ગૌતમ બુદ્ધ
ગૌતમ બુદ્ધ | |
---|---|
સારનાથમાંથી મળી આવેલી બુદ્ધની પ્રતિમા, ૪થી સદી | |
અંગત | |
જન્મ | Siddhartha Gautama c. ઇ.સ. પૂર્વે ૫૬૩ અથવા ઇ.સ. પૂર્વે ૪૮૦ લુંબિની, આજના નેપાળમાં |
મૃત્યુ | c. ઇ.સ. પૂર્વે ૪૮૩ અથવા ઇ.સ. પૂર્વે ૪૦૦ (ઉંમર ૮૦ વર્ષ) કુશીનગર, ઉત્તર પ્રદેશ, આજનું ભારત |
જીવનસાથી | યશોધરા |
બાળકો |
|
માતા-પિતા |
|
પ્રખ્યાત કાર્ય | બૌદ્ધ ધર્મના સ્થાપક |
અન્ય નામો | શાક્યમુનિ |
કારકિર્દી માહિતી | |
પુરોગામી | કસ્સપ બુદ્ધ |
અનુગામી | મૈત્રેય બુદ્ધ |
આ લેખ બૌદ્ધ ધર્મ પરની શ્રેણી નો ભાગ છે |
બૌદ્ધ ધર્મ |
---|
સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
ગૌતમ બુદ્ધનું જીવન
[ફેરફાર કરો]જન્મ અને શરૂઆતનું જીવન
[ફેરફાર કરો]પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિમાં, જે આજે નેપાળમાં છે, થયો હતો. રાજા શુદ્ધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ (૭ દિવસ) માતા મહામાયા/માયાવતીનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે તેઓ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.
એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.
મહાભિનિષ્ક્રમણ
[ફેરફાર કરો]૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું .
બોધિ પહેલાનું સંન્યાસી જીવન
[ફેરફાર કરો]સિદ્ધાર્થ સૌ પ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માગી સન્યાસી જીવનની શરૂઆત કરી. મગધ નરેશ બિંદુસારને જયારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો. સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતા પુર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ મગધની મુલાકાત લેવાનું વચન આપ્યું.
મગધ છોડયા પછી સિદ્ધાર્થ આલારા કલામ નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ આલારા કલામ દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો. હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી.
હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે કૌડિન્ય પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.
બોધિની પ્રાપ્તિ
[ફેરફાર કરો]સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને [વિપશ્યના] ના અભ્યાસ દ્વારા ૩6 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમા ની રાત્રિએ ,પીપળાના વૃક્ષ ની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ [બુદ્ધ] કહેવાયા.આ સ્થળ હાલમાં બુધ્ધગયા કે બોધિગયા (બિહાર) તરીકે ઓળખાય છે,ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો. લગભગ ૪૫ વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો.
શેષ જીવન
[ફેરફાર કરો]બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા.
મહાપરિનિર્વાણ
[ફેરફાર કરો]ચારિકા કરતા કરતા તેમના અંતીમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા. ત્યાં તેમણે ચુંદ નામના એક લુહારના ઘરે અંતિમ ભોજન લીધું. તે પછી તેઓ બીમાર પડી ગયા. તે નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા કુસીનારા (હાલનું બિહાર) નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેઓ ૮૦ વર્ષની ઉમરે પરિનિર્વાણ પામ્યા. તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગિક માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી. તેમણે આપેલ અંતિમ ઉપદેશ હતો - " સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો."
ગૌતમ બુદ્ધ અને અન્ય ધર્મ
[ફેરફાર કરો]ગૌતમ બુદ્ધે કોઇ અવતાર કે પયગંબર હોવાનો દાવો કર્યો નથી. કેટલાક હિંદુઓ બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર માને છે. તો અહમદિયા મુસલમાન બુદ્ધને પયગંબર[૧][૨][૩] અને બહાઈ પંથના લોકો ભગવાનનું રૂપ માને છે.[૪] શરૂઆતમાં કેટલાક તાઓવાદી-બૌદ્ધ બુદ્ધને લાઓ ત્સેના અવતાર માનતા હતા.[૫]
ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર
[ફેરફાર કરો]'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.."
ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર એ બુદ્ધ ધર્મ વિશે કહ્યું હતું કે,"મને તે ધર્મ પસંદ છે જે સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારાને શીખવે છે."
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Islam and the Ahmadiyya jamaʻat. Retrieved 15 November 2013.
- ↑ "Buddhism". Islam International Publications. મેળવેલ 9 September 2010.
- ↑ "An Overview". Alislam. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૦.
- ↑ Smith, Peter (૨૦૦૦). "Manifestations of God". A concise encyclopedia of the Bahá'í Faith. Oxford: Oneworld Publications. પૃષ્ઠ 231. ISBN 1-85168-184-1.
- ↑ The Cambridge History of China, Vol.1, (The Ch'in and Han Empires, 221 BC—220 BC) ISBN 0-521-24327-0 hardback
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |