અરુણાચલ પ્રદેશ

વિકિપીડિયામાંથી
અરુણાચલ પ્રદેશ
અક્ષાંશ-રેખાંશ (ઇટાનગર): 27°04′N 93°22′E / 27.06°N 93.37°E / 27.06; 93.37
દેશ India
સ્થાપના૨૦ ફેબ્રુઆરી ૧૯૮૭[૧]
રાજધાનીઇટાનગર
સૌથી મોટું શહેરઇટાનગર
જિલ્લાઓ૨૦
સરકાર
 • માળખુંરાજ્ય સરકાર
 • ગવર્નરપદ્મનાભ આચાર્ય
 • મુખ્યમંત્રીપેમા ખાંડુ[૨]ભાજપ[૩]
 • વિધાનસભાએક ગૃહિય - ૬૦ બેઠકો
 • સંસદરાજ્ય સભા
લોક સભા
 • હાઇ કોર્ટગૌહાટી હાઇ કોર્ટ - ઇટાનગર શાખા
વિસ્તાર ક્રમ૧૫
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૩,૮૨,૬૧૧
 • ક્રમ૨૭
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
ISO 3166 ક્રમIN-AR
HDIIncrease ૦.૬૧૭ (medium)
HDI ક્રમ૧૮મો (૨૦૦૫)
સાક્ષરતા૬૬.૯૫%
અધિકૃત ભાષાઅંગ્રેજી[૪]
વેબસાઇટarunachalpradesh.nic.in

અરુણાચલ પ્રદેશ ભારતના ઓગણત્રીસ રાજ્યો મા થી ઉત્તર પૂર્વ છેડે આવેલું રાજ્ય છે. અરુણાચલ પ્રદેશ દક્ષિણમાં આસામ અને નાગાલેંડ અને આંતરરાષ્ટ્રીય સરહદ પશ્ચિમમાં ભૂતાન સાથે, પૂર્વ મા મ્યાનમાર સાથે અને ઉત્તરમાં ચીન સાથે ધરાવે છે. તેનું પાટનગર ઇટાનગર છે. અરુણાચલ પ્રદેશની તિબેટ સાથે તેના સાંસ્કૃતિક વંશીય અને ભૌગોલિક નિકટતા ના કારણે બંને PRC અને ROC સાથે પ્રાદેશિક વિવાદ છે. અરુણાચલ પ્રદેશ ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં સપડાયેલ બે મુખ્ય પ્રદેશોમાંનો એક છે. આવો બીજો પ્રદેશ અકસાઇ ચીન છે.

રાજ્યના મુખ્ય ભાગ છે જે અગાઉ નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાય છે, ચીન દ્વારા વિવાદાસ્પદ તરીકે સિમલા સમજૂતીની કાયદેસરતા તે માન્ય રાખતું નથી. ચીન દક્ષિણ તિબેટ તરીકે મોટાભાગના રાજ્યનો દાવો કરે છે. આ રાજ્યમાં જલ ઉર્જાના વિકાસ માટે સંભવિત તકો જોવા મળે છે.

અરુણાચલ પ્રદેશ, જેના નામનો અર્થ ઉગતા સૂર્યની જમીન છે, તે સંસ્કૃતમાં પણ વનસ્પતિશાસ્ત્રીઓના સ્વર્ગ તરીકે ઓળખાય છે. ભૌગોલિક દૃષ્ટિએ, તે ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્યોમા સૌથી મોટું રાજ્ય છે. બીજા ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્યોની જેમ અરુણાચલ પ્રદેશના લોકોના મૂળ તિબેટ-બર્મન પ્રજાતિ છે. તાજેતરના સમયમાં, ભારત અને બીજા દેશોમાં વિવિધ ભાગોમાં સ્થળાંતર કરીને આવેલા લોકોની મોટી સંખ્યામાં રાજ્યની વસ્તી સાથે વ્યાપક આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો બાંધવામાં આવ્યા છે.

વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે સમૃદ્ધ અરુણાચલ પ્રદેશ ભારતીય ઉપખંડમાં સૌથી વધુ પ્રાદેશિક ભાષાઓ ધરાવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાગૈતિહાસ[ફેરફાર કરો]

અરુણાચલ પ્રદેશમાં મળી આવેલ ઉત્તરપાષાણ સાધનો સૂચવે છે કે લોકો ઓછામાં ઓછા અગિયાર હજાર વર્ષ થી હિમાલયન ક્ષેત્રમાં રહેતા આવ્યા છે. ભુતાનના પ્રારંભિક રહેવાસીઓ અને દક્ષિણ એશિયાના પડોશી હિમાલયન વિસ્તારોમાં સિંધુ સંસ્કૃતિના લોકો રહેતા હતા, જેના ઇતિહાસ ની શરૂઆત જૂનો કાંસ્ય યુગ અન્ય વંશીય જૂથો આવતા પહેલાં ઇ.સ. પૂર્વે ૩૩૦૦ આસપાસ દક્ષિણ એશિયામાં તિબેટ અને દક્ષિણ ચીનમાં આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં થયેલી.

પ્રારંભિક ઇતિહાસ[ફેરફાર કરો]

પૂર્વ આધુનિક અરુણાચલ પ્રદેશનો ઇતિહાસ અસ્પષ્ટ છે. તિબેટ-બર્મન અરુણાચલ જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને તેમના મૂળ આધુનિક યુગમા તિબેટમાં ઉત્તર તિબેટ તરફ નિર્દેશ કરે છે. ફરીથી અનુમોદન મુશ્કેલ રહે છે. ભૌતિક સંસ્કૃતિના દ્રશ્ય બિંદુ પ્રતિ તે સ્પષ્ટ છે કે મોટા ભાગના સ્વદેશી અરુણાચલી જૂથો, બર્મા વિસ્તાર ના પર્વતીય આદિવાસીઓ સાથે સંરેખિત છે, એક હકીકત એ છે કે ક્યાં તો ઉત્તર બર્મીઝ મૂળ અથવા પશ્ચિમ તરફ સાંસ્કૃતિક પ્રસરણ થી સમજાવી હોઈ શકે છે.

અરુણાચલ પ્રદેશ સરકાર મુજબ, હિન્દૂ ગ્રંથો કાલિકા પુરાણ અને મહાભારતે પ્રદેશને પુરાણના પ્રભુ પર્વતો તરીકે ઉલ્લેખ કર્યો છે, અને જ્યાં ઋષિ પરશુરામે પાપો દૂર કર્યા છે,ઋષિ વ્યાસે ધ્યાન કર્યુ છે, રાજા ભીષ્મકા એ તેમના સામ્રાજ્ય સ્થાપના કરી અને ભગવાન કૃષ્ણ તેમની પત્ની રૂકમણી સાથે લગ્ન કર્યા.

બાહ્ય પરિપ્રેક્ષ્ય થી ઇતિહાસ ખાલી અહોમ અને સુતિયા લોકોની તવારીખમાં જોવા મળે છે. મોનપા અને શેરડુકપેન જાતિ ના લોકો એ ઉત્તર પશ્ચિમ ભાગ ના સ્થાનિક મુખિયાઓ ની ઐતિહાસિક નોંધણી કરી છે.આ વિસ્તારનો ઉત્તર-પશ્ચિમ ભાગ મોનપા લોકો ના મોન્યુલ રાજ્ય ના અંકુશ હેઠળ આવ્યો, જેણે ઇ.સ. પૂર્વે ૫૦૦ અને ઇ.સ. ૬૦૦ વચ્ચે વિકાસ કર્યો. આ વિસ્તારમાં ત્યાર બાદ ખાસ કરીને ઉત્તરીય વિસ્તારોમાં તિબેટ અને ભૂટાનના છૂટક નિયંત્રણ હેઠળ આવ્યું. રાજ્યના બાકીના ભાગોમાં, ખાસ કરીને મ્યાનમાર સરહદ પાસેના તે ૧૬ મી સદી સુધી અહોમ-સુતિયા યુદ્ધ સુધી સુતિયા રાજાઓના નિયંત્રણ હેઠળ હતા. અહોમ લોકો એ ૧૮૫૮ સુધી રાજ કર્યુ. જોકે, મોટા ભાગની અરુણાચલી જાતિઓ પ્રથા મોટે ભાગે ભારતીય સ્વતંત્રતા સુધી સ્વાયત્ત અને ૧૯૪૭ માં સ્થાનિક વહીવટ ઔપચારિકતા રહી.

