લખાણ પર જાઓ

રામ

વિકિપીડિયામાંથી
રામ
  • આદર્શ પુરુષ[]
  • ધર્મનું મૂર્ત સ્વરૂપ[]
દશાવતારના સભ્ય
૧૯મી સદીના પ્રારંભમાં તીર પકડતા રામનું ચિત્રણ
જોડાણો
  • દેવ
  • વિષ્ણુનો સાતમો અવતાર
  • બ્રાહ્મણ (વૈષ્ણવ, ખાસ કરીને રામાનંદી સંપ્રદાય)
પુરોગામીદશરથ
અનુગામીલવ
રહેઠાણ
મંત્રજય શ્રીરામ
જય સિયારામ
હરે રામા
શસ્ત્રધનુષ્ય અને તીર
સેનાવાનર સેના
દિવસગુરુવાર
ગ્રંથો
લિંગપુરુષ
ઉત્સવો
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
સરયૂ નદી, અયોધ્યા, કોશલ (વર્તમાન ઉત્તર પ્રદેશ, ભારત)
જીવનસાથીસીતા[]
બાળકો
માતા-પિતા
સહોદર
કુળરઘુવંશ-સૂર્યવંશ
રામ જન્મભૂમિના રામ મંદિરમાં રામની પ્રતિમા

રામ હિંદુ ધર્મના એક પ્રમુખ અને લોકપ્રિય ભગવાન છે. તેઓ વિષ્ણુના સાતમા અવતાર તરીકે અવતર્યા હતા. પોતાના ઉચ્ચ મૂલ્યો અને ચારિત્ર્યને કારણે તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેમને પરાક્રમ, વિદ્યા, ચારિત્ર્ય અને ધર્મની રક્ષા કરનાર માનવામાં આવે છે. હિંદુ ધર્મની રામકેન્દ્રી પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ ભગવાન માનવામાં આવે છે.[]

કોશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં ચૈત્ર સુદ નવમીના ના રોજ રામચંદ્રજીનો જન્મ થયો હતો. તેમના ભાઈ-બહેનોમાં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થાય છે. તેમણે સીતા સાથે લગ્ન કર્યા હતા. રાજવી પરિવારમાં જન્મેલા હોવા છતાં, હિન્દુ ગ્રંથોમાં રામના જીવનનું વર્ણન મુશ્કેલ સંજોગોમાં દેશનિકાલ, નૈતિક પ્રશ્નો અને નૈતિક દ્વિધાઓ જેવા અણધાર્યા ફેરફારો દ્વારા પડકારવામાં આવ્યું છે.[] તેમની તમામ મુશ્કેલીઓમાં, સૌથી નોંધપાત્ર બાબત રાક્ષસ-રાજા રાવણ દ્વારા સીતાનું અપહરણ છે, ત્યારબાદ રામ અને લક્ષ્મણે દુષ્ટ રાવણનો નાશ કરવા માટે અને સીતાની સ્વતંત્રતા આટે કરેલા પ્રયત્નોની લીલા છે. રામ, સીતા અને તેમના સાથીઓની સમગ્ર જીવનકથામાં વ્યક્તિની ફરજો, અધિકારો અને સામાજિક જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી છે. તે આદર્શ પાત્રો દ્વારા ધર્મ અને ધાર્મિક જીવનને સમજાવે છે.[][]

વૈષ્ણવ ધર્મ માટે રામનું વિશેષ મહત્વ છે. તેઓ પ્રાચીન હિંદુ મહાકાવ્ય રામાયણના કેન્દ્રીય વ્યક્તિ છે, જે દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાની સંસ્કૃતિઓમાં ઐતિહાસિક રીતે લોકપ્રિય ગ્રંથ છે.[][][] તેમની પ્રાચીન દંતકથાઓએ ભાષ્ય (ભાષ્યો) અને વિસ્તૃત ગૌણ સાહિત્યને આકર્ષિત કર્યું છે અને પ્રદર્શન કલાને પ્રેરિત કરી છે. ઉદાહરણ તરીકે, આવા બે ગ્રંથો છે, અધ્યાત્મ રામાયણ - એક આધ્યાત્મિક અને ધર્મશાસ્ત્રીય ગ્રંથ જેને રામાનંદી મઠો દ્વારા પાયારૂપ માનવામાં આવે છે,[૧૦] અને શ્રી રામ ચરિત માનસ - એક લોકપ્રિય ગ્રંથ જે ભારતમાં દર વર્ષે શરદ ઋતુ દરમિયાન હજારો રામલીલા મહોત્સવના પ્રદર્શનને પ્રેરિત કરે છે.[૧૧][૧૨][૧૩]

