બિહાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બિહાર
बिहार
રાજ્ય
Official seal of બિહાર
Seal
બિહારનું ભારતમાં સ્થાન
બિહારનું ભારતમાં સ્થાન
બિહારનો નકશો
બિહારનો નકશો
દેશ  ભારત
વિસ્તાર પૂર્વ ભારત
બિહાર પ્રાંત

૧ એપ્રિલ ૧૯૩૬

પાટનગર પટના
સૌથી મોટું શહેર પટના
જિલ્લાઓ ૩૮
સરકાર
 • રાજ્યપાલ રામ નાથ કોવિંદ
 • મુખ્ય મંત્રી નિતિશ કુમાર
 • વિધાન સભા દ્વિગૃહી
બિહાર વિધાન પરિષદ ૭૫
બિહાર વિધાન સભા ૨૪૩
 • ૧૬મી લોક સભા ૪૦
 • હાઇ કોર્ટ પટના હાઇ કોર્ટ
વિસ્તાર
 • કુલ ૯૪,૧૬૩
વિસ્તાર ક્રમ ૧૨મો
વસ્તી (૨૦૧૧)[૧]
 • કુલ ૧૦,૩૮,૦૪,૬૩૭
 • ક્રમ ૩જો
 • ગીચતા ૧,૧૦૨
લોકોની ઓળખ બિહારી
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૦૫:૩૦)
UN/LOCODE INBR
ISO 3166 ક્રમાંક IN-BR
વાહન નોંધણી BR
HDI Increase ૦.૪૪૭[૨] (low)
HDI ક્રમ ૧૬મો (૨૦૧૦)
સાક્ષરતા[૩] ૬૩.૮% (કુલ)
૭૩.૫% (પુરુષ)
૫૩.૩% (સ્ત્રી)
અધિકૃત ભાષા હિંદી
અન્ય અધિકૃત ભાષા ઉર્દૂ
Website gov.bih.nic.in
Symbols of બિહાર[૪]
Animal બળદ (बैल)
Bird ચકલી (गौरैया)
Flower ગલગોટો (गेंदा)
Tree પીપળો (पीपल)

બિહાર ભારત નું એક રાજ્ય છે. બિહાર ની રાજધાની પટના છે.

બિહાર ની ઉત્તરી સીમા પર નેપાળ, પશ્ચિમી સીમા પર ઉત્તર પ્રદેશ અને દક્ષિણી સીમા પર ઝારખંડ છે.

બિહાર નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્રંશ થઇને આવ્યું છે એવું મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલ છે. પ્રાચીન કાળના વિશાળ સામ્રાજ્યોનો ગઢ રહેલ આ પ્રદેશ વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થાના સૌથી પછાત યોગદાતાઓમાંથી એક ગણવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બિહારનું ઐતિહાસિક નામ મગધ હતું અને બિહારની રાજધાની પટનાનું ઐતિહાસિક નામ પાટલિપુત્ર હતુ. મૌર્ય સામ્રાજ્ય ના રાજા અશોક પાટલિપુત્રથી શાસન કરતા હતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ નો જન્મ બિહાર માં થયો હતો.

પ્રાચીન કાળ[ફેરફાર કરો]

પ્રાચીન કાળમાં મગધનું સામ્રાજ્ય દેશના સૌથી શક્તિશાળી સામ્રાજ્યોમાંથી એક હતું. અહીંથી મૌર્ય વંશ, ગુપ્ત વંશ તથા અન્ય રાજવંશોએ દેશના અધિકતમ ભાગ પર રાજ કર્યું. મૌર્ય વંશના શાસક સમ્રાટ અશોકનું સામ્રાજ્ય પશ્ચિમમાં છેક અફ઼ઘાનિસ્તાન સુધી ફેલાયું હતું . મૌર્ય વંશનું શાસન ૩૨૫ ઈસ્વી પૂર્વથી ૧૮૫ ઈસ્વી પૂર્વ સુધી રહ્યું . છઠી અને પાંચમી સદી ઇસ્વી પૂર્વમાં અહીં બૌદ્ધ તથા જૈન ધર્મોંનો ઉદ્ભવ થયો. અશોકે, બૌદ્ધ ધર્મના પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને એમણે પોતાના પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મ પ્રસાર માટે શ્રીલંકા મોકલ્યો હતો. એને પાટલિપુત્ર (વર્તમાન પટના)ના એક ઘાટ પરથી વિદાય કર્યો હતો, જે મહેન્દ્ર ઘાટ નામથી આજે પણ ઓળખાય છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મ ચીન તથા જાપાન સુધી પહોંચી ગયો .

