કેશુભાઈ પટેલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કેશુભાઈ પટેલ
Keshubhai Patel.jpg
ગુજરાતના દસમા મુખ્યમંત્રી
પદ પર
૧૪ માર્ચ, ૧૯૯૫ – ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫
પુરોગામીછબીલદાસ મહેતા
અનુગામીસુરેશભાઈ મહેતા
બેઠકમણીનગર
પદ પર
૪ માર્ચ, ૧૯૯૮ – ૬ ઓક્ટોબર, ૨૦૦૧
પુરોગામીદિલીપ પરીખ
અનુગામીનરેન્દ્ર મોદી
અંગત વિગતો
જન્મ(1928-07-24)24 July 1928
વિસાવદર
મૃત્યુ૨૯ ઓક્ટોબર ૨૦૨૦
અમદાવાદ
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી (૧૯૮૦–૨૦૧૨)
ગુજરાત પરીવર્તન પાર્ટી (૨૦૧૨ – ૨૦૧૪)
જીવનસાથીલીલાબહેન
બાળકોપાંચ પુત્રો, એક પુત્રી
As of ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪

કેશુભાઈ પટેલ (૨૪ જુલાઇ, ૧૯૨૮ - ૨૯ ઓક્ટોબર ૨૦૨૦) ભારતીય રાજકારણી હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી પદ પર રહ્યા હતા.

કારકિર્દી[ફેરફાર કરો]

તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહિવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા.[૧][૨][૩] ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. ૨૦૦૨માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.[૪] ૨૦૦૭ના રાજ્યચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી. પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી ચૂંટણીમાં જીત્યા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.[૫] જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું.[૬] ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.[૭][૮]

અંગત જીવન[ફેરફાર કરો]

૨૧ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.[૯]

૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.[૧૦]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Aditi Phadnis (2009). Business Standard Political Profiles of Cabals and Kings. Business Standard Books. pp. 116–21. ISBN 978-81-905735-4-2. Retrieved 9 May 2013. CS1 maint: discouraged parameter (link)
  2. Bunsha, Dionne (13 October 2001). "A new oarsman". Frontline. India. Archived from the original on 2002-01-23. Retrieved 9 May 2013. CS1 maint: discouraged parameter (link)
  3. Venkatesan, V. (13 October 2001). "A pracharak as Chief Minister". Frontline. New Delhi. Archived from the original on 5 April 2013. Retrieved 9 May 2013. CS1 maint: discouraged parameter (link)
  4. "Jana Krishamurthy, Keshubhai Patel, Deora elected to RS". Rediff.com. New Delhi. 18 March 2002. Retrieved 28 December 2013. CS1 maint: discouraged parameter (link)
  5. "Modi-baiter Keshubhai Patel quits BJP". 4 August 2012.
  6. "Keshubhai resigns as MLA". The Times of India. 2014-02-14. Retrieved 2014-02-17. CS1 maint: discouraged parameter (link)
  7. "Gujarat Parivartan Party merges with BJP". Niticentral. Archived from the original on 6 March 2014. CS1 maint: discouraged parameter (link)
  8. "Keshubhai Patel's Gujarat Parivartan Party merges with BJP". Jagran.
  9. "Keshubhai's wife charred in gym fire". Times of India. Gandhinagar. Times News Network. 22 September 2006. Retrieved 28 December 2013. CS1 maint: discouraged parameter (link)
  10. "ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન". Zee News Gujarati. 2020-10-29. Retrieved 2020-10-29. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]