લખાણ પર જાઓ

કોંકણી ભાષા

વિકિપીડિયામાંથી

કોંકણી ભાષા (દેવનાગરી: कोंकणी; રોમન: Konknni; કન્નડ: ಕೊಂಕಣಿ; મલયાલમ: കൊങ്കണി; IAST: koṃkaṇī) એ ઇન્ડો-યુરોપિયન કુળની ઇન્ડો-આર્યન ભાષા છે. જે ભારતનાં કોંકણ કાંઠે બોલાય છે. આ ભાષાનાં બે સ્વતંત્ર ભાગ છે, 'કોંકણી' અને 'ગોઆ કોંકણી', જે બન્નેનાં મળીને લગભગ ૭૬ લાખ બોલનાર લોકો છે.

કોંકણી ભાષા ભારતનાં ગોઆ રાજ્યની અધિકૃત ભાષા છે અને ભારતની ૨૨ અધિકૃત ભાષાઓ માં પણ તેનો સમાવેશ થાય છે. કોંકણી ભાષાના પોતાની કોઇ લીપિ નથી, પરંતુ બોલનારની અનુકુળતા મુજબની અન્ય પ્રાંતિય ભાષાઓની લીપિ વપરાય છે. જોકે અનિવાર્ય રીતે દેવનાગરી લીપિને અધિકૃત માનવામાં આવે છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]