તાજેતરમા થયેલ ખોદકામ પશ્ચિમ સિયાંગમાં સિયાંગ ટેકરીઓ ની તળેટી પર મળી આવેલ મલિનિથાનના હિન્દૂ મંદિરો ૧૪ મી સદી માં સુતિયા શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. અન્ય નોંધપાત્ર હેરિટેજ સાઇટ, ભીષ્મકનગર, પ્રાગૈતિહાસિક સમયમાં સૂચનો તરફ દોરી જાય છે કે ઇઙુ (મીશમી) લોકો ના સમય માં ઉન્નત સંસ્કૃતિ અને વહીવટ હતો. ફરીથી, જો કે, કોઈ પુરાવા સીધા ભીષ્મકનગર નો ઉલ્લેખ નથી કરતા, પરંતુ સુતિયા શાસકો 1૨ મી સદીથી ૧૬ મી સદી સુધી ભીષ્મકનગર આસપાસના વિસ્તારોમાં શાસન કર્યુ. ત્રીજી હેરિટેજ સાઇટ, ૪૦૦ વર્ષ જૂના તવાંગ મઠ, રાજ્ય ના અત્યંત ઉત્તર પશ્ચિમ ભાગ માં આવેલ, બૌદ્ધ આદિવાસી લોકો ના કેટલાક ઐતિહાસિક પુરાવા પૂરા પાડે છે. છઠ્ઠા દલાઈ લામા સંગયાંગ ગ્યાત્સોનો જન્મ તવાંગમાં થયો હતો.

મેકમોહન લાઇનની રેખાંકન[ફેરફાર કરો]

૧૯૧૩-૧૯૧૪ માં ચીન, બ્રિટન અને તિબેટના પ્રતિનિધિઓ સિમલા કરાર માટે ભેગા થયા. જો કે, ચીની પ્રતિનિધિઓએ પ્રદેશ વાટાઘાટનો ઇનકાર કર્યો હતો. આ સંધિનો હેતુ આંતરિક અને બાહ્ય તિબેટ વચ્ચે તેમજ બાહ્ય તિબેટ અને અંગ્રેજ ભારત વચ્ચે સરહદો નક્કી કરવાનો હતો. બ્રિટિશ પ્રબંધક, સર હેનરી મેકમોહને સિમલા કરાર દરમિયાન બ્રિટિશ ભારત અને બાહ્ય તિબેટ વચ્ચે ૫૫૦ માઇલ (૮૯૦ કિમી) ની મેકમોહન લાઇન દોરી. પરિષદમાં તિબેટીયન અને બ્રિટિશ પ્રતિનિધિઓ સંમત થયા, અને તિબેટે બ્રિટિશ સામ્રાજ્યને તવાંગ અને અન્ય તિબેટીયન વિસ્તારો સુપરત કર્યા. આના લીધે, ચીની પ્રતિનિધિઓ એ કરાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તિબેટીયન અને બ્રિટીશ સરકાર શિમલા કરાર સાથે આગળ ગયા અને જાહેર કર્યું કે આ સંધિ ના અન્ય લાભો ચીન પર લાદવામા નહી આવે જ્યાં સુધી તે આ સંધિનો સ્વીકાર નહિ કરે. ચીન નો મત એવો હતો કે તિબેટ ચીનથી સ્વતંત્ર ન હતું. તિબેટ સ્વતંત્ર રીતે સંધિઓ પર હસ્તાક્ષર ન કરી શકે, અને એંગ્લો-ચીની (૧૯૦૬) અને એંગ્લો-રશિયન (૧૯૦૭) સંમેલનો દીઠ, આવી કોઇ કરાર ચીની અનુમતિ વગર અમાન્ય હતું.

