેશન

હિંમતનગરમાં રેલ્વે સ્ટેશન (મીટર ગેજ લાઇન)[૫] અને બસ સ્ટેન્ડ (ડેપો) આવેલા છે. હિંમતનગર મુંબઈથી દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર આવેલું છે.[૫]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Himatnagar Population Census 2011". મેળવેલ ૩૦ મે ૨૦૧૬.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૩૦–૪૩૧.
  3. DeshGujarat (૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫). "Rs 240 crore medical college inaugurated in Himmatnagar, Gujarat". DeshGujarat. મેળવેલ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫.
  4. Himmat, Bording (૨૦૦૦). Maru Himmatnagar. Himmatnagar: bookself publication.
  5. ૫.૦ ૫.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-31.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]