લખાણ પર જાઓ

ભવભૂતિ

વિકિપીડિયામાંથી

ભવભૂતિ (સંસ્કૃત: भवभूति) ભારતના ૮મી શતાબ્દીના નાટ્ય અને કાવ્ય જેવા સંસ્કૃત સાહિત્યના વિદ્વાન સાહિત્યકારોમાંના એક હતા. તેમનાં નાટકો કાલિદાસના નાટકોની સમકક્ષ ગણાય છે. તેમનો જન્મ મધ્ય ભારતના, હાલના મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના સરહદી વિસ્તાર એવા, વિદર્ભક્ષેત્રના ગોંદિયા જિલ્લાના પદ્મપુરા ગામના દેશસ્થ બ્રાહ્મણ પરિવારમાં થયેલો. તેમનું સાચું નામ શ્રીકાંત નિલકંઠ હતું, તેમના માતા-પિતાનું નામ જતુકર્ણી અને નિલકંઠ હતું. તેમણે ગ્વાલિયરથી દક્ષિણ-પશ્ચિમે ૪૨ કિ.મી. દૂર આવેલા પદ્મપવય નામના સ્થાને, તેમના ગુરુ તરીકે જાણીતા પરમહંસ ધ્યાનનિધિ પાસેથી, શિક્ષણ પ્રાપ્ત કરેલું. તેમણે તેમનું ઐતિહાસિક નાટક "કલ્પી" યમુના નદીના કિનારે રચેલું. એમ મનાય છે કે તેઓ કનોજના રાજા યશોવર્ધનના રાજકવિ હતા.

સંદર્ભો[ફેરફાર કરો]