સિમલા સંધિ શરૂઆતમાં ૧૯૦૭ એન્ગ્લો-રશિયન કન્વેન્શન સાથે અસંગત હોવાથી ભારત સરકાર દ્વારા નકારી કાઢવામાં આવી હતી. આ કરારનો (એન્ગ્લો-રશિયન કન્વેન્શન) ૧૯૨૧માં સંયુક્ત રીતે રશિયા અને બ્રિટન દ્વારા ત્યાગ કરવામાં આવ્યો હતો. જોકે, તિબેટમાં ચીની સત્તાના પતન સાથે, લાઇનને કોઇ ગંભીર પડકારો નહોતા કેમ કે તિબેટ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જેના લીધે આ વાત ૧૯૩૫ સુધી ભૂલાઈ ગયી હતી અને કોઇ નવા નકશા જાહેર કરવામાં નહોતા આવ્યા. ભારતના મોજણી ખાતાએ મેકમોહન લાઇનને ૧૯૩૭માં સત્તાવાર સરહદ તરીકે બતાવતો નકશો પ્રકાશિત કર્યો.

૧૯૩૮માં, બ્રિટિશરોએ સિમલા સંધિ દ્વિપક્ષીય સમજૂતી તરીકે સિમલા કોન્ફરન્સના બે દાયકા બાદ પ્રકાશિત કરી; ૧૯૩૮ માં ભારતના મોજણી ખાતા એ તવાંગને નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી નો ભાગ દર્શાવતો વિગતવાર નકશો પ્રકાશિત કર્યો. ૧૯૪૪ માં બ્રિટને પશ્ચિમમાં દિરંગ ઝોંગથી પૂર્વમાં વાલોંગ સુધી વહીવટની સ્થાપના કરી હતી. તિબેટે ૧૯૪૭ ના અંતમાં મેકમોહન લાઇન પર તેની સ્થિતિ બદલી, જ્યારે તિબેટીયન સરકારે નવા સ્વતંત્ર ભારતીય વિદેશ મંત્રાલયને મેકમોહન લાઇનની દક્ષિણ તવાંગ પર દાવો રજૂ કરતો પત્ર લખ્યો.

નવેમ્બર ૧૯૫૦ માં, ચીનના તિબેટ પરના કબજા સાથે, ભારતે એકપક્ષીય જાહેરાત કરી હતી કે મેકમોહન લાઇન સરહદ છે - અને ૧૯૫૧ માં, તવાંગ વિસ્તારમાંથી છેલ્લા તિબેટીયન સંચાલકોને બહાર કાઢયા હતા. ચીને મેકમોહન લાઇન કદી માન્ય ન હતી અને તિબેટીયનો વતી તવાંગ પર દાવો કરતુ હતુ. ૧૪ મા દલાઇ લામા, જેમણે ૧૯૫૦ થી ૧૯૫૯ સુધી તિબેટની સરકારને દોરી, ૨૦૦૩ માં કહેતા હતા કે તવાંગ 'ખરેખર તિબેટીયન વહીવટનો ભાગ' સિમલા સંધિ પહેલા હતુ. તેમણે ૨૦૦૮ માં તેમની સ્પષ્ટતા કરી, કહે છે કે જ્યાં સુધી તિબેટને લાગે વળગે છે ત્યાં સુધી "તવાંગ ભારત નો ભાગ છે". દલાઈ લામા, અનુસાર "૧૯૬૨ માં ભારત-ચીન યુધ્ધ દરમિયાન, પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) પહેલાથી જ આ બધા વિસ્તારોમાં કબજો કરી લિધો હતો (અરુણાચલ પ્રદેશ) પરંતુ, તેઓ એ એકપક્ષીય યુદ્ધવિરામ જાહેર કર્યો અને પાછા જતા રહ્યા, અને વર્તમાન આંતરરાષ્ટ્રીય સરહદ સ્વીકારી".

