રાજ્ય સભા
રાજ્ય સભા | |
---|---|
![]() ભારતનું રાજચિહ્ન | |
પ્રકાર | |
પ્રકાર | ઉપલું- ગૃહ of the ભારતીય સંસદ |
નેતૃત્વ | |
ચેરમેન (ઉપરાષ્ટ્રપતિ) | |
ડેપ્યુટી ચેરમેન | હરિવંશ નારાયણ સિંહ, જનતા દળ (યુનાઇટેડ) ૯ ઓગસ્ટ ૨૦૧૮ થી |
રાજ્ય સભાના નેતા | |
વિપક્ષના નેતા | |
સંરચના | |
બેઠકો | ૨૪૫
|
![]() | |
રાજકીય સમૂહ | નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) (૧૨૦)
વિપક્ષ
અન્ય (૭૨)
ખાલી (૪)
|
ચૂંટણીઓ | |
ચૂંટણી પદ્ધતિ | એક મત |
બેઠક સ્થળ | |
![]() | |
રાજ્ય સભાનો ઓરડો, સંસદ ભવન, સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત | |
વેબસાઇટ | |
rajyasabha |
રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.
રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.
ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી.[૫]
રાજ્યોનાં નામ | બેઠકોની સંખ્યા |
---|---|
આંધ્ર પ્રદેશ | ૧૧ |
અરુણાચલ પ્રદેશ | ૧ |
આસામ | ૭ |
બિહાર | ૧૬ |
છત્તીસગઢ | ૫ |
દિલ્હી | ૩ |
ગોઆ | ૧ |
ગુજરાત | ૧૧ |
હરિયાણા | ૫ |
હિમાચલ પ્રદેશ | ૩ |
જમ્મુ અને કાશ્મીર | ૪ |
ઝારખંડ | ૬ |
કર્ણાટક | ૧૨ |
કેરળ | ૯ |
મધ્ય પ્રદેશ | ૧૧ |
મહારાષ્ટ્ર | ૧૯ |
મણિપુર | ૧ |
મેઘાલય | ૧ |
મિઝોરમ | ૧ |
નાગાલેંડ | ૧ |
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી | ૩ |
નામાંકિત | ૧૨ |
ઓરિસ્સા | ૧૦ |
પોંડિચેરી | ૧ |
પંજાબ | ૭ |
રાજસ્થાન | ૧૦ |
સિક્કિમ | ૧ |
તમિલનાડુ | ૧૮ |
ત્રિપુરા | ૧ |
ઉત્તરપ્રદેશ | ૩૧ |
ઉત્તરાખંડ | ૩ |
પશ્ચિમ બંગાળ | ૧૬ |
તેલંગાણા | ૭ |
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Venkaiah Naidu sworn in as Vice-President". The Hindu. New Delhi, India. ૧૧ ઓગસ્ટ ૨૦૧૭.
- ↑ "Hon'ble Chairman, Rajya Sabha, Parliament of India". rajyasabha.nic.in. મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૧.
- ↑ ૩.૦ ૩.૧ "RAJYA SABHA - AN INTRODUCTION". rajyasabha.nic.in. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૭.
- ↑ "MEMBERS OF RAJYA SABHA (STATE WISE LIST)". Rajya Sabha. મૂળ માંથી 2014-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-03.
- ↑ "OUR PARLIAMENT". Indian Parliament. મૂળ માંથી 17 મે 2011 પર સંગ્રહિત. મેળવેલ 02 Jan 2012. Check date values in:
|access-date=
(મદદ)
આ પણ જુઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- ભારત સરકારની રાજ્ય સભાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૮-૨૯ ના રોજ વેબેક મશિન
- ભારત સરકારની રાજ્ય સભાની વેબસાઇટ પર વખતોવખત પુછાતા પ્રશ્નોનું જાળપૃષ્ઠ સંગ્રહિત ૨૦૦૯-૦૬-૨૧ ના રોજ વેબેક મશિન