કાશ્મીરી ભાષા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કાશ્મીરી ભાષાની ત્રણ આધુનિક લિપિઓમાં શબ્દ "કશુર"

કાશ્મીરી ભાષા (कॉशुर, کأشُر કશુર) એ ભારતીય-યુરોપીય ભાષાસમૂહનું દાર્દિક જૂથમાં એક ભાષા વ્હે. આ મુખ્યત્વે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાશ્મીર ખીણ તરીકે ઓળખાતા પ્રદેશમાં બોલાતી દાર્દિક ભાષા છે. ભારત દેશમાં ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આ ભાષા બોલતા લોકોની સંખ્યા અંદાજે ૫૫,૫૪,૪૯૬ છે. આ ભાષા બોલતા અંદાજે ૧,૦૫,૦૦૦ લોકો પાકિસ્તાન દેશમાં પણ છે, જેમાંનાં મોટાભાગનાં કાશ્મીર ખીણનાં હિજરતીઓ છે અને તેમાંના થોડા લોકો નિલમ જિલ્લાનાં સરહદી વિસ્તારોમાં વસે છે. આ ભાષા ઇન્ડો-યુરોપિયન ભાષા સમુહનાં પેટા સમુહ તરીકે ઓળખાતા 'દર્ડિક' સમુહની ભાષા છે. જે ભારત દેશની ૨૨ અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે. કાશ્મીરી ઉર્દૂ ભાષા સાથે, જમ્મુ અને કાશ્મીર રાજ્યની અધિકૃત ભાષા પણ છે. ઘણાં કાશ્મીરી ભાષીઓ ઉર્દૂ અથવા અંગ્રેજીને દ્વિતિય ભાષા તરીકે વાપરે છે. આ ભાષામાં ફારસી ભાષાનાં ઘણાં શબ્દોનો ઉપયોગ થાય છે. થોડા દાયકાઓ પહેલાં કાશ્મીરી ભાષાને રાજ્યનાં વિશ્વવિધાલયોમાં એક વિષય તરીકે ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, અત્યારે જમ્મુ અને કાશ્મીર રાજ્યની તમામ શાળાઓમાં આ ભાષાનો અભ્યાસ ફરજીયાત કરાયેલ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]