ભારત-ચીન યુદ્ધ[ફેરફાર કરો]

નેફા (નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી) ૧૯૫૪ માં બનાવવામાં આવી હતી.સારા ભારત-ચીન સંબંધો સમયગાળા માં મુદ્દો લગભગ એક દાયકા સુધી શાંત હતો. પરંતુ આ મુદ્દા નું પુનઃ ઉદભવ 1962 ના ભારત-ચીન યુદ્ધ નું એક મુખ્ય કારણ હતું.પૂર્ણકક્ષાના યુદ્ધને વધતું કારણ હજુ પણ બંને ચીની અને ભારતીય સૂત્રો દ્વારા વિવાદાસ્પદ છે.૧૯૬૨ માં યુદ્ધ દરમિયાન, ચીને અરૂણાચલ પ્રદેશના મોટા ભાગ ના વિસ્તાર કબજે કર્યા હતા.જો કે, ચીને ટૂંક સમયમાં જીત જાહેર કરી, સ્વેચ્છાએ પાછા મેકમોહન લાઇન પર પાછુ જતુ રહ્યુ અને ૧૯૬૩ માં ભારતીય યુદ્ધ કેદીઓ પરત કર્યા. આ યુદ્ધ ના પરિણામે તિબેટ સાથે વિનિમય વેપાર ની સમાપ્તિ થયી, જોકે ૨૦૦૭ માં રાજ્ય સરકારે તિબેટ સાથે વિનિમય વેપાર ફરી શરૂ કરવા માટે સંકેતો દર્શાવ્યા હતા.

તવાંગ[ફેરફાર કરો]

તવાંગનો મઠ

તાજેતરના વર્ષોમાં, ચીને ક્યારેક ક્યારેક નિવેદનોમાં તવાંગ પર દાવો કર્યો છે.ભારતે ચીની સરકાર ના આ દાવાઓ નકારી કાઢ્યા છે અને ભારતના વડાપ્રધાન દ્વારા ચીની સરકાર ને જાણ કરવા માં આવી છે કે તવાંગ ભારતનો એક અભિન્ન ભાગ છે.ભારતે આ પુનરોચ્ચાર ચીની વડાપ્રધાન સામે ફરી વાર કર્યો જ્યારે બે વડા પ્રધાનો ઓક્ટોબર ૨૦૦૯માં થાઇલેન્ડ મળ્યા.તેવા અહેવાલ હતા કે ૨૦૧૬ દરમિયાન, ચીની લશ્કર અરુણાચલ પ્રદેશમાં ઘૂસી ગયુ હતુ. આ અહેવાલ ગૃહ રાજ્ય મંત્રી, કિરણ રિજિજુ દ્વારા નકારી કાઢ્યા હતા. ચીને નવેમ્બર ૨૦૦૯ માં તવાંગ માટે દલાઈ લામા ની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો. છતાં દલાઈ લામા તેઓ ૧૯૫૯ માં તિબેટથી ભાગી ગયા બાદ અગાઉ તવાંગ ઘણી વખત મુલાકાત લીધી હતી. ભારતે ચીની વાંધો ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે દલાઇ લામા ભારત ના એક સન્માનિત મહેમાન છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ મુલાકાત કરી શકે છે.દલાઈ લામાએ ૮ નવેમ્બર ૨૦૦૯ ના રોજ તવાંગ ની મુલાકાત લીધી હતી. પડોશી દેશો માંથી, નેપાળ અને ભૂતાન ના સહિત ૩૦,૦૦૦ લોકો એ, તેમના ધાર્મિક પ્રવચન માં હાજરી આપી હતી. તેમનુ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન અને અરુણાચલ પ્રદેશના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તવાંગ નિવાસીઓ દ્વારા તેમના ઘરો રંગવામાં અને નગર શણગારવામાં આવ્યુ હતુ.

