ઉત્તરરામચરિત
દેખાવ
ઉત્તરરામચરિત એ ભવભૂતિ (આઠમી સદી) દ્વારા રચવામાં આવેલું સંસ્કૃત નાટક છે. રામના સીતાત્યાગને કેન્દ્રમાં રાખીને રામના ઉત્તરજીવનનું કથાવસ્તુ લઈને રચાયેલ આ નાટક કુલ સાત અંકો ધરાવે છે. આ નાટકમાં રામના રાજ્યાભિષેક પછીના બનાવોને આવરી લેવામાં આવ્યા છે. કલાદ્રષ્ટિએ આ નાટકનો પ્રધાન રસ કરૂણ છે, જ્યારે નાટ્યદ્રષ્ટિએ આ નાટકનો પ્રધાન રસ વિપ્રલંભ શૃંગાર છે.[૧][૨]
કથાવસ્તુ
[ફેરફાર કરો]નાટકના પહેલા અંકમાં સીતાત્યાગનો પ્રસંગ આવે છે. બાકીના અંકોમાં આ ઘટનાના આઘાત-પ્રત્યાઘાતો કલામય આલેખન કરવામાં આવ્યું છે.[૨]
અનુવાદો
[ફેરફાર કરો]આ નાટકનો ગુજરાતીમાં અનુવાદ મણિલાલ દ્વિવેદી તથા ઉમાશંકર જોશીએ કર્યો છે.[૩][૪]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ બેટાઈ, રમેશ (October 2004). "ઉત્તરરામચરિત". In ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ખંડ ૩ (ઈ – ઔ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૭૨–૭૩. OCLC 165498358.
- 1 2 પંડ્યા, વિજય (૧૯૯૬). "ઉત્તરરામચરિત". In ટોપીવાળા, ચંદ્રકાન્ત; દવે, રમેશ ર. (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ (સાહિત્યિક પ્રકીર્ણ). ખંડ ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૫૭–૫૮. OCLC 26636333.
- ↑ Jhaveri, Mansukhlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. p. 104. OCLC 639128528.
- ↑ योगेन्द्र प्रताप सिंह; त्रिभुवन राय (2015). भारतीय भाषाओं में रामकथा (गुजराती भाषा) (હિન્દીમાં). नयी दिल्ली: वाणी प्रकाशन. pp. ३३. ISBN 978-93-5229-054-3.