ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભારત સંઘીય સંઘરાજ્ય છે.[૧] જે ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવે છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જિલ્લાઓમાં અને જિલ્લાઓ તાલુકાઓમાં તથા તાલુકાઓ ગામો અને નગરોમાં વહેંચાયેલા હોય છે.[૨]

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો[ફેરફાર કરો]

રાજ્યો[ફેરફાર કરો]

કેન્દ્રશાસિત પ્રદેશો[ફેરફાર કરો]

૧૯૫૬ પહેલાં[ફેરફાર કરો]

ભારતીય ઉપખંડ પર તેના ઇતિહાસમાં ઘણા અલગ અલગ શાસકોએ રાજ્ય કર્યું છે. દરેક રાજકર્તાએ પોતાની રીતે વહિવટી વિભાગો પાડેલ હતા. આધુનિક ભારતનાં હાલનાં વિભાગો તેનાં સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અને કરાયેલ છે. જેની શરૂઆત બ્રિટિશ શાસનકાળથી થયેલ. બ્રિટિશ ભારતમાં હાલનું ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તથા અફઘાનિસ્તાન અને તેનાં પ્રાંતો, બર્મા(મ્યાંમાર)ની વસાહતો વિગેરેનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન,ભારતનું શાસન સીધું અંગ્રેજોનાં કે પછી સ્થાનિક રાજાઓનાં હાથમાં હતું. ૧૯૪૭ માં આઝાદી વખતે પંજાબ તથા બંગાળનાં પ્રાંતોનું,ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટાપાયે વિભાજન થયું,અને તે દરમિયાન તેમનાં વહિવટી વિભાગોને સુરક્ષિત રાખવાનું તથા ઘણાં બધાં રજવાડાંઓને ભારતસંઘમાં ભેળવવાનું, એ નવા રાષ્ટ્ર માટે પડકાર રૂપ કાર્ય હતું.

જો કે સ્વતંત્રતા બાદ તુરંત ભારતમાં અસ્થિર પરિસ્થિતીઓ ઉત્પન થઇ. બ્રિટિશરો દ્વારા રચાયેલાં ઘણાં પ્રાંતો તેમનાં ઉપનિવેશીય હેતુ માટેનાં હતાં,અને તે ભારતીયોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડતાં નહોતાં કે ન તો તે જાતિય કે ભાષાકિય રીતે અનુકુળ હતાં. આ જાતિય અને ભાષાકિય તણાવને કારણે ભારતની સંસદને ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ બનાવી અને નવેસરથી જાતિય અને ભાષાકિય ધોરણે રાજ્યોની રચના કરવાનું કારણ મળ્યું.

૧૯૫૬ પછી[ફેરફાર કરો]

૧૯૬૨ માં ભારતમાંની ભૂતપુર્વ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ કોલોનીઓને,ભારતીય ગણતંત્રમાં સમાવિષ્ટ કરી અને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો અપાયો. જેમાં પોંડિચેરી, દાદરા, નગરહવેલી, ગોઆ, દમણ અને દીવનો સમાવેશ થાય છે.

૧૯૫૬ પછી ઘણાં મોજુદ રાજ્યોમાંથી નવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ગઠન કરવામાં આવ્યું. મુંબઇ રાજ્યને ૧ મે,૧૯૬૦ નાં રોજ ભાષાકિય રીતે વિભાજીત કરી,મુંબઇ પુનર્ગઠન અધિનિયમ(en:Bombay Reorganization Act) હેઠળ,ગુજરાત અને મહારાષ્ટ્રની રચના કરવામાં આવી. ૧૯૬૬ માં પંજાબ પુનર્ગઠન અધિનિયમ(en:Punjab Reorganization Act હેઠળ પંજાબનું ભાષા અને ધર્મ આધારીત વિભાજન કરી,તેમાંથી નવું હિંદુ અને હિન્દીભાષીઓની બહુમતી વાળું હરિયાણા રાજ્ય રચાયું, તેમજ પંજાબનાં અમુક ઉત્તરીય જિલ્લાઓ હિમાચલ પ્રદેશને હવાલે કરાયા, તથા ચંડીગઢને કેન્દ્રશાસિત પ્રદેશરૂપે પંજાબ અને હરિયાણાનું સંયુક્ત પાટનગર બનાવાયું. નાગાલેંડ ૧૯૬૨ માં રાજ્ય બન્યું. ૧૯૭૧ માં મેઘાલય અને હિમાચલ પ્રદેશ, તથા ત્રિપુરા અને મણિપુર ૧૯૭૨ માં રાજ્યનો દરજ્જો પામ્યા. અરુણાચલ પ્રદેશ ૧૯૭૨ માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું. સિક્કિમનું રજવાડું ૧૯૭૫ માં ભારતીય સંઘમાં રાજ્ય તરીકે જોડાયું. મિઝોરમ ૧૯૮૬ માં રાજ્ય બન્યું, અને ગોઆ તથા અરુણાચલ પ્રદેશ ૧૯૮૭માં. જ્યારે ગોઆનાં ઉત્તરીય પ્રદેશો, દમણ અને દીવનો સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. ૨૦૦૦ ની સાલમાં ત્રણ નવા રાજ્યોની રચના થઇ; છત્તીસગઢ (૧ નવેમ્બર,૨૦૦૦) પૂર્વ મધ્યપ્રદેશમાંથી, ઉત્તરાંચલ (૯ નવેમ્બર,૨૦૦૦) ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશનાં પર્વતિય વિસ્તારોમાંથી (જેનું નામ હવે ઉત્તરાખંડ છે), તથા ઝારખંડ (૧૫ નવેમ્બર,૨૦૦૦) ની રચનાં બિહારનાં દક્ષિણી જિલ્લાઓમાંથી કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને પોંડિચેરી (જે હવે પુડુચેરી તરીકે ઓળખાય છે) ની ગણના 'નાના રાજ્ય' તરીકે કરી અને તેમને તેમનાં વિધાનસભ્યો ચુંટવાનો અધિકાર આપવામાં આવેલ છે. આંધ્ર પ્રદેશના દ્વિભાજનથી નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
  2. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
  3. "Telangana state formation gazette". The New Indian Express. Retrieved ૨૦૧૪-૦૫-૧૪. Check date values in: |accessdate= (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]