આંધ્ર પ્રદેશ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આંધ્રપ્રદેશ (સિમાંધ્ર)નો નકશો. (દ્વિભાજન પછીનો)

આન્ધ્ર પ્રદેશ (તેલુગુ: ఆంధ్ర ప్రదేశ్) ભારતની દક્ષીણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે. આન્ધ્ર પ્રદેશની સીમાએ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે.તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને વસતી ની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે.તેનું પાટનગર અને સૌથી મોટુ શહેર હૈદરાબાદ છે. આન્ધ્ર પ્રદેશ નો વિસ્તાર ક્રૃષ્ણા અને ગોદાવરી નદીઓથી ફળદ્રુપ છે.આ રાજ્ય ભારત માં ૯૭૨ કિમી(૬૦૪ માઇલ) લાંબો દરિયાકિનારો ધરાવે છે,જે બધા રાજ્યો માં બીજો ક્રમાંક ધરાવે છે.

આંધ્રપ્રદેશનું દ્વિભાજન[મૂળમાં ફેરફાર કરો]

દ્વિભાજન પહેલાંનું આંધ્રપ્રદેશ

સીમાંધ્ર શબ્દ આંધ્રપ્રદેશમાં રાયલસીમા અને તટવર્તી આંધ્રના સંયુક્ત વિસ્તારની ઓળખ માટે વપરાય છે. આંધ્રપ્રદેશ રાજ્યની દ્વિભાજન પ્રક્રિયા દરમીયાન, આ શબ્દ શેષ આંધ્રપ્રદેશ (તેલંગાણાના જિલ્લાઓ સિવાયના) માટે વપરાતો હતો.

આંધ્રપ્રદેશ રાજ્યમાં તેલંગાણા (સફેદ રંગમાં) અને શેષ આંધ્રપ્રદેશ (સીમાંધ્ર) પીળા રંગમાં

ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.[૧] દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે.[૨] નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.[૩] બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્રપ્રદેશ" રાખવામાં આવ્યા.[૪][૫]

આંધ્ર પ્રદેશ રાજ્યના જિલ્લાઓ[મૂળમાં ફેરફાર કરો]

આંધ્ર પ્રદેશ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાઓ આવેલા હતા, ૨ જૂન ૨૦૧૪ના રોજ બે રાજ્ય, આંધ્રપ્રદેશ (સિમાંધ્ર) અને તેલંગાણામાં વિભાજન પછી આંધ્રપ્રદેશમ નીચેના ૧૩ જિલ્લાઓ આવેલા છે.[૬][૭]

જ્યારે નીચેના ૧૦ જિલ્લાઓ હવે તેલંગાણા રાજ્યમાં આવેલા છે.[૮]

બાહ્ય કડીઓ[મૂળમાં ફેરફાર કરો]

સંદર્ભો[મૂળમાં ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. http://www.bellevision.com/belle/index.php?action=topnews&type=8551
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  6. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  8. telangana.gov.in TelanganaDistricts