વર્તમાન નામ[ફેરફાર કરો]

૨૦ જાન્યુઆરી ૧૯૭૨ ના રોજ નેફાને સ્વ.શ્રી બિભાબાસુ શાસ્ત્રી દ્વારા અરુણાચલ પ્રદેશ તરીકે નામ આપવામાં આવ્યું હતું અને તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યુ હતુ. અરુણાચલ પ્રદેશ ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૭ ના રોજ રાજ્ય બન્યું. તાજેતરમાં જ, અરુણાચલ પ્રદેશ ને વિદ્રોહી જૂથો પાસેથી ધમકીઓ મળી રહી છે, ખાસ કરીને રાષ્ટ્રીય સમાજવાદી નાગાલેન્ડ કાઉન્સિલ (NSCN),જેમના ચેંગલોન્ગ જિલ્લો અને તિરપ જિલ્લો માં મુખ્ય છાવણી હોવાનું માનવામાં આવે છે. આ જૂથો સ્થાનિક લોકોને હેરાન કરતા અને પૈસા માંગતા હોવાના પ્રસંગોપાત અહેવાલો છે.

ખાસ કરીને તિબેટિયન સરહદ પાસે ભારતીય લશ્કર પ્રદેશમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. અરુણાચલ પ્રદેશમાં દાખલ થવા આસામ સાથે સરહદ પર ખાસ પરવાનગી આંતરિક રેખાની પરવાનગી (ILP) જરૂરી છે.

૨૦૦૦[ફેરફાર કરો]

અરુણાચલ પ્રદેશ એપ્રિલ ૨૦૧૫ અને ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે રાજકીય કટોકટીમાંથી પસાર થયું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના મુખ્યમંત્રી નાબામ તુકી એ ૧ નવેમ્બર 20૧૧ ના રોજ અરૂણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે જારબોમ ગેમલિનને બદલ્યા અને જાન્યુઆરી ૨૦૧૬ સુધી રહ્યા. ૨૦૧૬ માં રાજકીય કટોકટી પછી, રાષ્ટ્રપતિ શાસને મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ નો અંત લાવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૬ માં, કાલિખો પુલ્ મુખ્યમંત્રી બન્યા ત્યારે ૧૪ ગેરલાયક ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા ફરીથી પૂર્વવત કરવા માં આવ્યા હતા.

ભૂગોળ[ફેરફાર કરો]

અરુણાચલ પ્રદેશ ૨૬.૨૮° અને ૨૯.૩૦ ° ઉત્તર અક્ષાંશ અને ૯૧.૨૦ ° અને ૯૭.૩૦ ° પૂર્વ રેખાંશ વચ્ચે સ્થિત થયેલ છે.અને તે ૮૩,૭૪૩ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે.

અરુણાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તાર હિમાલય દ્વારા આવરી લેવામાં આવે છે.જો કે, લોહિત, ચાંગલાગ અને તિરાપ ના ભાગો પટકઈ ટેકરીઓ દ્વારા આવરી લેવામાં આવે છે.કાંગટૉ, યેગી કાંગસાગ મુખ્ય ગોરીચેન ની ટૉચ અને પૂર્વ ગોરીચેન શિખર આ વિસ્તારમાં હિમાલયના કેટલાક ઉંચા શિખરો છે.જમીન મોટે ભાગે પર્વતીય હિમાલયન ઉત્તર દક્ષિણ સરહદ સાથે ચાલે છે.આ પાંચ નદી ખીણો રાજ્ય વહેંચે: કમેંગ, સુબનસિરી, સિયાંગ,લોહિત અને તિરાપ.આ બધામાં પાણી હિમાલય નો બરફ અને અસંખ્ય નદીઓ અને ઝરણા દ્વારા આપવામાં આવે છે.આ નદીઓમાં સૌથી પ્રભાવશાળી નદી સિયાંગ છે , જેને તિબેટમાં સાંગપો કહેવાય છે, પછી તેન આસામના મેદાનોમાં દિબાંગ્ અને લોહિત દ્વારા જોડાય છે બ્રહ્મપુત્રા બની જાય છે.

