કિષ્કિંધા

વિકિપીડિયામાંથી
કિષ્કિંધા

કિષ્કિંધા વાનરોના રાજા સુગ્રીવનું રામાયણના સમય દરમિયાનનું રાજ્ય હતું.

આ રાજ્ય તુંગભદ્રા નજીકનો વિસ્તાર હતો એમ ઓળખવામાં આવ્યું છે, જે હમ્પી નજીક છે અને કોપ્પાલ જિલ્લામાં કર્ણાટકમાં આવે છે. નદીની નજીકનો પર્વત ઋષિમુખ કહેવાય છે જ્યાં સુગ્રીવને વાલીએ રાજ્ય બહાર હાંકી કાઢતા તે તેના મિત્ર હનુમાનની સાથે તે સમય દરમિયાન રહ્યો હતો.