ઋષિ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઋષિ વિશ્વામિત્ર કે જેઓ પૌરાણિક ભારતના એક આદરણીય સંત છે. હિન્દુ ગ્રંથો પ્રમાણે, તેમણે દેવોને પડકારીને અલગ સ્વર્ગનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઇન્દ્રએ તેમની શક્તિઓ થી ગભરાઈને મેનકા ને ધરતી પર ધ્યાનભંગ કરવા મોકલી હતી.

ઋષિ એ જ્ઞાની અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ છે. ઋષિઓ એ વેદ અને સ્મૃતિ (ઉપનિષદ, રામાયણ અને મહાભારતની ઋચાઓની) રચના કરી હતી. અનુવૈદિક હિન્દુ પરંપરાઓ કોઈ વ્યક્તિ કે જેણે સખ્ત તપ/ધ્યાન કર્યું છે અને જેની પાસે અંતિમ સત્ય અને ઊંડાણ વાળું જ્ઞાન છે તેના માટે ઋષિ શબ્દ વાપરે છે.[૧]

વ્યૂત્તપત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત વ્યાકરણવિદો ના મત પ્રમાણે શબ્દ ઋષિ એ સંસ્કૃત ધાતુ 'રશ ' પરથી ઉતરી આવ્યો છે કે જેનો બીજો અર્થ: "ચાલવું, હલવું" એમ થાય છે.[૨] વી એસ આપ્ટે અને મોનીએર વિલિયમન્સ બન્ને આ જ વ્યાખ્યા આપે છે.[૩]

આ શબ્દનો અન્ય અર્થ "વહેવું" એમ પણ થાય છે. [૪]

વેદ ના રચયિતા[ફેરફાર કરો]

વેદના રચયિતા તરીકે ઋષિઓ નો ઉલ્લેખ થાય છે. ખાસ કરીને, ઋગ્વેદ ના રચયિતા તરીકે ઋષિઓ વર્ણવાયા છે. સ્વામી વિવેકાનંદ ના મત પ્રમાણે ભારતમાં સૌથી પ્રથમ જ્ઞાન એ ઋષિઓ પાસે આવ્યું હતું.[૫]

મહિલા ઋષિને ઋષિકાઓ કહેવાય છે. ઋગ્વેદ રોમાશા, લોપામુદ્રા, અપાલા, કદ્રુ, વિશ્વવારા, જુહુ, યામી, ઈન્દ્રાણી, દેવયાની, પૌલોમી અને સાવિત્રીનો ઉલ્લેખ કરે છે.

સપ્તર્ષિ એ સાત ઋષિઓનું એક વર્ગીકરણ છે. એક અન્ય વર્ગીકરણ મુજબ, ઋષિઓનું વર્ગીકરણ - રાજર્ષિ, મહર્ષિ અને બ્રહ્મર્ષિ માં થાય છે.

ઇન્ડોનેશિયા અને ખ્મેર ના મંદિરોમાં ઋષિ[ફેરફાર કરો]

જાવાના મોટા ભાગના મધ્યકાલીન મંદિરો માં, ઋષિ અગત્સ્યની પ્રતિમા શિવમંદિર ના દક્ષિણ ભાગમાં જોવા મળે છે. ઋષિ અગત્સ્ય ને ઇન્ડોનેશિયામાં ફ્રા રેઉસી અક્ખોટ કહેવામાં આવે છે.[૬]

કંબોડીયા, મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસમાં રૂંએસી[ફેરફાર કરો]

રૂંએસી એ ભારતના ઋષિને સમતુલ્ય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Scharfe, Hartmut. (2002). Education in ancient India. Leiden: Brill. ISBN 1417524618. OCLC 228119314. Check date values in: |date= (મદદ)
  2. Aggarwal, Ashwini Kumar (2017-04-23). Dhatupatha of Panini. Glasstree. ISBN 9781534202542. Check date values in: |date= (મદદ)
  3. "Monier Monier-Williams". Wikipedia (અંગ્રેજી માં). 2019-05-04. Check date values in: |date= (મદદ)
  4. Monier-Williams, Sir Monier (1819–1899). Oxford Dictionary of National Biography. Oxford University Press. 2017-11-28. Check date values in: |date= (મદદ)
  5. http://www.swamivivekanandaquotes.org/2014/03/swami-vivekanandas-quotes-on-rishis-and-sages.html
  6. McDaniel, Justin (2013-06). "This Hindu Holy Man is a Thai Buddhist". South East Asia Research. 21 (2): 191–209. doi:10.5367/sear.2013.0151. ISSN 0967-828X. Check date values in: |date= (મદદ)