આનંદીબેન પટેલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આનંદીબેન મફતલાલ પટેલ
Anandiben Patel BJP.jpg
આનંદીબેન મફતલાલ પટેલ
ગુજરાતના ૧૫મા મુખ્યમંત્રી
In office
૨૨ મે, ૨૦૧૪ – ૩ ઓગષ્ટ ૨૦૧૬
ગવર્નર ડૉ. કમલા બેનિવાલ, ઓમ પ્રકાશ કોહલી
Preceded by નરેન્દ્ર મોદી
બેઠક ઘાટલોડીયા
Assembly Member
for ઘાટલોડીયા
In office
૨૦૧૨ – ૨૦૧૭
Assembly Member
for પાટણ
In office
૨૦૦૭ – ૨૦૧૨
Assembly Member
for પાટણ
In office
૨૦૦૨ – ૨૦૦૭
Assembly Member
for માંડલ, અમદાવાદ જિલ્લો
In office
૧૯૯૮ – ૨૦૦૨
સંસદ સભ્ય, રાજ્ય સભા
In office
૧૯૯૪ – ૧૯૯૮
અંગત વિગતો
જન્મ ૨૧ નવેમ્બર, ૧૯૪૧
ખરોડ, વિજાપુર તાલુકો, મહેસાણા જિલ્લો, ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતા ભારતીય
રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી
જીવન સાથી(ઓ) મફતલાલ પટેલ
બાળકો અનાર પટેલ, સંજય પટેલ
માતા-પિતા જેઠાભાઈ પટેલ
નિવાસસ્થાન અમદાવાદ
વ્યવસાય શિક્ષણશાસ્ત્રી
કેબિનેટ ગુજરાત સરકાર
હવાલો શિક્ષણ મંત્રી, ઉચ્ચ અને તકનિકી શિક્ષણ, સ્ત્રી અને બાળ કલ્યાણ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ (૧૯૯૮-૨૦૦૭)
મહેસૂલ, આપત્તિ પ્રબંધન, માર્ગ અને મકાન બાંધકામ, સ્ત્રી અને બાળ કલ્યાણ (૨૦૦૭-૨૦૧૪)
વેબસાઇટ અંગત વેબસાઈટ

આનંદીબેન મફતલાલ પટેલ (જન્મ: ૨૧ નવેમ્બર, ૧૯૪૧)[૧] ભારતીય રાજકારણી અને ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા.[૨] તેણી ૧૯૮૭ થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે. તેણીએ ગુજરાત સરકારમાં સને. ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.[૩]

આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૪માં રાજ્ય સભાના સભ્ય તરીકે કરી હતી અને ૧૯૯૮ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યા. હાલમાં તેઓ એકમાત્ર ગુજરાતના મહિલા ધારાસભ્ય છે જે સતત ચાર વખતથી ચૂંટાયા હોય.

જીવન[ફેરફાર કરો]

આનંદીબેન પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે ૨૧ નવેમ્બર, ૧૯૪૧ના રોજ થયેલો. તેમના પિતા જેઠાભાઈ ખેડૂત હતા. તેણીએ ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કન્યા શાળામાં કરેલો, પછી કન્યાઓને આગળ અભ્યાસ માટે જિલ્લામાં સગવડ ન હોવાથી કુમાર શાળામાં પ્રવેશ લીધેલો. આ શાળામાં ૭૦૦ કુમાર વિદ્યાર્થીઓ વચ્ચે તેણી એક માત્ર વિદ્યાર્થીની હતા. ૮માં ધોરણથી તેણીએ નૂતન સર્વ વિદ્યાલય વિસનગરમાં પ્રવેશ મેળવ્યો. ઍથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ મહેસાણામાં તેણીને "વીર બાળા" પુરસ્કારથી સન્માનવામાં આવેલાં[૧]

