વિષ્ણુ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શેષશાયી ભગવાન વિષ્ણુ, અને તેમની ચરણસેવા કરી રહેલા મા લક્ષ્મી

વિષ્ણુહિંદુ ધર્મ પ્રમાણે ભગવાન છે. મહાભારતમાં વિષ્ણુ ભગવાનનાં સહસ્ત્ર નામનો ઉલ્લેખ આવે છે. જગત ના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરેલા વિષ્ણુનાં લક્ષ્મી માતા પગ ચાંપે છે અને તેમંના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. તેમંના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમંનું વાહન ગરુડ છે. શ્યામવર્ણા સુશોભિત જુવાન માફક દેખાય છે. તેમંને ચાર હાથ હોવાથી તે ચતુર્ભુજ કહેવાય છે. એક હાથમાં પાંચજન્ય શંખ છે, બીજામાં સુદર્શન ચક્ર, ત્રીજામાં કૌમોદકી ગદા અને ચોથામાં પહ્મ હોય છે. તેમંની છાતી ઉપર કૌસ્તુભ છે.