નૈનિતાલ

વિકિપીડિયામાંથી
નૈનિતાલ
—  શહેર  —
નૈનિતાલનું
ઉત્તરાખંડ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 29°23′N 79°27′E / 29.38°N 79.45°E / 29.38; 79.45
દેશ ભારત
રાજ્ય ઉત્તરાખંડ
જિલ્લો નૈનિતાલ
વસ્તી

• ગીચતા

૩૮,૫૬૦ (2001)

• 3,827/km2 (9,912/sq mi)

અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

11.73 square kilometres (4.53 sq mi)

• 2,084 metres (6,837 ft)

કોડ
  • • પીન કોડ • ૨૬૩૦૦૧/૨
    • ફોન કોડ • +૯૧ - ૫૯૪૨
    વાહન • UK 04

નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલ નૈનિતાલ જિલ્લા નું મુખ્ય મથક છે.

આ સ્થળ બાહ્ય હિમાલયની કુમાંઉ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૯૩૮મી ઊંચાઈએ આવેલ છે. નૌનિતાલ એ પર્વતની ખીણના ઢોળાવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે.આ તળાવનો પરિઘ ૨ માઈલ જેટલો છે. આની સાપાસના ઊંચું નૈના (૨૬૧૫મી) ઉત્તરે, દેવપથ ૨૪૩૮ પશ્ચિમે અને આયરપથ ૨૨૭૮ દક્ષિણમાં આવેલા શિખરો છે. ઉંચાઈપર આવેલા શિખરો પરથી દક્ષિણતરફ આવેલ વિશાળ મેદાનઅને ઉત્તરતરફ પર્વતમાળા અને તેનાથી પરે હિમાચ્છદિત હિમાલયના પર્વતની મધ્ય અક્ષ પર આવેલા શિખરોનું સુંદર દ્રશ્ય જોઈશ્કાય છે.[૧]

ભૂગોળ[ફેરફાર કરો]

નૈનિતાલ એ ૨૯.૩૮° N ૭૯.૪૫° E અક્ષાંશ રેખાંશ પર સ્થિત છે.[૨] સમુદ્ર સપાટીથી આ સ્થળની સરાસરી ઊંચાઈ ૨૦૮૪મી છે.

આબોહવા[ફેરફાર કરો]

નૈનિતાળનો ઉનાળો મૃદુ હોય છે, ઉનાળાનું મહત્તમ તાપમાન ૨૭ અંશ હોય છે અને ન્યૂનત્તમ તાપમાન ૭ અંશ હોય છે. આ સમય દરમ્યાન પ્રવાસીઓના આવાગમનને કારને નૈનિતાલની વસતિ પાંચ ગણી વધી જાય છે. શિયાળામામ્ નૈનિતાલમાં ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે બરફ પડે છે. તે સમય દરમ્યાન તાપમાન ૧૫ અંશ અને -૩ અંશની વચ્ચે રહે છે.

વસતિ[ફેરફાર કરો]

૨૦૧ની ભારતીય વસતિ ગણતરી [૩]અનુસાર નૈનિતાલની વસતિ ૩૮,૫૫૯ હતી. પુરુષઃસ્ત્રી પ્રમાણ ૫૪%:૪૬% હતું. સરાસરી સાક્ષરતાનું પ્રમાણ ૯૧% હતું. જે ૫૯.૫%ની રાષ્ટ્રીય સરાસરી કરતાં વધુ હતું. ૯૮% પુરુષો અને ૮૬% સ્ત્રીઓ સાક્ષર છે. ૧% વસતિ ૬%થી ઓછી ઉમરનાની છે. જન સંખ્યાનો મૂખ્ય ભાગ કુમાંઉનીઓની છે તે સિવાય સમગ્ર ભારત ભરના વતની ઓની છે.

