ગુજરાતી ભાષા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા, પહેલાંના જમાનાથી વેપાર ક્ષેત્રે આંતર રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ગુજરાત રાજ્યમાં ઉદ્દભવેલી અને ગુજરાતીઓ દ્વારા બોલાતી ભાષાનું નામ છે, ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાને આંતર રાષ્ટ્રીય ફલક પર વર્ગીકરણ પ્રણાલીમાં ઇન્ડો-આર્યન ભાષા સમૂહમાં મૂકવામાં આવે છે. ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યો તથા પાકિસ્તાન ઉપરાંત વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે, જેમાં મહદ્અંશે, અમેરિકા, યુ.કે., કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ કરી શકાય. ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે, ૧૯૬૦ના રોજ થઇ હતી અને ત્યારથી ગુજરાત રાજ્યની અધિકૃત ભાષા તરિકે ગુજરાતીને સ્વીકારવામાં આવી છે.

સમગ્ર વિશ્વમા ગુજરાતી બોલવાવાળા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે અને તેથી તે "સૌથી વધુ બોલાતી માતૃભાષા"ની યાદીમાં ૨૬માં ક્રમે આવે છે.(સંદર્ભ આપો) ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરુષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમા સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા અને "પાકિસ્તાનના રાષ્ટ્રપિતા" મહંમદ અલી ઝીણાનો પણ સમાવેશ થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી વિકસિત થયેલી આધુનિક ઈન્ડો-આર્યન ભાષા છે. પરંપરાગતરીતે ૩ ઐતિહાસિક તબક્કાઓ પ્રમાણે ઈન્ડો-આર્યન ભાષાઓ વચ્ચે ભેદ કરાય છે.

  1. જૂની ઈન્ડો-આર્યન ભાષા (વેદિક અને શાસ્ત્રિય સંસ્કૃત)
  2. મધ્યકાળની ઈન્ડો-આર્યન ભાષા (અલગ અલગ પ્રાકૃત અને અપભ્રંશ)
  3. નવી ઈન્ડો-આર્યન ભાષા (આધુનિક ભાષાઓ જેમ કે હિન્દી, પંજાબી, બંગાળી વગેરે)

ગુજરાતી ભાષાને પ્રચલિત રીતે નીચેના ત્રણ ઐતિહાસિક તબક્કાઓમાં વહેંચવામાં આવે છે:

જૂની ગુજરાતી(ઈ.સ.૧૧૦૦-૧૫૦૦)[ફેરફાર કરો]

તેને "ગુજરાતી ભાખા" અથવા "ગુર્જર અપભ્રંશ" પણ કહેવામાં આવે છે. આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા) બોલતા હતા. ૧૨મી સદીમાં જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયે પણ ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. સામાન્ય રીતે જૂની ગુજરાતી તરીકે ઓળખાતી આ ભાષાને અમુક વિદ્વાનો જૂની પાશ્ચાત્ય રાજસ્થાની ભાષા કહેવાનું પસંદ કરે છે, કારણ કે ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓ એ સમયે અલગ અલગ નહોતી.(સંદર્ભ આપો)નરસિંહ મહેતા (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના પિતા માનવામાં આવે છે.

મધ્યકાળની ગુજરાતી(ઈ.સ.૧૫૦૦-૧૮૦૦)[ફેરફાર કરો]

આધુનિક ગુજરાતી(ઈ.સ.૧૮૦૦-અત્યારે)[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં ગુજરાતી સાહિત્યને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.બાહ્ય કડીઓ[ફેરફાર કરો]