રામની દંતકથાઓ જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ જોવા મળે છે, જો કે આ ગ્રંથોમાં તેમને ક્યારેક પૌમા અથવા પદ્મા પણ કહેવામાં આવે છે,[૧૪] અને તેમની વિગતો હિન્દુ સંસ્કરણોથી નોંધપાત્ર રીતે અલગ પડે છે.[૧૫] જૈન ગ્રંથોમાં ૬૩ શલાકાપુરુષોમાં રામનો આઠમા બલભદ્ર તરીકે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.[૧૬][૧૭][૧૮] શીખ ધર્મમાં દશમ ગ્રંથમાં ચૌબિસ અવતારમાં વિષ્ણુના ચોવીસ દિવ્ય અવતારોમાંના એક તરીકે રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[૧૯]

વ્યુત્પત્તિશાસ્ત્ર અને નામકરણ

રામને રમણ, રામા, અને રામચંદ્ર તરીકે પણ ઓળખાય છે. રામ એ વૈદિક સંસ્કૃત શબ્દ છે જેના બે પ્રાસંગિક અર્થ થાય છે. અથર્વવેદના સંદર્ભમાં, મોનિઅર-વિલિયમ્સના નિષ્પાદન અનુસાર તેનો અર્થ "શ્યામ, ઘેરા રંગનો, કાળો" થાય છે અને તે રાત્રિ શબ્દ સાથે સંબંધિત છે જેનો અર્થ થાય છે રાત. અન્ય સંદર્ભ ગ્રંથો જેવા કે, વૈદિક ગ્રંથોમાં મુજબ, આ શબ્દનો અર્થ "આનંદદાયક, આનંદકારક, મોહક, સુંદર, સુંદર" એવો થાય છે.[૨૦] આ શબ્દનો ઉપયોગ કેટલીક વાર વિવિધ ભારતીય ભાષાઓ અને ધર્મોમાં પ્રત્યય તરીકે કરવામાં આવે છે, જેમ કે બૌદ્ધ ગ્રંથોમાં પાલી, જ્યાં - રામ સંમિશ્રિત શબ્દમાં "મનને આનંદદાયક, મનોહર" ની ભાવના ઉમેરે છે.[૨૧]

વૈદિક સાહિત્યમાં રામ નામ સૌ પ્રથમ બે સંરક્ષક નામો - માર્ગાવેય અને ઔપતાસ્વિની સાથે સંકળાયેલો છે, જે વિવિધ વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. રામ, જમદજ્ઞ્ય નામની ત્રીજી વ્યક્તિ હિન્દુ પરંપરામાં ઋગ્વેદના સ્તોત્ર ૧૦.૧૧૦ ના કથિત લેખક છે.[૨૦] પ્રાચીન સાહિત્યમાં રામ શબ્દ ત્રણ વ્યક્તિઓ માટે આદરણીય પરિભાષામાં જોવા મળે છે:

  1. પરશુ-રામ, વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે. તેમને ઋગ્વેદ ખ્યાતિના રામ જમદજ્ઞય સાથે જોડવામાં આવે છે.
  2. રામ-ચંદ્ર, વિષ્ણુના સાતમા અવતાર અને પ્રાચીન રામાયણ ખ્યાતિના રૂપમાં.
  3. બલ-રામ, જેમને હલાયુધ પણ કહેવામાં આવે છે, તે કૃષ્ણના મોટા ભાઈ તરીકે ઓળખાય છે, જે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની દંતકથાઓમાં જોવા મળે છે.

હિન્દુ ગ્રંથોમાં, પૌરાણિક કથાઓમાં ઘણા જુદા જુદા વિદ્વાનો અને રાજાઓ માટે રામ નામ વારંવાર જોવા મળે છે.[૨૦] આ શબ્દ પ્રાચીન ઉપનિષદો અને અરણ્યકના વૈદિક સાહિત્યના વિવિધ આયામો તેમજ સંગીત અને ઉત્તર વૈદિક સાહિત્યમાં પણ જોવા મળે છે, પરંતુ તે એવી કોઈ વસ્તુ અથવા વ્યક્તિના સંદર્ભમાં જોવા મળે છે જે "મોહક, સુંદર, મનોહર" હોય અથવા "અંધકાર, રાત" ને ભાષાયિત કરતો હોય.[૨૦]

રામ નામનો વિષ્ણુ અવતાર અન્ય નામોથી પણ ઓળખાય છે. તેમને રામચંદ્ર (સુંદર, સુંદર ચંદ્ર),[૨૨] અથવા દશરથી (દશરથના પુત્ર) અથવા રાઘવ (રઘુના વંશજ, હિન્દુ બ્રહ્માંડશાસ્ત્રમાં સૌર વંશજ) કહેવામાં આવે છે.[૨૦][૨૩] તેમને રામ લલ્લા (રામનું શિશુ સ્વરૂપ) તરીકે પણ ઓળખવામાં આવે છે.[૨૪]

આ પણ જુઓ

સંદર્ભ

  1. SATTAR, ARSHIA (20 October 2020). Maryada: Searching for Dharma in the Ramayana (અંગ્રેજીમાં). HarperCollins Publishers, India. ISBN 978-93-5357-713-1. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  2. "Dharma Personified". The Hindu. 5 August 2011. મેળવેલ 16 January 2021. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. James G. Lochtefeld 2002, p. 555.
  4. Tulasīdāsa (1999). Sri Ramacaritamanasa. Prasad, RC વડે અનુવાદિત. Motilal Banarsidass. pp. 871–872. ISBN 978-81-208-0762-4.
  5. ૫.૦ ૫.૧ William H. Brackney (2013). Human Rights and the World's Major Religions, 2nd Edition. ABC-CLIO. pp. 238–239. ISBN 978-1-4408-2812-6.
  6. Roderick Hindery (1978). Comparative Ethics in Hindu and Buddhist Traditions. Motilal Banarsidass. pp. 95–124. ISBN 978-81-208-0866-9.
  7. Vālmīki (1990). The Ramayana of Valmiki: Balakanda. Goldman, Robert P. વડે અનુવાદિત. Princeton University Press. p. 3. ISBN 978-1-4008-8455-1.
  8. Dimock Jr, E.C. (1963). "Doctrine and Practice among the Vaisnavas of Bengal". History of Religions. 3 (1): 106–127. doi:10.1086/462474. JSTOR 1062079. S2CID 162027021. {{cite journal}}: Unknown parameter |s૨cid= ignored (મદદ)
  9. Marijke J. Klokke (2000). Narrative Sculpture and Literary Traditions in South and Southeast Asia. BRILL. pp. 51–57. ISBN 90-04-11865-9.
  10. Ramdas Lamb 2012, p. 28.
  11. Schechner, Richard; Hess, Linda (1977). "The Ramlila of Ramnagar [India]". The Drama Review: TDR. 21 (3). The MIT Press: 51–82. doi:10.2307/1145152. JSTOR 1145152.
  12. James G. Lochtefeld 2002, p. 389.
  13. Jennifer Lindsay (2006). Between Tongues: Translation And/of/in Performance in Asia. National University of Singapore Press. pp. 12–14. ISBN 978-9971-69-339-8.
  14. Dalal 2010, pp. 337-338.
  15. Peter J. Claus; Sarah Diamond; Margaret Ann Mills (2003). South Asian Folklore: An Encyclopedia : Afghanistan, Bangladesh, India, Nepal, Pakistan, Sri Lanka. Taylor & Francis. p. 508. ISBN 978-0-415-93919-5.
  16. King, Anna S. (2005). The intimate other: love divine in Indic religions. Orient Blackswan. pp. 32–33. ISBN 978-81-250-2801-7.
  17. Matchett, Freda (2001). Krishna, Lord or Avatara?: the relationship between Krishna and Vishnu. 9780700712816. pp. 3–4. ISBN 978-0-7007-1281-6.
  18. James G. Lochtefeld 2002, pp. 72-73.
  19. Robin Rinehart 2011, pp. 14, 28–30.
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ ૨૦.૩ ૨૦.૪ "Monier-Williams Sanskrit-English Dictionary --र". sanskrit.inria.fr. મેળવેલ 6 March 2021. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  21. Thomas William Rhys Davids; William Stede (1921). Pali-English Dictionary. Motilal Banarsidass. p. 521. ISBN 978-81-208-1144-7.
  22. Asko Parpola (1998). Studia Orientalia, Volume 84. Finnish Oriental Society. p. 264. ISBN 978-951-9380-38-4.
  23. Wagenaar, Hank W.; Parikh, S. S. (1993). Allied Chambers transliterated Hindi-Hindi-English dictionary. Allied Publishers. p. 528. ISBN 978-81-86062-10-4.
  24. "Ayodhya Case Verdict: Who is Ram Lalla Virajman, the 'Divine Infant' Given the Possession of Disputed Ayodhya Land". News18. 9 November 2019. મેળવેલ 4 August 2020. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)

પૂરક વાંચન

બાહ્ય કડીઓ