બૌદ્ધ ધર્મ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બોધગયા ખાતે આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમા. બોધગયામાં ભગવાન ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થઇ હતી.[૧]

બૌદ્ધ ધર્મનો જન્મ ભારતમાં થયો હતો. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેનો ફેલાવો પાછળથી ચીન દેશમાં વધુ થયો. ભગવાન બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ.પૂ. ૫૬૩ના વર્ષમાં ભારતના કપીલવસ્તુ નગરમાં થયો હતો. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધબૌદ્ધ ધર્મના સ્થાપક છે. જો કે બૌદ્ધ આ અવતારવાદમા આસ્થા ધરાવતા નથી. ઇ.સ. પુર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ 80 વર્ષ સુધી જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

બોધગયા નગરમાં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ 'ટ્રીપીતક' છે જે પાલી ભાષામાં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં સત્યનું અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને 'અષટઆત' માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]