લખાણ પર જાઓ

કેસરી

વિકિપીડિયામાંથી
કેસરી
માહિતી
કુટુંબબૃહસ્પતિ (પિતા)
જીવનસાથીઅંજના
બાળકોહનુમાન

કેસરીરામાયણના એક પાત્ર એવા હનુમાન ના પિતા હતા. તે એક વાનર હતા અને અંજના સાથે તેમનો વિવાહ થયો હતો.[] હનુમાનના જન્મ પહેલા તેઓ પવિત્ર સ્થળોની યાત્રા કરતાં અને જે સ્થળે સુંદર વન મળે ત્યાં તે લાંબા સમય માટે રોકાઈને ધ્યાન કરતા. પુત્ર પ્રાપ્તિ માટે તેમણે અંજના સાથે મળી તેમણે શિવની આરાધના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવે તેમને ત્યાં જન્મ લીધો. તેનું નામ હનુમાન રાખવામાં આવ્યું. આથી શિવની જેમ હનુમાનને પણ રુદ્ર એવા અન્ય નામે ઓળખવમાં આવે છે.

કેસરી એક શક્તિશાળી વાનર હતો. એક સમયે જ્યારે તેઓ ગોકર્ણમાં (કર્ણાટકનું એક શિવ તીર્થ) નિવાસ કરતા હતા તે સમયે તે ક્ષેત્રમાં શંબસદન નામનો એક રાક્ષસ ત્યાં રહેનારા ઋષિમુનિઓને ખૂબ રંજાડતો હતો. કેસરીએ તેને રોક્યો અને પોતાની મુષ્ટી વડે તેના પર પ્રહાર કર્યો. તેમની વચ્ચે ઉગ્ર દ્વંદ્વ યુદ્ધ થયું અને છેવટે કેસરીએ તે રાક્ષસને હણ્યો.[]

કેસરી સુગ્રીવની વાનર સેનાનો સેનાપતિ હતો. લંકામાં તેમણે સુગ્રીવ સેનામાં બહાદુરી પૂર્વક યુદ્ધ કર્યું હતું.

ફીલ્મોમાં

[ફેરફાર કરો]
વર્ષ નામ ચેનલ દેશ કલાકાર
૨૦૦૫ હનુમાન (૨૦૦૫ ફિલ્મ) N/A ભારત N/A
૨૦૧૫ સંકટમોચન મહાબલિ હનુમાન સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન ભારત ગગન કાંગ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Keśavadāsa; Krishna Prakash Bahadur (૧ જાન્યુઆરી ૧૯૭૬). Selections from Rāmacandrikā of Keśavadāsa. Motilal Banarsidass Publ. પૃષ્ઠ ૨૨–. ISBN 978-81-208-2789-9. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૨.
  2. Rama Balike Bhat (૩૦ સપ્ટેમ્બર ૨૦૦૬). The Divine Anjaneya: Story of Hanuman. iUniverse. પૃષ્ઠ ૬–. ISBN 978-0-595-41262-4. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૨.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]