સ્તોત્ર

વિકિપીડિયામાંથી

સ્તોત્ર એ ભારતીય ઉપખંડોમાંના હિંદુ ધર્મ તેમ જ જૈન ધર્મના લોકો માટેનું આધ્યાત્મિક પદ્ય સાહિત્ય છે. સ્તોત્ર દ્વારા ભાવિકો પોતાના ઈષ્ટદેવની સ્તુતિ કરે છે. સ્તોત્રમાં મોટે ભાગે ઈષ્ટદેવનો મહિમા ગાવામાં આવે છે. સ્તોત્રની રચના કરવાનો હેતુ ભક્તોની આધ્યાત્મિકતાને ઉચ્ચ સ્તરે લઇ જવાનો હોય છે. સામાન્ય નજરે જોતાં માત્ર ભગવાનની ગુણસ્તુતિ લાગતા આ સ્તોત્રના અંતરાલમાં ગહન ભાવનાઓ રહેલી હોય છે. સ્તોત્રનો દરેક શબ્દ અનેક અર્થછાયાઓ ધરાવતો હોય છે. આથી જ બાહ્ય રીતે ભક્તિના આ કાર્ય દરમ્યાન આંતરીક અધ્યાત્મ સાધના ચાલે છે.