હિમાલયન પર્વત માળા જે પૂર્વીય અરુણાચલ સુધી વિસ્તરેલી છે થી તે તિબેટ ને અલગ પાઙે છે. આ પર્વત માળા નાગાલેન્ડ તરફ વિસ્તરેલી છે,અને ચાંગલાંગ અને તિરાપ જિલ્લામાં ભારત અને બર્મા વચ્ચે સીમા રચે છે,જે કુદરતી અવરોધ તરીકે કામ કરે છે અને પટકાઈ બમ ટેકરીઓ તરીકે કહેવાય છે.તેઓ હિમાલય ની સરખામણીમાં ઓછી ઊંચાઈ વાળા પર્વતો છે,

વાતાવરણ[ફેરફાર કરો]

અરુણાચલ પ્રદેશની આબોહવા ઊંચાઈ સાથે બદલાય છે.તિબેટિયન સરહદ ઉપર હિમાલયા નજીક ના વિસ્તારો કે જે ખૂબ જ ઊંચી ઊંચાઇએ છે તેમનુ આલ્પાઇન અથવા વિશાળ સપાટ વૃક્ષહીન પ્રદેશ જ્યાં જમીનનો નીચલો થર ઠરી ગયેલો હોય છે તેવુ વાતાવરણ છે.ઊપર ના હિમાલય નીચે મધ્યમ હિમાલય, જ્યાં લોકો એક સમશીતોષ્ણ આબોહવા અનુભવે છે.ઉપ-હિમાલયન અને સમુદ્ર સપાટીની ઊંચાઈ પર વિસ્તારોમાં સામાન્ય રીતે ભેજવાળું વાતાવરણ અનુભવાય છે,ગરમ ઉનાળો અને હળવા શિયાળા સાથે પેટા ઉષ્ણકટિબંધીય આબોહવા હોય છે.

અરુણાચલ પ્રદેશ મે અને સપ્ટેમ્બર વચ્ચે તે (૭૯ થી ૧૬૧ ઇંચ) વાર્ષિક ૨,૦૦૦ થી ૪,૧૦૦ મિલિમીટર વરસાદ મેળવે છે.પર્વત ઢોળાવ અને ટેકરીઓ સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય જંગલો સાથે આવરી લેવામાં આવે છે જેમાં મોટાં ફૂલવાળું એક બારે માસ લીલું રહેનારું ઝાડવું, ઓક, દેવદાર,મેપલ વૃક્ષ ,ચીડ,શાલ અને સાગ જોવા મળે છે.

જૈવવિવિધતા[ફેરફાર કરો]

