ભારતીય જનતા પાર્ટી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Leader in Lok Sabha નરેન્દ્ર મોદી
(પ્રધાન મંત્રી)
Leader in Rajya Sabha અરૂણ જેટલી
(નાણાં મંત્રી)

ભાજપા અથવા ભાજપ એટલે ભારતીય જનતા પક્ષ.

ભાજપ ભારત દેશ તેમ જ ગુજરાત રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે. આ રાજકીય પક્ષ ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી શાસન કરી રહ્યો છે. ભાજપા તરફથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી કેશુભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ મહેતા તેમ જ ૭ ઓક્ટોબર ૨૦૦૧થી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શાસનની ધૂરા સંભાળેલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

 • ૧૯૫૧ : શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
 • ૧૯૭૭ : ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી.
 • ૧૯૮૦ : જનતા પાટીર્માં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.
 • ૧૯૮૪ : લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરિકે લડેલા ભાજપને બે બેઠક મળી.
 • ૧૯૮૯ : ચુંટણીમાં કુલ ૮૮ બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું.
 • ૧૯૯૦ : રામજન્મ ભૂમિ આંદોલનમાં અડવાણીને જેલ, ભાજપે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું.
 • ૧૯૯૬ : ચુંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ કાળક્રમે ૨૭૧ સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપ્યું.
 • ૧૯૯૮ : ફરી એક વખત ભાજપની આગેવાની હેઠળ સાથી પક્ષો સાથે બનાવેલા દળ એનડીએને બહુમતી મળી, ચૂંટણીમાં ૩૦૨ બેઠકો મળી અને લોકસભાના કાર્યકાળ દરમ્યાન ભાજપનું શાસન રહ્યું.
 • ૨૦૦૪ : એનડીએને ૧૩૬ જેટલી બેઠકો મળી.
 • ૨૦૦૯ : એનડીએનો જુવાળ ઘટ્યો અને ૧૧૮ જ બેઠકો મેળવી શક્યું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "અડવાણીની વિદાયમાં જ ભાજપનું ભવિષ્ય છુપાયેલું છે". દિવ્ય ભાસ્કર દૈનિક. ૧૮ જૂન ૨૦૦૯. Retrieved 2009-06-19.