ઉત્તરાખંડ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Uttarakhand in India (disputed hatched).svg

ઉત્તરાખંડ (પૂર્વે ઉત્તરાંચલ તરિકે જાણીતું) નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર દેહરાદૂન શહેરમાં આવેલું છે. આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં હરદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

ઉતરાખંડ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં કુલ ૧૩ જિલ્લાઓ છે. આ માહિતી પર એક નજર.

F

સંકેત જિલ્લો વહીવટી મથક વસ્તી (૨૦૦૧ની ગણત્રી) ક્ષેત્રફળ (કિમી²) ઘનતા (પ્રતિ કિમી ²)
AL અલમોડા અલમોડા ૬૩૦,૪૪૬ ૩,૦૯૦ ૨૦૪
BA બાગેશ્વર બાગેશ્વર ૨૪૯,૪૫૩ ૨,૩૧૦ ૧૦૮
CL ચમોલી ગોપેશ્વર ૩૬૯,૧૯૮ ૭,૬૯૨ ૪૮
CP ચંપાવત ચંપાવત ૨૨૪,૪૬૧ ૧,૭૮૧ ૧૨૬
DD દહેરાદૂન દેહરાદૂન ૧,૨૭૯,૦૮૩ ૩,૦૮૮ ૪૧૪
HA હરદ્વાર હરદ્વાર ૧,૪૪૪,૨૧૩ ૨,૩૬૦ ૬૧૨
NA નૈનિતાલ નૈનિતાલ ૭૬૨,૯૧૨ ૩,૮૫૩ ૧૯૮
PG પૌડી ગઢવાલ પૌડી ૬૯૬,૮૫૧ ૫,૪૩૮ ૧૨૮
PI પિથોરગઢ પિથોરગઢ ૪૬૨,૧૪૯ ૭,૧૧૦ ૬૫
RP રુદ્રપ્રયાગ રુદ્રપ્રયાગ ૨૨૭,૪૬૧ ૧,૮૯૬ ૧૨૦
TG તેહરી ગઢવાલ નવી તેહરી ૬૦૪,૬૦૮ ૪,૦૮૫ ૧૪૮
US ઉધમસિંગ નગર રુદ્રપુર ૧,૨૩૪,૫૪૮ ૨,૯૧૨ ૪૨૪
UT ઉત્તરકાશી ઉત્તરકાશી ૨૯૪,૧૭૯ ૭,૯૫૧ ૩૭

ભૌગોલિક પરિસ્થિતિ[ફેરફાર કરો]