અયોધ્યા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અયોધ્યા
—  શહેર  —
અયોધ્યાનું
ઉત્તર પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 26°48′N 82°12′E / 26.80°N 82.20°E / 26.80; 82.20
દેશ ભારત
રાજ્ય ઉત્તર પ્રદેશ
જિલ્લો ફૈજાબાદ
વસ્તી

• ગીચતા

૪૯,૫૯૩ (૨૦૦૧)

• 4,843/km2 (12,543/sq mi)

અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

10.24 square kilometres (3.95 sq mi)

• 93 metres (305 ft)

અયોધ્યાભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે "અવધ"ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું. બ્રિટિશ રાજ સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો.

દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે. સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ (૪/૪૦/૯૧) જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

ઇ.સ.૧૨૭ માં આ નગર સાકેત (Śāketa અથવા 沙奇 (Pinyin: Shāqí)) નામથી ઓળખાતું જેના પર કુશાણ સમ્રાટ કનિષ્કે વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહિવટી મથક બનાવેલ. હ્યુ-એન-ત્સાંગ નામનાં ચાઇનિઝ મુસાફરે ઇ.સ. ૬૩૬ માં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ અયોધ્યા હોવાનું નોંધેલું છે.

વસ્તી[ફેરફાર કરો]

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૪૯,૫૯૩ ૫૯ ૪૧ ૧૨ ૬૫ ૬૬ ૩૪ વધુ

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]