મિઝોરમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Mizoram in India (disputed hatched).svg

મિઝોરમ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર ઐઝવાલ નગર ખાતે આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષાઓ મિઝો અને અંગ્રેજી છે. મિઝોરમ રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૯% જેટલું છે, જે ભારતમાં દ્વિતિય સ્થાને આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ફેબ્રુઆરી, ૧૯૮૭ના સમયમાં આ ક્ષેત્ર ભારત દેશનું ૨૩મું રાજ્ય બન્યું. ૧૯૭૨ના વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનવા પહેલાં સુધી આ ક્ષેત્ર આસામ રાજ્યનો એક જિલ્લો હતું. ૧૮૯૧ના વર્ષમાં બ્રિટિશ અધિકારમાં ગયા બાદ કેટલાંક વર્ષો સુધી ઉત્તર લુશાઈ પર્વતીય ક્ષેત્ર આસામમાં તથા અડધો દક્ષિણી ભાગ બંગાળને આધીન રહ્યું. ૧૮૯૮માં આ બંન્ને ભાગોને સામેલ કરી એક જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ લુશાઈ હિલ્સ જિલ્લો રાખવામાં આવ્યું તથા તેને આસામના મુખ્ય આયુક્તના પ્રશાસન હેઠળ મુકવામાં આવ્યું. ૧૯૭૨માં પૂર્વોત્તર ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ લાગૂ પડવાને કારણે મિઝોરમ કેંદ્રશાસિત પ્રદેશ બની ગયું. ભારત સરકાર અને મિઝો નેશનલ ફ્રંટ વચ્ચે ઈ.સ. ૧૯૮૬માં થયેલા ઐતિહાસિક સમાધાનના ફળ સ્વરૂપે ૨૦ ફેબ્રુઆરી, ૧૯૮૭ના દિવસે મિઝોરમને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો.[૧]

ભૂગોળ[ફેરફાર કરો]

મિઝોરમ ચારે બાજુ જમીનથી ઘેરાયેલું રાજ્ય છે, જેનો દક્ષિણ ભાગ ૭૨૨[૨] કિમીની આંતર રાષ્ટ્રીય સરહદ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે છે, જ્યારે ઉત્તરી સરહદ મણિપુર, આસામ અને ત્રિપુરાને સ્પર્શે છે. મિઝોરમ ભારતનું પાંચમું સૌથી નાનું રાજ્ય છે અને ૨૧,૦૮૭ ચો. કિમી.નો વિસ્તાર ધરાવે છે. મિઝોરમ 21°56'N to 24°31'N, અને 92°16'E to 93°26'E અક્ષાંસ-રેખાંશ વચ્ચે આવેલું છે.[૩] રાજ્યની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ઉત્તર-દક્ષિણ વચ્ચે મહત્તમ અંતર ૨૮૫ કિમી અને પૂર્વ-પશ્ચિમ વચ્ચેનું મહત્તમ અંતર ૧૧૫ કિમી છે.[૩]

મિઝોરમનું ભુપૃષ્ઠ મોટાભાગે પર્વતીય અને ખીણોનું બનેલું છે. મોટા ભાગના ગામો અને નગરો પર્વતોની બાજુમાં આવેલા છે.

જિલ્લાઓ[ફેરફાર કરો]

મિઝોરમના જિલ્લાઓ

મિઝોરમ રાજ્યમાં કુલ ૮ જિલ્લાઓ આવેલા છે:

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mizoram To Be 23rd State Of India, Tribal Customs Protected". APN News. મૂળ સંગ્રહિત થી 28 July 2013 પર સંગ્રહિત. 20 August 2012 મેળવેલ. Check date values in: |accessdate= and |archive-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. ECONOMIC SURVEY, MIZORAM 2012-13 Archived 28 April 2015 at the Wayback Machine. Planning & Programme Implementation, Department Government of Mizoram (2013)
  3. ૩.૦ ૩.૧ Rintluanga Pachuau, pagal Mizoram: A Study in Comprehensive Geography, ISBN 978-81-7211-264-6, Chapter 3