લખાણ પર જાઓ

ભારતની ભાષાઓની સૂચી

વિકિપીડિયામાંથી

ભારત દેશમાં બંધારણના આઠમા પરિશિષ્ટમાં કુલ ૨૨ મુખ્ય ભાષાઓને ભારતની અધિકૃત ભાષાઓ ગણવામાં આવેલી છે[]. આ ઉપરાંત પણ અલગઅલગ કેટલીયે અન્ય ભાષાઓ અને બોલીઓ ભારતમાં બોલાય છે, વિવિધ સ્રોતોમાં ૭૦૦થી પણ વધુ ભાષાઓનો ઉલ્લેખ જોવા મળે છે[].

અધિકૃત ભાષાઓ

[ફેરફાર કરો]

ભારતનાં બંધારણની કલમ ૩૪૫ નાં મે ૨૦૦૭નાં ૮માં પરીચ્છેદ દ્વારા નીચેની ભાષાઓને 'અધિકૃત ભાષા'ની શ્રેણીમાં મુકવામાં આવેલ છે.[]:

ભાષા મૂળ (Genetic affiliation) બોલનારાઓ (૨૦૦૧) (૧૦ લાખમાં) ભૌગોલિક વિસ્તાર
આસામી ઇન્ડો-આર્યન, પુર્વીય ૧૩ આસામ
બંગાળી ઇન્ડો-આર્યન, પુર્વીય ૧૮૦ પશ્ચિમ બંગાળ, આસામ, ઝારખંડ, ત્રિપુરા
બોડો તિબેટો-બર્મન ૧.૨ આસામ
ડોગરી ઇન્ડો-આર્યન, ઉત્તરીય ૦.૧ જમ્મુ અને કાશ્મીર
ગુજરાતી ઇન્ડો-આર્યન, પશ્ચિમી ૪૬ ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલ નાડુ
હિન્દી ઇન્ડો-આર્યન, ઘણી વિવિધતા ૪૨૨ ઉત્તર ભારત (મુખ્યત્વે: દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, વિગેરે)
કન્નડ દ્રવિડીયન, દક્ષિણી ૩૮ કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલ નાડુ, ગોઆ
કાશ્મીરી દર્ડીક ૫.૫ જમ્મુ અને કાશ્મીર
કોંકણી ઇન્ડો-આર્યન, દક્ષિણી ૨.૫ કોંકણ (ગોઆ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ)
મૈથિલી ઇન્ડો-આર્યન, પુર્વીય ૧૨ બિહાર
મલયાલમ દ્રવિડીયન, દક્ષિણી ૩૩ કેરળ, લક્ષદ્વીપ, માહે, પોંડિચેરી
મણિપુરી, મૈતૈયી, મૈતૈ, મૈથૈઇ તિબેટો-બર્મન ૧.૫ મણિપુર
મરાઠી ઇન્ડો-આર્યન, દક્ષિણી ૭૨ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ગોઆ
નેપાળી ઇન્ડો-આર્યન, ઉત્તરીય ૨.૫ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ
ઉડિયા ઇન્ડો-આર્યન, પુર્વીય ૩૩ ઓરિસ્સા
પંજાબી ઇન્ડો-આર્યન ૨૯ પંજાબ, ચંડીગઢ, દિલ્હી, હરિયાણા
સંસ્કૃત ઇન્ડો-આર્યન ૦.૦૫ -
સંથાલી મુંડા ૬.૫ સંથાલ (છોટા નાગપુર) વિસ્તારની આદિજાતિ (બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા)
સિંધી ઇન્ડો-આર્યન , ઉત્તરપશ્ચિમ ૨.૫ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ
તમિલ દ્રવિડીયન, દક્ષિણી ૬૧ તામિલ નાડુ, કર્ણાટક, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર
તેલુગુ દ્રવિડીયન, દક્ષિણ-મધ્ય ૭૪ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલ નાડુ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા
ઉર્દૂ ઇન્ડો-આર્યન , મધ્ય ૫૨ જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ

અધિકૃત શાસ્ત્રીય ભાષાઓ

[ફેરફાર કરો]

૨૦૦૪ માં, ભારત સરકારે જાહેર કર્યું કે જે ભાષાઓ નિશ્ચિત માપદંડમાં ખરી ઉતરતી હશે તેને અધિકૃત શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રદાન કરાશે.[] ત્યાર પછી શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાયેલ ભાષાઓમાં તમિલ (૨૦૦૪ માં),[] સંસ્કૃત (૨૦૦૫ માં),[] કન્નડ (૨૦૦૮ માં), અને તેલુગુ (૨૦૦૮ માં).[] નો સમાવેશ થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Indian Languages" (PDF). ભારત સરકારનો શિક્ષણ વિભાગ. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૭.
  2. "Languages of India". unacademy.com. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૭.
  3. ભારતનું બંધારણ, પાન ૩૩૦, પરિશિષ્ટ ૮ [કલમ ૩૪૪ (૧) અને ૩૫૧] ભાષાઓ
  4. "India sets up classical languages". BBC. મેળવેલ ૧ મે ૨૦૦૭.
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-06.
  6. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2005-10-30 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-06.
  7. "Declaration of Telugu and Kannada as classical languages". Press Information Bureau. Ministry of Tourism and Culture, Government of India. મેળવેલ ૩૧ ઓક્ટોબર ૨૦૦૮.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]