સીવાન જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સીવાન જિલ્લો
બિહારનો જિલ્લો
બિહાર સીવાન જિલ્લાનું સ્થાન
બિહાર સીવાન જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યબિહાર
પ્રાંતસરાન
મુખ્ય મથકસીવાન
સરકાર
 • લોક સભાની બેઠકોસિવાન લોક સભા વિસ્તાર
 • વિધાન સભાની બેઠકોસિવાન, જિરાદેઈ, દારૌલી, રઘુનાથપુર, દારુંદા, બડહરીયા, ગોરીયાકોઠી, મહારાજગંજ
વસ્તી (૨૦૧૧)
 • કુલ૩૩,૧૮,૧૭૬
વસ્તી
 • સાક્ષરતા૭૧.૫૯%
 • જાતિ પ્રમાણ૯૮૪
મુખ્ય ધોરી માર્ગોNH-85
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

સીવાન જિલ્લો ભારતના બિહાર રાજ્યનો એક જિલ્લો છે. સીવાન નગર આ જિલ્લાનું મુખ્ય મથક છે. ૧૯૭૨થી સિવાન જિલ્લો સારન પ્રમંડલનો ભાગ છે. આ જિલ્લો પહેલા અલીગંજ તરીકે ઓળખાતો હતો, જે નામ અહીંના રાજા અલી બક્ષ ખાન પરથી પડ્યું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

સીવાન જિલ્લો મૂળ સારન જિલ્લાનો ભાગ હતો, જે પ્રાચીન કૌશલ રાજ્ય આવેલું હતું.[૧] ૧૯૭૬માં સીવાન જિલ્લો સારનમાંથી અલગ થઇને સ્વતંત્ર જિલ્લો બન્યો.[૨]

લોકવાયકા મુજબ મહાભારતના દ્રોણાચાર્ય અહીંના દારૌલીના દોન ગામના હતા. કેટલાકના મુજબ ગૌતમ બુદ્ધે અહીં દેહોત્સર્ગ કરેલો.[૩]

સીવાનનું નામ "શિવમન" નામના રાજા પરથી પડ્યું છે, જેના વંશજો બાબરના આગમન સુધી અહીં શાસન કરતા હતા. સીવાનનો અર્થ સરહદ થાય છે, જે એક સમયમાં બિહારની સરહદ પરનો પ્રદેશ હતો. સીવાનનો એક પ્રદેશ મહારાજગંજ છે, જે મહારાજાની બેઠક પરથી પડેલું નામ સૂચવે છે. ભેરબનિયા ગામમાંથી મળેલી વિષ્ણુની મૂર્તિ અહીં મોટી સંખ્યામાં વિષ્ણુપૂજકો હોવાનું સૂચન કરે છે.[૪]

૮મી સદીમાં સીવાન વારાણસી રાજ્યનો ભાગ હતો. ૧૩મી સદીમાં અહીં મુસ્લિમોનું આગમન થયું. ૧૫મી સદીમાં સિકંદર લોદીએ આ પ્રદેશને પોતાના શાસન હેઠળ આણ્યો. બાબરે પોતાની વળતી મુસાફરીમાં સીવાન પાસે ઘાઘરા નદીને ઓળંગી હતી. ૧૭મી સદીના અંત ભાગમાં ડચ લોકો અહીં આવ્યા અને ત્યારબાદ અંગ્રેજો આવ્યા. ૧૭૬૫માં બક્સરના યુદ્ધ પછી, તે બંગાળનો ભાગ બન્યો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સીવાને અગત્યનો ભાગ ભજવ્યો હતો. બાબુ કુંવર સિંહની આગેવાની હેઠળ અહીંથી મોટી સંખ્યામાં ભોજપુરી તરીકે ઓળખાતા લોકોએ વિપ્લવમાં ભાગ લીધો હતો. સીવાનના છેલ્લા શાસક રાજા ઇસ્માઇલ અલી ખાન હતા. ૧૯૨૦માં અસહકારની ચળવળની સાથે બિહારમાં પડદા પ્રથાનો વિરોધ બ્રિજ કિશોર પ્રસાદે શરૂ કર્યો હતો, જે સીવાનના રહેવાસી હતા.[૧] ૧૯૭૨માં સીવાન બિહારનો એક જિલ્લો બન્યો.[૩]

ભૂગોળ[ફેરફાર કરો]

સીવાન જિલ્લો બિહારના પશ્ચિમ ભાગમાં આવેલો છે. જિલ્લાનો કુલ વિસ્તાર ૨,૨૧૯ ચોરસ કિમી છે.[૫]

ગંડક, ગોગ્રા, દહા અને ઝડી અહીંની મુખ્ય નદીઓ છે.[૩]

તાલુકાઓ[ફેરફાર કરો]

જિલ્લામાં ૧૯ તાલુકાઓનો સમાવેશ થાય છે.[૬]

 • સીવાન
 • બડહરીયા
 • ગોરીયાકોઠી
 • ભગવાનપુર હાટ
 • પચરુખી
 • મહારાજગંજ
 • હુસૈનગંજ
 • દારૌલી
 • દારુંદા
 • જિરાદેઈ
 • રઘુનાથપુર
 • સિસ્વાન
 • હસનપુરા
 • લકરી નબીગંજ
 • ગુથાની
 • મૈરવા
 • અંદાર
 • બસંતપુર
 • નૌતન

વસ્તી[ફેરફાર કરો]

સીવાનમાં ધર્મ પ્રમાણે વસ્તી
વસ્તી ટકા
હિંદુ
  
81.45%
ઇસ્લામ
  
18.26%
અસ્પષ્ટ
  
0.17%
ખ્રિસ્તી
  
0.08%
શીખ
  
0.01%
બૌદ્ધ
  
0.01%
જૈન
  
0.01%

૨૦૧૧ની વસ્તી પ્રમાણે સીવાન જિલ્લાની વસ્તી ૩૩,૧૮,૧૭૬ હતી.[૭] જે મુજબ ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી તેનો ૧૦૧મો ક્રમ આવે છે.[૭] જિલ્લાની વસ્તી ગીચતા ૧૪૯૫ વ્યક્તિ પ્રતિ ચો.કિમી. છે.[૭] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન અહીંનો વસ્તી વધારો ૨૨.૨૫% રહ્યો હતો.[૭] સીવાનમાં જાતિ પ્રમાણ ૯૮૪ છે,[૭] અને સાક્ષરતા દર ૭૧.૫૯% છે.[૭]

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ "Archived copy". the original માંથી ૧૭ જુલાઇ ૨૦૧૫ પર સંગ્રહિત. Retrieved ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)CS1 maint: Archived copy as title (link)
 2. Law, Gwillim (૨૫ સપ્ટેમ્બર ૨૦૧૧). "Districts of India". Statoids. Retrieved ૧૧ ઓક્ટોબર ૨૦૧૧. Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ ૩.૨ પંડ્યા, ગિરીશભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ૨૩. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૪૦૭-૪૦૮.
 4. "This week: Bihar - Indian Express".
 5. "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (૫૪ આવૃત્તિ). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. ૨૦૧૦. pp. ૧૧૧૮-૧૧૧૯. ISBN 978-81-230-1617-7. Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |year= (મદદ)
 6. "Blocks in Siwan District, Bihar". www.census2011.co.in. Retrieved ૬ મે ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
 7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ ૭.૫ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate=, |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]