મધ્યકાળ[ફેરફાર કરો]

બારમી સદીમાં બખતિયાર ખિલજીએ બિહાર પર અધિપત્ય જમાવ્યું. એ પછી મગધ દેશની વહિવટી રાજધાની ન રહી. જ્યારે શેરશાહ સૂરીએ, સોળમી સદીમાં દિલ્હીના મુગલ બાદશાહ હુમાંયુને હરાવી દિલ્હીની સત્તા પર કબજો કર્યો ત્યારે બિહારનું નામ પુનઃ પ્રકાશમાં આવ્યું, પણ વધુ સમય સુધી નહીં રહ્યું. અકબરે બિહાર પર કબજો કરી બિહારનું બંગાળમાં વિલિનીકરણ કર્યું. એ પછી બિહારની સત્તાની બાગડોર બંગાળના નવાબો પાસે જ રહી.

આધુનિક કાળ[ફેરફાર કરો]

ઈ. સ. ૧૮૫૭ના પ્રથમ સિપાહી વિપ્લવમાં બિહારના બાબૂ કુંવર સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ઈ.સ. ૧૯૧૨માં બંગાળ વિભાજનના ફળસ્વરૂપ બિહાર નામનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ઈ.સ. ૧૯૩૫માં ઓડિસાને આનાથી અલગ કરી દેવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન બિહારના ચંપારણના ઉત્થાન (વિદ્રોહ) એ, અંગ્રેજોની વિરુદ્ધ ક્રાંતિ ફેલાવવાવાળી અગ્રગણ્ય ઘટનાઓમાંથી એક ગણવામાં આવે છે. સ્વતંત્રતા પછી બિહારનું એક વધુ વિભાજન થયું અને ઈ.સ. ૨૦૦૦માં ઝારખંડ રાજ્ય આનાથી અલગ કરી દેવામાં આવ્યું.

ભૌગોલિક દશા[ફેરફાર કરો]

ઝારખંડ અલગ થઈ ગયાં બાદ બિહારની ભૂમિ મુખ્યતઃ મેદાની છે. ગંગા નદી રાજ્યની લગભગ વચ્ચોવચ વહે છે. ઉત્તર બિહાર કોશી, ગંડક, સોન (શોણ) અને તેની સહાયક નદીઓનું સમતળ મેદાન છે.

બિહાર ની ઉત્તરમાં હિમાલય પર્વત શ્રેણી (નેપાળ) છે તથા દક્ષિણમાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ (જેનો ભાગ હવે ઝારખંડ છે). ઉત્તરથી ઘણી નદીઓ તથા જલધારાઓ બિહારમાં થઈ પ્રવાહિત થાય છે અને ગંગામાં વિસર્જિત થઈ જાય છે. આ નદીઓમાં, વર્ષાઋતુમાં પૂર એક મોટી સમસ્યા છે.

રાજ્યનું સરાસરી તાપમાન ગ્રીષ્મ ઋતુમાં ૩૫ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ તથા શિયાળામાં ૫ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ રહે છે. શિયાળાની ઋતુ નવેમ્બરથી મધ્ય ફેબ્રુઆરી સુધી રહે છે. એપ્રિલમાં ગ્રીષ્મ ઋતુ આરંભ થેઈ જાય છે જે જુલાઈના મધ્ય સુધી ચાલે છે. જુલાઈ - ઓગસ્ટમાં વર્ષા ઋતુનું આગમન થાય છે જેની સમાપ્તિ ઓક્ટોબર માં થવાથી ઋતુ ચક્ર પૂરુ થઈ જાય છે.

ઉત્તરમાં ભૂમિ પ્રાયઃ સર્વત્ર કૃષિયોગ્ય છે . અહીં અનાજ, ઘઉં, દલહન, મક્કા (મકાઈ), તિલહન (તલ) તથા અમુક ફળોની ખેતી કરવામાં આવે છે.

બિહાર રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

સંસ્કૃતિ[ફેરફાર કરો]

બિહારની સંસ્કૃતિ મૈથિલ, મગહી(મગધી), ભોજપુરી તથા અંગ સંસ્કૃતિઓનું મિશ્રણ છે . નગરો તથા ગામોની સંસ્કૃતિમાં અધિક ફરક નથી. નગરોના લોકો પણ પારંપરિક રીતિ રિવાજોનું પાલન કરે છે. પ્રમુખ પર્વોં માં દશેરા, દિવાળી, હોળી, મુહર્રમ, ઈદ તથા ક્રિસમસ છે. સિક્ખોના દસમા ગુરુ ગોવિન્દ સિંહજીનો જન્મ સ્થાન હોવાથી પટનામાં તેમની જયન્તી પર ભારી શ્રદ્ધાર્પણ જોવા મળે છે .

જાતિવાદ[ફેરફાર કરો]

જાતિવાદ બિહાર ની રાજનીતિ તથા સામાન્ય જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. પાછલા અમુક વર્ષોંમાં આનું વિરાટ રૂપ સામે આવ્યું હતું . વર્તમાનમાં ઘણી હદ સુધી આ ભેદભાવ ઓછો થઈગયો છે. આ જાતિવાદના કાળક્રમની એક ખ઼ાસ દેન છે - પોતાનું ઉપનામ બદલવું . જાતિવાદના દોરમાં ઘણાં લોકોએ પોતાના નામથી જાતિ સ્પષ્ટ ન થઈ શકે એ માટે પોતાના બાળકોના ઉપનામ બદલી એક સંસ્કૃત નામ રાખવાની શરૂઆત કરી. આના ફળ સ્વરૂપે ઘણાં લોકોનું વાસ્તવિક ઉપનામ શર્મા, મિશ્ર, વર્મા, ઝા, સિન્હા, શ્રીવાસ્તવ, રાય ઇત્યાદિથી બદલી પ્રકાશ, સુમન, પ્રભાકર, રંજન, ભારતી ઇત્યાદિ થઈ ગયું .

