ભારદ્વાજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મહર્ષિ ભારદ્વાજ (સંસ્કૃત भारद्वाज) એ સપ્તર્ષિઓમાં ના એક મહર્ષિ ગણવામાં આવે છે. તેમના દ્વારા રચિત ‘ વૈમાનિકમ્ શાસ્ત્રમ્ ‘માં વિમાન બનાવવાની માહિતીનું સવિસ્તાર વર્ણન છે. યંત્ર સર્વસ્વ નામના ગ્રંથમાં ઉડ્ડયન વિજ્ઞાન અને વિમાન શાસ્ત્ર યંત્રાધિકરણ નામના ગ્રંથમાં વિમાનોના રક્ષણ અંગે વર્ણન કરાયું હતું.

ભારદ્વાજ મુનિ ગુરૂ દ્રોણ (દ્રોણાચાર્ય)નાં પિતા હતા, અને કળીયુગનાં સાત અમર મહાત્મા (ચિરંજીવીઓ) પૈકિનાં એક, અશ્વત્થામાનાં દાદા હતાં.

ભારદ્વાજ મુનિનાં વંશજ ગણાતા ઉત્તર ભારતનાં અમુક બ્રાહ્મણો પોતાની અટક ભારદ્વાજ લખે છે, બી.આર. ચોપ્રા રચિત પ્રસિદ્ધ મહાભારત ધારવાહિક (ટી. વી.)માં કૃષ્ણનું પાત્ર ભજવનાર કલાકાર પણ આ જ ભારદ્વાજ સમુદાયનો છે, જેનું નામ છે ડૉ. નિતિષ ભારદ્વાજ. આ સિવાય મોટા ભાગનાં બ્રાહ્મણો અને દક્ષિણ ભારતનાં કેટલાક ક્ષત્રિયોમાં પણ ભારદ્વાજ ગોત્ર હોય છે.