ગાર્ગી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગાર્ગી વૈદિક કળાની એક મહા વિદુષી અને વેદાંતી બ્રહ્મવાદિની સ્ત્રી હતા.

તેમના લગ્ન યાજ્ઞવલ્ક્ય ઋષિની સાથે થયા હતા. તે સમર્થ તત્ત્વજ્ઞાની હતા. તેઓ બ્રહ્મવિદોની સભાઓમાં એ વારંવાર જતા અને ઋષિઓ સાથે વાદવિવાદ કરતા. એક વાર જનક રાજાએ દરેક શીંગડે દશ સોનામહોર બાંધેલી એવી હજાર ગાય પોતાની યજ્ઞસભામાં હાજર કરી. ત્યાં બેઠેલા સર્વોત્તમ બ્રહ્મજ્ઞને તે લઈ જવા ફરમાવ્યું, પણ કોઇની હિંમત ચાલી નહિ. એટલે યાજ્ઞવલ્ક્યે તે ગાયો પોતાના આશ્રમમાં પહોંચાડી દીધી. બીજા બ્રાહ્મણોએ એમાં વાંધો લીધો. ગાર્ગીએ તેને બ્રહ્મજ્ઞાનના ઘણા અઘરા પ્રશ્નો પૂછયા અને તે સઘળાના યાજ્ઞવલ્ક્યે ઉત્તર આપ્યા. એથી સંતુષ્ટ થઈ ગાર્ગીએ તેને સર્વોત્તમ બ્રહ્મજ્ઞ તરીકે જાહેર કર્યા અને બધા બ્રાહ્મણોએ તેનો મત કબૂલ રાખ્યો.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.