ફિલ્મોની લોકપ્રિયતા ખૂબ અધિક છે. ફિલ્મોના સંગીતને પણ બહુ જ પસંદ કરાય છે. મુખ્ય ધારા હિન્દી ફિલ્મો સિવાય ભોજપુરીએ પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. મૈથિલી તથા અન્ય સ્થાનીય સિનેમા પણ લોકપ્રિય છે. અંગ્રેજી ફિલ્મો નગરોમાં જ જોઈ શકાય છે.

વિવાહ[ફેરફાર કરો]

લગ્ન વિવાહ દરમ્યાન જ પ્રદેશની સાંસ્કૃતિક પ્રચુરતા સ્પષ્ટ થાય છે. લગ્નમાં જાન તથા જશ્ન ની સીમા સમુદાય તથા તેમની આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. લોકગીતો ના ગાયનનું પ્રચલન લગભગ બધાં સમુદાયમાં છે. આધુનિક તથા પ્રાચીન ફિલ્મ સંગીત પણ આ સમારોહમાં સંભળાય છે. લગ્ન દરમ્યાન શરણાઈ વાદનસામાન્ય વાત છે. આ વાદ્યયંત્રને લોકપ્રિય બનાવવામાં બિસ્મિલ્લા ખાનનું નામ સર્વોપરી છે, તેમનો જન્મ બિહારમાં જ થયો હતો.

ખાનપાન[ફેરફાર કરો]

બિહાર પોતાના ખાનપાનની વિવિધતા માટે પ્રસિદ્ધ છે. શાકાહારી તથા માંસાહારી બનેં વ્યંજન ખવાય છે. ખાજા, મોતીચૂરના લાડુ, સત્તૂ, લિટ્ટી-ચોખા અહીંના સ્થાનીક વ્યંજનોમાં આવે છે.

રમત ગમત[ફેરફાર કરો]

ક્રિકેટ ભારતની અન્ય અનેક જગ્યાની જેમજ અહીં પણ સર્વાધિક લોકપ્રિય છે . આ સિવાય ફુટબૉલ, હૉકી, ટેનિસ અને ગોલ્ફ પણ પસન્દ કરવામાં આવે છે. બિહારનો અધિકાંશ ભાગ ગ્રામીણ હોવાથી પારંપરિક ભારતીય રમતો, જેમકે કબડ્ડી, ગુલ્લીડંડા, ગોટી(ગુલ્લી કે કંચી) ખૂબ લોકપ્રિય છે.

આર્થિક સ્થિતિ[ફેરફાર કરો]

દેશના સૌથી પછાત ઔદ્યોગિક ક્ષેત્રોંમાંના એક બિહારના લોકોનો મુખ્ય આયસ્રોત કૃષિ છે. આના સિવાય અસંગઠિત વ્યાપાર, સરકારી નોકરીઓ તથા નાના ઉદ્યોગ ધંધા પણ આવકના સ્રોત છે. પાછલા અમુક દશકોમાં બેરોજગારી વધવાથી આપરાધિક મામલોમાં વૃદ્ધિ થેઈ છે અને જબરદસ્તી પૈસાવસૂલી (જિસે સ્થાનીય રૂપથી રંગદારી કહે છે), અપહરણ તથા લૂટ જેવા ધંધા પણ લોકોની કમાઈનુ સાધન બની ગયેલ છે.

શિક્ષણ[ફેરફાર કરો]

એક સમયે બિહાર શિક્ષણના મુખ્ય કેન્દ્રોમાંનું એક માનવામાં આવતું હતું. પાછલા અમુક દિવસોમાં શૈક્ષણિક સંસ્થાનોમાં રાજનીતિ તથા અકર્મણ્યતાના પ્રવેશ કરવાથી શિક્ષણના સ્તરમાં ભારે પછડાટ આવી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "census of india". Census of India 2001. Government of India. ૨૭ મે ૨૦૦૨. Archived from the original on ૩ એપ્રિલ ૨૦૦૭. Retrieved ૧૪ એપ્રિલ ૨૦૦૭. 
  2. "Inequality- Adjusted Human Development Index for India’s States". UNDP. Retrieved ૬ ઓગસ્ટ ૨૦૧૫. 
  3. "Literacy Rate in India". Indiaonlinepages.com. Retrieved ૩ ઓગસ્ટ ૨૦૧૬. 
  4. "Bihar". Webindia123.com. Retrieved ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫.