કૈકેયી

વિકિપીડિયામાંથી
કૈકેયી
કૈકેયીના રામને વનવાસ મોકલવાનું વચન પૂરું કરતા દશરથ (અયોધ્યા કાંડ હસ્તપ્રતનું ચિત્ર)
મહાકાવ્યરામાયણ
માહિતી
કુટુંબઅશ્વપતિ (પિતા)
જીવનસાથીદશરથ
બાળકોભરત (પુત્ર)

કૈકેયી એ ભારતીય ઉપખંડના મહાકાવ્ય પૈકીના એક એવા રામાયણમાં વર્ણવ્યા મુજબ ભગવાન રામના ભાઈ ભરતના માતૃશ્રી અને રાજા દશરથનાં ધર્મપત્ની હતી. રાજા દશરથને કૈકેયી ઉપરાંત કૌશલ્યા અને સુમિત્રા એમ બીજી પણ બે રાણીઓ હતી.

રાજા દશરથની ત્રણેય પત્નીઓમાંથી કૈકેયીનો સૌથી વધુ પ્રભાવ હતો. તેણીની અગાઉ કેકેય દેશની રાજકુમારી હતી. યુદ્ધના સમયે તેણીએ તેના પતિના સક્ષમ સલાહકાર તરીકે સેવા આપી હોવાનું વર્ણવવામાં આવે છે. તેણી ભરતની માતા છે. શરૂઆતમાં તેના સાવકા પુત્ર, રાજકુમાર રામ પ્રત્યે પ્રેમ અને માતૃભાવ હતો પરંતુ તેના મનમાં તેની દાસી મંથરા દ્વારા ઝેર ભરવામાં આવ્યું જેના પ્રભાવ હેઠળ રામને ચૌદ વર્ષ માટે વનમાં દેશનિકાલ કરવામાં આવે છે.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

જન્મ અને પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

કૈકેયીનો જન્મ કેકેયના રાજા અશ્વપતિને ત્યાં તેની માતાને દેશનિકાલ કરવામાં આવી તેના થોડા સમય પહેલાં થયો હતો. તેનો ઉછેર તેની ખૂંધવાળી દાસી મંથરા દ્વારા તેના સાત ભાઈઓ સાથે થયો હતો, જેમાં તેના જોડિયા ભાઈ યુધજિતનો પણ સમાવેશ થાય છે.

વરદાન[ફેરફાર કરો]

દેવો અને અસુરો વચ્ચેના યુદ્ધમાં, દશરથ રાજા કૈકેયી સાથે દેવલોકમાં ગઈ, જેથી ઇન્દ્રને અસુરો સામે લડવામાં મદદ મળી શકે. શંભરાસુર અને તેના અસુરોની સેના દ્વારા કાર્યરત જાદુગરીને કારણે દેવોને નુકસાન થયું હતું. રથ પર સવાર થઈને દશરથે એક સાથે દસ દિશામાં અસુરોનો સામનો કર્યો. આ યુદ્ધમાં, તેમના રથને ઝડપી રીતે દરેક દિશામાં ફેરવવો પડ્યો. યુદ્ધ દરમિયાન, એક પૈડાની કળ બહાર નીકળી ગઈ અને પૈડું નીકળવાની તૈયારીમાં જ હતું કે કૈકેયીએ પોતાનો અંગૂઠો કળના છિદ્રમાં દાખલ કર્યો અને રથને સ્થિર રાખ્યો. જ્યારે રાજાને કૈકેયીની મનઃસ્થિતિ અને સમયસૂચકતાની જાણ થઈ ત્યારે તેઓ પ્રસન્ન થયા અને તેને બે વરદાન અર્પણ કર્યા. રાણીએ કહ્યું કે તેણી ભવિષ્યમાં તે બે વરદાન માંગશે, કારણ કે તે સમયે તેણી કંઈ પણ ઇચ્છા રાખતી નહોતી.

મંથરાનો પ્રભાવ અને રામનો વનવાસ[ફેરફાર કરો]

મંથરાએ રાણી કૈકેયીને રાજકુમાર રામને ઉશ્કેરવા માટે ચાલાકી કરી.

પ્રાચીન કાળના રિવાજ હેઠળ દશરથે રાજવી સભાની સંમતિથી રામને પોતાના વારસદાર તરીકે પસંદ કર્યા. રાજ્યાભિષેક દરમિયાન કૈકેયી પોતાના દીકરાનો રાજ્યાભિષેક હોય એટલી જ ખુશ હતી. જો કે, કૈકેયીની પરિચારિકા મંથરાને ડર હતો કે જો રામ રાજગાદી પર બિરાજમાન થશે તો કૈકેયી રાજદરબારમાં મુખ્ય રાણી તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવી દેશે, કારણ કે કૌશલ્યા રાણી માતા બનશે. તેણે રાજ્યાભિષેકમાં અડચણ ઊભી કરવાનું નક્કી કર્યું. તેણે કૈકેયી અને કૌશલ્યા વચ્ચેની ઈર્ષ્યાને વેગ આપવાનો પ્રયત્ન કર્યો અને તેને યાદ દેવડાવ્યું કે તેના પુત્રનો રાજ્યાભિષેક થવાથી કૌશલ્યાને દશરથની રાણીઓમાં સૌથી મહત્ત્વનો દરજ્જો મળશે અને તે ભરતને ઉત્તરાધિકારની હરોળમાંથી હંમેશ માટે અલગ કરી નાખશે, પણ તે સમયે કૈકેયી પર તેની કોઈ અસર થઈ નહોતી.[૧]

મંથરાએ પાછળથી કૈકેયીને દશરથ દ્વારા વર્ષો પહેલાં આપેલા બે વરદાનની માંગ કરવા માટે મનાવી લીધી. રાજા દશરથને તેની પૂર્તિ કરવાની ફરજ પડી હતી. કૈકેયીએ એવી માંગણી કરી કે ભરતને રાજા બનાવવામાં આવે અને રામને ચૌદ વર્ષ માટે વનમાં મોકલવામાં આવે. આ સાંભળીને દશરથ મૂંઝાઈને પડી ગયા અને કૈકેયીના મહેલમાં દયનીય હાલતમાં રાત પસાર કરી.[૧]

વિધવાપણું અને પછીનું જીવન[ફેરફાર કરો]

રામને અયોધ્યાથી વનવાસ આપ્યાના છ દિવસ પછી, દશરથ ભાંગી પડેલા હૃદયથી મૃત્યુ પામ્યા. કૈકેયીને આ મૃત્યુ માટે દોષી ઠેરવવામાં આવી. આ ઉપરાંત ભરતે ક્યારેય પણ સિંહાસન પર ન બેસવાના સોગંદ લીધા હતા, કારણ કે તે તેના મોટા ભાઈનો જન્મસિદ્ધ અધિકાર હતો. રાજકુમાર ભરતે તેમના પિતાના મૃત્યુ માટે તેણીને દોષી ઠેરવી અને શપથ લીધા કે હવેથી તેણીને "માતા" તરીકે ક્યારેય સંબોધન નહીં કરે. પોતાની ભૂલ સમજીને કૈકેયીએ પોતાના પ્રિય સાવકા દીકરાને ચૌદ વર્ષ માટે દૂર મોકલવાનો પશ્ચાતાપ કર્યો.

રામના પાછા ફર્યા પછી, તેણીએ તેના પાપો માટે તેમની પાસે માફી માંગી. રામે તેમના ચરણસ્પર્શ કર્યા અને કહ્યું કે માફી માંગવાની જરૂર નથી, કારણ કે જે કંઈ પણ થયું તેનાથી તેમને ખરાબ નથી લાગ્યું. તેમણે આગ્રહ કર્યો કે ભરત તેની માતાને માફ કરી દે. કૈકેયીનો બચાવ કરતાં રામે ભરતને એવી દલીલ પણ કરી કે માતાએ જે પણ કર્યું તે તેમના બાળકોના ઉત્કર્ષ માટે હતું, તેમના પોતાના માટે નહીં, તેથી તેમની સાથે ગુસ્સે થવું યોગ્ય નથી.

