વિરાધ

વિકિપીડિયામાંથી
વિરાધને ખાસ વરદાન મળ્યું હતું કે કોઈ પણ અસ્ત્રથી તેનું મૃત્યુ ન થઈ શકે. આ વાત જાણતા રામ તેને પાડીને તેના ઉપર ઉભા રહી ગયા અને રામે ખાડો ખોદ્યો અને વિરાધને તેમાં જીવતો દાટી દીધો

વિરાધ (સંસ્કૃત: विराध) એ રામાયણના અરણ્ય કાંડનું એક નાનકડું પાત્ર છે. તે દંડક વનમાં વિચરતો એક રાક્ષસ હતો જેણે અલ્પ કાળ માટે સીતાનું હરણ કર્યું હતું.[૧][૨] રામ અને લક્ષ્મણ યુદ્ધ કલામાં પ્રવીણ હતાં, ઘણાં તીર છોડ્યાં છતાં પણ વિરાધને કંઈ નુકશાન પહોંચાડી શક્યા નહિ. (અરણ્યકાંડ, સર્ગ ૩). વિરાધે તેમને જણાવ્યું કે તેને બ્રહ્મ દેવનું વરદાન છે કે તેને કોઈ પણ અસ્ત્ર વડે હણી શકાશે નહિ. આથી રામ અને લક્ષ્મણે તેના હાથ ભાંગી તેને જીવટો દાટી તેનો વધ કર્યો. જ્યારે રામ લક્ષ્મણે તેના હાંથ ભાંગ્યા ત્યારે તેણે પોતાને મુક્તિ આપવા બદલ બન્ને ભાઈઓનો આભાર માન્યો. પાછલા જન્મમાં વિરાધ તુમ્બુરુ નામે ગાંધર્વ હતો. તેને કુબેરે શ્રાપ આપ્યો હતો કે રામ દ્વારા વધ નહિ થાય ત્યાં સુધી તેણે ભયાનક રાક્ષસ સ્વરૂપે જીવવું પડશે. બન્ને ભાઈઓએ તેને દાટ્યા પછી તેનો આત્મા ફરી સ્વર્ગમાં પોતાના મૂળ રૂપને પામ્યો.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Aranyakanda, Sarga 2.
  2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  3. Aranyakanda, Sarga 3.