તેણી ૧૯૬૦માં એમ.જી.પંચાલ વિજ્ઞાન મહાવિદ્યાલયમાં જોડાયા અને પ્રથમ વર્ષે સમગ્ર મહાવિદ્યાલયમાં તેણી એકમાત્ર વિજ્ઞાનનાં મહિલા વિદ્યાર્થી હતા. તેણીએ પછીથી વિસનગર ખાતે પોતાનો બી.એસ.સી.નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણીએ પોતાની પ્રથમ નોકરી મહિલાઓની ઉન્નતી માટે કાર્યરત એવા મહિલા વિકાસ ગૃહમાં લીધી. તેણી પચાસ કરતાં વધુ વિધવાઓને રોજગારલક્ષી અભ્યાસ કરાવતા હતા.

તેણી ૧૯૬૫માં પોતાના પતિ મફતલાલ સાથે અમદાવાદ ખાતે આવ્યા અને વિજ્ઞાનમાં અનુસ્નાતકનાં અભ્યાસક્રમમાં દાખલ થયા. તેણીએ અમદાવાદ ખાતે પોતાના કુટુંબના બાળકોના અભ્યાસની જવાબદારી સ્વીકારી. તે દિવસોમાં, તેમના અમદાવાદના ઘરે કુટુંબના દસ કરતાં વધુ લોકો રહેતા હતા. તેણીએ પોતાનો શિક્ષણશોખ પોષવા માટે બી.એડ. (શિક્ષણ સ્નાતક)ના અભ્યાસક્રમમાં દાખલો લીધો. તેણીએ એમ.એડ. (શિક્ષણ અનુસ્નાતક)માં સુવર્ણ પદક પ્રાપ્ત કરેલો.

૧૯૭૦માં તેણી મોહનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે જોડાયા. તેણી ઉચ્ચ માધ્યમિકનાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોનો અભ્યાસ કરાવતા હતા. પછીથી તેણી આ શાળાનાં પ્રધાનાચાર્યપદે નિયુક્તિ પામેલા.[૧] આ શાળા સાથે જોડાઈ રહેવા માટે તેણીએ અન્ય તમામ શાળાઓ તરફથી મળતી નોકરીની તકો જતી કરેલી અને સત્તત ૩૦ વર્ષ સુધી, રાજકિય આગેવાન બન્યા પછી પણ, આ શાળા સાથે જોડાયેલા રહ્યા.

અંગત જીવન[ફેરફાર કરો]

૨૬ મે, ૧૯૬૨ના રોજ, ૨૮ વર્ષની ઉંમરે, આનંદીબેન પટેલનાં લગ્ન મફતલાલ સાથે થયા. ચાર વર્ષ મહેસાણામાં રહ્યા પછી તેઓ અમદાવાદ રહેવા આવ્યા. મફતલાલ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મનોવિજ્ઞાનનાં પ્રાધ્યાપક હતા અને આનંદીબેન અમદાવાદ આશ્રમરોડ ખાતે આવેલી મોહીનીબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન ભણાવતા હતા. પછીથી તેણીએ આ જ શાળાના પ્રધાનાચાર્ય પદે સેવા આપી. ૩૧ વર્ષનાં શિક્ષણકાર્ય પછી તેણીએ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી. તેઓને સંજય અને અનાર નામે બે સંતાન છે.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Profile". Retrieved ૧૬ એપ્રિલ ૨૦૧૪. 
  2. "Narendra Modi resigns, Anandiben Patel elected new Chief Minister of Gujarat unopposed". Desh Gujarat. Retrieved ૨૧ મે ૨૦૧૪. 
  3. "Minister asks officials not to harass investors". Vapi. Times of India. ૮ ફેબ્રુુઆરી ૨૦૧૨. Retrieved ૯ મે ૨૦૧૩. 
  4. Mashla, Dipak (૨૨ મે ૨૦૧૪). "Proud to be her husband". Ahmedabad Mirror. Archived from the original on ૨૫ મે ૨૦૧૪. Retrieved ૨૪ મે ૨૦૧૪. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]