પુરાણ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પુર્ણ સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. વેદ અને ઉપનિષદમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહેવામાં આવ્યા છે, તે જ સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહેવામાં આવ્યા છે. પુરાણો અઢાર છે. તેમના નામ અને તેમના શ્લોકની સંખ્યા (કૌંસમાં આપ્યા પ્રમાણે) આ પ્રમાણે છે.


બ્રહ્મ પુરાણ (૧૦,૦૦૦), પદ્મ પુરાણ (૫૫,૦૦૦), વિષ્ણુ પુરાણ (૨૩,૦૦૦), શિવ પુરાણ (૨૪,૦૦૦), શ્રીમદ્ ભાગવતમ્ (૧૮,૦૦૦), નારદ પુરાણ (૨૫,૦૦૦), માકઁડેય પુરાણ (૯,૦૦૦), અગ્નિ પુરાણ (૧૫,૪૦૦), ભવિષ્ય પુરાણ (૧૪,૫૦૦), બ્રહ્મવૈવર્ત પુરાણ (૧૮,૦૦૦), લિંગ પુરાણ (૧૧,૦૦૦), વરાહ પુરાણ (૨૪,૦૦૦), સ્કંદ પુરાણ (૮૧,૧૦૦), વામન પુરાણ (૧૦,૦૦૦), કૂર્મ પુરાણ (૧૭,૦૦૦), મત્સ્ય પુરાણ (૧૪,૦૦૦), ગુરુડ પુરાણ (૧૯,૦૦૦) અને બ્રહ્માંડ પુરાણ (૧૨,૦૦૦) આમ, અઢાર પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ચાર લાખ થાય છે.


આ અઢારપુરાણો ઉપરાંત ઉપ પુરાણ પણ અઢાર છે. જેવા કે સનત પુરાણ, નારસિંહ પુરાણ, નારદ પુરાણ, શૈવ પુરાણ, કપિલ પુરાણ, માનવ પુરાણ, ઔશનસ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, સાંબ પુરાણ, સૌર પુરાણ, આદિત્ય પુરાણ, માહેશ્વર પુરાણ, દેવી ભાગવત, વસિષ્ઠ પુરાણ, નંદિ પુરાણ, પારાશ પુરાણ અને દુર્વાસા પુરાણ.