સંસ્કૃત ભાષા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. સંસ્કૃતનું ઇન્ડો-યુરોપીય ભાષા-પરિવારની ઇન્ડો-ઈરાનીયન શાખાની ઇન્ડો-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આદિમ-ઇન્ડો-યુરોપીય ભાષાને ઘણી મળતી આવે છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. આ બધી ભાષાઓમાં યુરોપીય વણજારાઓ (વિચરતી જાતિ)ની રોમન ભાષાનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.

સંસ્કૃત ઉચ્ચરણ અને લિપિ[ફેરફાર કરો]

સંસ્કૃત ભારતની ઘણી લિપિઓમાં લખાતી આવી છે, પરંતુ મૂળભુત રૂપે તે દેવનાગરી લિપિ સાથે જોડાયેલી ભાષા છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. દેવનાગરીમાંથી રોમન લિપિ માં લિપ્યાંતરણ માટે બે પદ્ધતિઓ પ્રચલિત છે: IAST અને ITRANS. શૂન્ય, એક કે અધિક વ્યંજનો અને એક સ્વર મળીને એક અક્ષર બને છે.

સ્વર[ફેરફાર કરો]

આ સ્વરો સંસ્કૃત માટે આપવામાં આવ્યા છે. હિન્દીમાં એમનો ઉચ્ચાર થોડો અલગ થાય છે.

સંસ્કૃત માં "ઐ" બે સ્વરો નું જોડકું હોય છે અને ગુજરાતી ભાષીઓ માટે તે "અ-ઇ" એ રીતે બોલાય છે. આ રીતેજ "ઔ" ને "અ-ઉ" એ રીતે બોલાય છે.

એ ઉપરાંત ગુજરાતી અને સંસ્કૃત માં નીચેના વર્ણાક્ષરોને પણ સ્વર માનવામાં આવે છે:

  • ઋ -- બોલચાલની ભાષામાં માં "રુ" ની જેમ, સંસ્કૃત માં American English syllabic / r / ની જેમ
  • ૠ -- ફક્ત સંસ્કૃત માં (દીર્ઘ ઋ)
  • ऌ -- ફક્ત સંસ્કૃત માં (syllabic retroflex l)
  • ॡ -- ફક્ત સંસ્કૃત માં (દીર્ઘ ऌ)
  • અં -- અડધો ન્, મ્, ઙ્, ઞ્, ણ્ ને માટે કે સ્વરનું નાસિકીકરણ (નાકમાંથી બોલવું) કરવા માટે
  • અઃ -- અઘોષ "હ્" (નિઃશ્વાસ) માટે
Phrase sanskrit.png

વ્યંજન[ફેરફાર કરો]

જ્યારે કોઈ સ્વરનો ઉપયોગ ન હોય ત્યારે ત્યાં 'અ' માનવામાં આવે છે. સ્વરના ન હોવાને હલન્ત અથવા વિરામથી દર્શાવવામાં આવે છે. જેમ કે ક્‌ ખ્‌ ગ્‌ ઘ્‌.

  • સંસ્કૃતમાં ષ નું ઉચ્ચારણ આ રીતે થતું હતું: જીભની ટોચ ને તાળવા તરફ ઉઠાવીને શ જેવો અવાજ કરવો. શુક્લ યજુર્વેદ ની મદ્યાન્હિની શાખામાં કેટલાક વાક્યોમાં 'ષ' નું ઉચ્ચારણ 'ખ' ની જેમ કરવુ એવુ માન્ય હતું. બોલચાલની ગુજરાતી ભાષામાં 'ષ'નું ઉચ્ચારણ સંપૂર્ણ રીતે 'શ'ની જેમ થાય છે.
  • સંસ્કૃતમાંથી (અને ગુજરાતીમાંથી) અંગ્રેજીમાં લિપ્યાંતર કરતી વેળા ઘણા લોકો, ણ અને ળનો ભેદ નથી પારખતા. 'ણ'ને માટે અંગ્રેજીમાં વર્ણ ન હોવાને કારણે તેનો ઉચ્ચર Nની રીતે કરવો જોઇએ, જ્યારે અંગ્રેજીમાં 'ળ'નો અભાવ હોવાથી તેનો ઉચ્ચર L કરવો જોઇએ.
  • આ જ રીતે 'ળ' ને ઘણા લોકો 'ડ' તરિકે ઉચ્ચારે છે, જે ખોટુ છે.

વ્યાકરણ[ફેરફાર કરો]

સંસ્કૃત વ્યાકરણ આધુનિક ભાષાઓ બોલનાર લોકો માટે થોડું અઘરૂ છે. અહીં એ સ્પષ્ટતા કરવી ઘટે કે ગુજરાતી, હીન્દી જેવી ભારતીય ભાષાઓ બોલનાર લોકો માટે સંસ્કૃત વ્યાકરણ ભલે અધરૂ રહ્યું છતાં સંસ્કૃત બોલવું એમના માટે અઘરૂં નથી કારણ કે આ ભાષાઓના ઘણાખરા શબ્દો શુદ્ધ સંસ્કૃતના જ છે અથવા સંસ્કૃત શબ્દોનાં અપભ્રંશ છે. સંસ્કૃતમાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાના વિવિધ પ્રકારના શબ્દ-રૂપો બનાવવામાં આવે છે, જે વ્યાકરણિક અર્થ પ્રદાન કરે છે. મહદંશે શબ્દ-રૂપો મૂળશબ્દના અંતમાં પ્રત્યય લગાવીને બને છે. એટલે એમ કહી શકાય કે સંકૃત એક બહિર્મુખી-અન્ત-શ્લિષ્ટયોગાત્મક ભાષા છે.

વૈદિક સંસ્કૃત અને કાવ્ય સંસ્કૃત[ફેરફાર કરો]

સંસ્કૃતનું પ્રાચીનતમ રૂપ વૈદિક સંસ્કૃત છે, જે હિન્દુ ધર્મના આદિ પુસ્તક વેદની ભાષા છે. વૈદિક સંસ્કૃત અને પ્રશિશ્ટ સંસ્કૃત વચ્ચે ઘણુ અંતર છે. મોટાભાગના લોકો પાણિનીના અષ્ટાધ્યાયીને સંસ્કૃત કાવ્યની શરુઆત માને છે. રામાયણ, મહાભારત અને પુરાણ કાવ્યો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]