મૂલ્યાંકન[ફેરફાર કરો]

કૈકેયી દશરથ દ્વારા તેને આપવામાં આવેલા બે વરદાનોનો આગ્રહ કરે છે

કૈકેયીનું વ્યક્તિત્વ અને તેમના સંબંધો વાલ્મીકિ રામાયણના અયોધ્યા કાંડમાં એકદમ પ્રગટ થાય છે.[૨] કૈકેયીએ રાજા દશરથ સાથે લગ્ન કર્યા પછી પણ પોતાના માતૃ પરિવાર સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા. તેનો ભાઈ યુધજીત તેને ઘણી વાર મળવા આવે છે અને પુત્ર ભરતના જીવનમાં ઊંડો રસ લે છે. તે ઘણી વાર ભરત અને શત્રુઘ્નને ઉનાળા દરમિયાન કૈકેય રાજ્યમાં લઈ જાય છે.[૩]

કૈકેયીએ તેના પતિ દશરથને જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે દંડકના જંગલમાં મદદ કરી હતી. પૌરાણિક કથાઓ અનુસાર, કૈકેયીએ યુદ્ધમાં રાજાને બચાવ્યા હતા, પરંતુ તેનો ડાબો હાથ હીરા (સંતનું વરદાન) જેવો મજબૂત હતો, તેથી યુદ્ધો દરમિયાન રાજા તેનો સાથ લેતો હતો.

કૈકેયી રાજાની પ્રિય રાણી હતી. કૈકેયીના સ્વભાવને મનમોજી અને અનપેક્ષિત તરીકે વર્ણવવામાં આવે છે. તે મોટે ભાગે સૌમ્ય હતી, પણ એ સ્પષ્ટ છે કે રાજા પોતાની અન્ય રાણીઓ સાથે સમય વિતાવે તે તેને ગમતું ન હતું. રાજા દશરથે ઉલ્લેખ કર્યો છે કે કૈકેયીના ક્રોધાવેશ અને માલિકીભાવના ડરને કારણે તે તેની રાણી કૌશલ્યા સાથે પ્રેમથી વર્ત્યો ન હતો.

અયોધ્યાની ગાદી પર ચાર રાજકુમારોના અધિકારોને સમજવાની વાત આવી ત્યારે કૈકેયી લગભગ નાદાન લાગતી હતી. તે ભોળાપણે પોતાની દાસી મંથરાને કહે છે કે ભરત રામ પછી અયોધ્યા પર શાસન કરી શકે છે, તેને પ્રાચીન કાળનો નિયમ સમજાતો નથી. મંથરા જ કૈકેયીને ઉત્તરાધિકારની રીતથી શિક્ષિત કરે છે.

પુત્ર ભરતના કલ્યાણના નામે કૈકેયીનો નિષ્કપટ સ્વભાવ અને સૌમ્યતા હઠીલાપણામાં અને સત્તાની ભૂખમાં પરિવર્તિત થઈ ગયાં હતાં. ભરત તેના વિચારોનો જોરશોરથી વિરોધ કરે છે અને કોઈ દોષ વિના યોગ્ય વારસદાર રામને વનમાં કાઢી મૂકવાના તેના કૃત્ય બદલ તેને ધિક્કારે છે. રાજા દશરથ તેની સાથે દલીલ કરવાનો પ્રયત્ન કરે છે, રાજ્યની સ્થિરતા, લોકોની ઇચ્છા અને રામને તાજ પહેરાવવાના દરબારના નિર્ણયના સંદર્ભમાં દલીલ કરે છે; જેમાંથી કોઈ પણ તેને વાજબી લાગતું નથી. છેવટે, રાજા દશરથ તેનો ત્યાગ કરે છે, અને તેમ છતાં તે પોતાને તેનાથી અલગ કરવામાં અસમર્થ છે. તે રાણીના કક્ષની બહારના દરેકના અપમાનના ડરથી તેના કક્ષમાં દુઃખમાં ડૂબેલો રાત્રિ પસાર કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Sivaraman, Krishna (1989). Hindu Spirituality: Vedas Through Vedanta (અંગ્રેજીમાં). Motilal Banarsidass Publishe. ISBN 978-81-208-1254-3.
  2. "Valmiki Ramayana". Valmiki Ramayana. મૂળ માંથી 13 જાન્યુઆરી 2007 પર સંગ્રહિત. મેળવેલ 12 June 2017.
  3. Mani 2015.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

બાહ્ય કડી[ફેરફાર કરો]