જૈવ-ભૌગોલિક રીતે તે તે પૂર્વીય હિમાલયન પ્રાંતમાં આવેલું છે, કે જે હિમાલયના સૌથી ફળધ્રુપ જૈવ-ભૌગોલિક પ્રાંત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.અરુણાચલ પ્રદેશ વિવિધ જંગલો અને ભવ્ય વન્યજીવનથી સંપન્ન છે.તે ૫૦૦૦ છોડ, ૮૫ સ્થળચર સસ્તનો, ૫૦૦ પક્ષીઓ અને પતંગિયા, જંતુઓ અને સરિસૃપો નું મોટી સંખ્યામાં આશ્રયસ્થાન છે.સૌથી નીચો ઉંચાઇએ, અનિવાર્યપણે આસામ સાથે અરુણાચલ પ્રદેશના સરહદ પર, બ્રહ્મપુત્રા ખીણના ઉપ- નીત્યલીલા જંગલો આવેલા છે.મોટા ભાગનું રાજ્ય, હિમાલયની તળેટીમાં અને પટકાઈ ટેકરીઓ સહિત પૂર્વી હિમાલયન ના પહોળા જંગલોનુ ઘર છે.તિબેટ સાથે ઉત્તરીય સરહદ તરફ વધતી ઊંચાઈ સાથે,પૂર્વ અને ઉત્તરપૂર્વીય હિમાલયનવિસ્તાર માં ર્શંકુદ્રૂમ જંગલોનું મિશ્રણ આવે છે અને ઉપર જતા પૂર્વી હિમાલયન આલ્પાઇન નાના અને ઘાસના મેદાનો અને આખરે સૌથી ઊંચા શિખરો પર રોક અને બરફ દ્વારા અનુસરવામાં આવે છે.આ મેદાનો માં ઔષધીય છોડ મોટી સંખ્યામાં છે.અને લોઅર સુબાનસિરિ જિલ્લામાં ૧૫૮ ઔષધીય છોડવાનો ઝિરો ખીણ અંદર તેના રહેવાસીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે

અરુણાચલ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ૨૦ જિલ્લાઓ આવેલા છે.

મહત્વના શહેરો અને નગરો[ફેરફાર કરો]

મહાનગર પાલિકા:

નગરપાલિકા:

  • આલોંગ
  • સેપ્પા
  • તેઝુ
  • દાપોરિજો
  • નામસાઈ
  • ઝિરો
  • રોઇંગ
  • તવાંગ
  • ખોનસા
  • બોમડિલા

નગરો:

  • જયરામપુર
  • દેઓમાલી
  • યિંગકિઓગ
  • ચાંગલાંગ
  • મિઆઓ
  • બસર
  • દિરાંગ
  • અનિનિ
  • કોલોરિઆંગ
  • રુપા
  • બોલેંગ
  • હવાઇ
  • સાગલી
  • યુપિઆ
  • દોઇમુખ
  • ગુમટૉ
  • લોંગડિંગ
  • પાંગિન
  • લિકાબાલી
  • મલિનિથાન
  • ભાલુકપોંગ
  • નામપોંગ
  • હાયુલિયાંગ
  • પાલિન
  • જામિન
  • ભીશ્મકનગર
  • અક્ષીગંગા

અર્થતંત્ર[ફેરફાર કરો]

અરુણાચલ પ્રદેશ રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન ભારતીય રૂપિયામાં અબજો આધાર સાથે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બજાર ભાવે વલણ દર્શાવે છે.

વર્ષ કુલ ઘરેલુ ઉત્પાદન (અબજ રૂ)
૧૯૮૦ ૧.૦૭૦
૧૯૮૫ ૨.૬૯૦
૧૯૯૦ ૫.૦૮૦
૧૯૯૫ ૧૧.૮૪૦
૨૦૦૦ ૧૭.૮૩૦
૨૦૦૫ ૩૧.૮૮૦
૨૦૧૦ ૬૫.૨૧૦
૨૦૧૪ ૧૫૫.૮૮૦

અરુણાચલ પ્રદેશના રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન ૨૦૦૪ માં યુએસ હાલના ભાવે ૭૦.૬ કરોડ $ અંદાજવામાં આવ્યો હતો

અરુણાચલ પ્રદેશનાં જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Government". મૂળ માંથી 2016-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-04.
  2. "Pema Khandu sworn in as Chief Minister of Arunachal Pradesh". The Hindu.
  3. "BJP forms govt in Arunachal Pradesh". The Hindu. Arunachal Pradesh. ૩૧ ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૩૧ ડિસેમ્બર ૨૦૧૬.
  4. "Report of the Commissioner for linguistic minorities: 47th report (July 2008 to June 2010)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. પૃષ્ઠ 122–126. મૂળ (PDF) માંથી 2012-05-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]