લખાણ પર જાઓ

મકરધ્વજ

વિકિપીડિયામાંથી
મકરધ્વજ
મકરધ્વજ
મકરધ્વજની પ્રતિમા, ગોરખનાથ મંદિર, ઓડદર, ગુજરાત.
માહિતી
કુટુંબહનુમાન (પિતા)

હિંદુ પૌરાણિક કથા અનુસાર મકરધ્વજ હનુમાનનો પુત્ર છે. મકરધ્વજનું એક મંદિર બેટ દ્વારકામાં આવેલુ છે. જેમાં હનુમાનજી અને તેમના પુત્રની મૂર્તિ એક સાથે છે.

લંકાને બાળ્યા પછી પોતાની પુંછડીની આગ ઓલાવવા હનુમાન સમુદ્રમાં પુંછડી બોળવા ગયા. તે સમયે તેમના પરસેવાનું એક ટીપું સમુદ્રમાંના શક્તિશાળી મકરના મુખમાં પડ્યું. તેમાંથી મકર ધ્વજનો જન્મ થયો.[][][]

એક અન્ય કથા અનુસાર લંકાને બાળ્યા પછી પોતાની પુંછડીની આગ ઓલાવવા હનુમાન સમુદ્રમાં પુંછડી બોળવા ગયા. તે સમયે તેમના શરીરની વધી ગયેલી અત્યંત ગરમી અને આત્યંતિક શ્રમને કારણે તેમના વીર્યનું એક ટીપું ઉત્સર્જીત થયું. તે ટીપું સમુદ્રમાંના શક્તિશાળી મકરના મુખમાં પડ્યું. તેમાંથી મકર ધ્વજનો જન્મ થયો.[]

આ માછલીને પાતાળ લોકમાં વસનારા અહીરાવણના લોકોએ પકડી લીધી. જ્યારે આ મકરનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી એક બાળક નીકળ્યો. તે મકરના નામ પરથી તેનું નામ મકરધ્વજ પડ્યું. તે બાળકની તાકાત ને શૌર્યને જોઈ અહીરાવણે તેને તેના રાજ્યના દરવાજાના રક્ષણનો ભાર સોંપ્યો.[][][]

રામાયણમાંની કથા

[ફેરફાર કરો]

વાલ્મીકિ રામાયણમાં આ વાર્તાનો ઉલ્લેખ નથી, તેમ છતાં અમુક સ્થાનીય સંસ્કરણમાં રામાયના પાત્રો સાથે આ વાર્તા કહેવાય છે. જ્યારે અહી રાવણ રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયો ત્યારે તેમના રક્ષણ માટે હનુમાને તેમનો પીછો કર્યો. [] પાતાળના દ્વાર પર અર્ધ વાનર અને અર્ધ મકર (મત્સ્ય) એવા પ્રાણીએ તેને પડકાર્યો. તેણે પોતાની જાતને વીર હનુમાન પુત્ર મકરધ્વજ તરીકે ઓળખાવ્યો.[][]

હનુમાને તેને કહ્યું કે તે જાતે જ હનુમાન છે, પણ તે આ જન્મ બ્રહ્મચારી હોવાથી તે તેનો પુત્ર હોઈ શકે નહિ. ત્યાર બાદ હનુમાને ધ્યાન ધરી મકરધ્વજના જન્મની ઉપર જણાવેલ બાબત જાણી.[સંદર્ભ આપો]

મકરધ્વજે હનુમાનનો આશિર્વાદ માગ્યા. પરંતુ તેણે હનુમાનને પાતળમાં જતા રોક્યો કારણ કે તે તેના યજમાન અહીરાવણનો વિશ્વાસઘાત કરવા માંગતો ન હતો. તેણ હનુમાનને લડવા માટે પડકાર ફેંક્યો. હનુમાને તેને દ્વંદ્વમાં હરાવ્યો અને બાંધી દીધો. ત્યાર બાદ તેણે પાતાળમાં પ્રવેશી અહીરાવણને મારી રામને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા.[][]

ત્યાર બાદ રામે મકરધ્વજને પાતાળ લોકનો રાજા બનાવવાની સલાહ આપી અને તેઓ રાવણ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા.[][]

જેઠવા કુળના ક્ષત્રિયો પોતાને મકરધ્વજના વારસ માને છે.

તેમના કુળની વાર્તા અનુસાર મકરધ્વજે બે પુત્રો હતા: મોડ-ધ્વજ અને જેઠી-ધ્વજ.[] જેઠવા કુળ જેઠી ધ્વજના પુત્રો હોવાનું મનાય છે અને તેઓ તેમને કુળ દેવ તરીકે હનુમાનની પૂજા કરે છે.[] એક સમયે કાઠીયાવાડ અને પોરબંદર પર રાજ કરના જેઠવા કુળના ધ્વજ પર હનુમાનનું ચિત્ર રહેતું હતું. [][][]

મંદિરો

[ફેરફાર કરો]

ભારતમાં મકરધ્વજની મૂર્તિઓ ધરાવતા મંદિરો ખાસ કરીને ગુજરાતમાં મળી આવે છે. ગુજરાતના અમુક પ્રખ્યાત મંદિરો:

આ પણ જુવો

[ફેરફાર કરો]
  • મચ્છનુ - અગ્નિ દેશોની રામાયણ અનુસાર હનુમાન અને સુવર્ણ મચ્છનો પુત્ર.
  • સુવર્ણમચ્છ - રાવણ પુત્રી અને હનુમાનના પુત્ર મચ્છનુની માતા.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Sri Hanuman". www.dlshq.org. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Lord Hanuman and Makardhwaja, his son". મૂળ માંથી ૩ ડિસેમ્બર ૨૦૧૧ પર સંગ્રહિત.
  3. "Is Science doing a Makardhwaj?". Drishtikone (અંગ્રેજીમાં). ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૮. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Kutch Gurjar Kshatriya Community: A brief history & glory: Section : History of Rajput surnames, their origin and Myths : Sub-section : History of Jethwa : by Raja Pawan Jethwa, Kolkata (2007).Page 81.
  5. http://vayusutha.in/vs4/temple76.html
  6. PORBANDAR PRINCELY STATE RULED BY JETHWA DYNASTY
  7. The annals and antiquities of Rajastʾhan: or the central and western Rajpoot states of India
  8. DANDI SRI HANUMAN TEMPLE, BET/BEYT DWARKA