પુરાણકથામાં નૈનિતાલ[ફેરફાર કરો]

નૈનિતાલ શહેરનું દ્રશ્ય , ૧૮૮૫

અમુક ભારતીય પુરાણ કથાઓમાં પણ નૈનિતાલનો ઉલ્લેખ મળી આવે છે. સ્કંધ પુરાણના માનખંડમઅં આ તળાવનો ઉલ્લેખ ત્રિ-ઋષિ-સરોવર તરીક કરાયો હોવાનું મનાય છે. અત્રિ, પુલસ્ત્ય અને પુલાહ નામના ઋષિઓ આ સ્થળે આવ્યાં, પણ આસ્થળે પાણી ન હોતા તેમણે એક મોટો લ્ખાડો ખોદ્યો અને તેને તિબેટમાં આવેલ માન સરોવરના પવિત્ર પાણીથી ભરી દીધો. એવી વાયકા છે કે નૈનિતાલમાં ડુબકી મારવી તે માનસરોવરમઅં ડુબકી મારવા જેટલું પુણ્ય આપે છે.

એમ પણ મનાય છે કે નૈનિ તળાવ ૬૪ શક્તિ પીઠમાંની એક છે. શ્ક્તિ પીઠ એવા સ્થળ છે જ્યાં દક્ષ્યાની (સતી) દેવીના ક્ષતિગ્રસ્ત શરીરના ભાગો પડ્યાં હતાં જ્યારે શિવજી તેમને લઈ જતાં હતાં. જ્યાં સતીની આંખો (નયન) પડી તે સ્થાન એ નૈનિતાલ અર્થાત આંખનુમ્ તલાવ. આ તળાવની ઉત્તરે ઞૈના દેવીના મંદિરમાં શક્તિની ઉપાસના કરાય છે.[૪][૫]

ઇતિહાસ[ફેરફાર કરો]

શરૂઆતી બાંધકામ[ફેરફાર કરો]

ચિત્ર:StJohn in Wilderness1860 BLcollection.jpg
સંટ ઝોનસ્ જંગલમાં, નૈનિતાલ, ૧૯૬૦

૧૮૧૪-૧૬ વચ્ચે ચાલેલા ગોરખા યુદ્ધ દરમ્યાન કુમાઉં ક્ષેત્ર અંગ્રેજોના તાબામાં ગયો, પણ નૈનિતલ શહેરનું સ્થાપન ૧૮૪૧માં થયું. અહીં સૌથી પ્રથમ યુરોપીય ઘર પી બેરૉન નામના શાહજહાનપુરના એક સાકર વેપારેએ બંધાવ્યું. તેમણે પોતાની યાદોમાં લખ્યું છે:"૧૫૦૦ માઈલના મારા હિમાલયના પ્રવાસમાં મેં આવું સૌંદર્ય જોયું નથી"[૬] ૧૮૪૬માં જ્યારે બંગાળ આર્ટીલરી દળના કેપ્ટન મૅડનએ અહીંની મુલાકાત લીધી ત્યારે તેમણે નોંધ્યું "આ વસાતના દ્રેક ભાગમાં ઘરો બધે જ ફૂટી નીકળ્યાં:તેમાંના અમુકતો મર્યાદિત સીમા પર હતાં જે સમુદ્ર સપાટીથી ૭૫૦૦ ફૂટ ઉંચાઈ પર હતાં: અહીં અન્યારપટ્ટ્ નામની ખાડા ટેકરા વાળી અને જંગલ જેવી જગ્યા છે જેનો કુમાંઉ ભાષામાં અર્થ થાય છે સંપૂર્ણ અંધારું.અહીં અત્યંત ઓછા સૂર્ય કિરણો પડવાને કારણે આને એવું નામ અપાયું હતું. સેંટ જ્હોન ઈન ધ વાઈલ્ડરનેસ એ અહીં એક ચર્ચ બંધાવ્યું. [૭] તે પછીના ટૂંક સમયમાં જ આ સ્થળ બ્રિટિશ સિપાહીઓ અને અન્ય અધિકારીઓ માટે મેદાનોની ગરમીથી બચવાનું એક આઅદર્શ સ્વાસ્થ પડાવ બની ગયું. આગળ જતાં આ સ્થળ આગ્રા અને અવધના ગવર્નરનું ઉનાળુ રાજધાની બની ગઈ.

૧૮૮૦નું ભૂસ્ખલન[ફેરફાર કરો]

ભૂ સ્ખલન પહેલાનું સમાન્ય દ્રશ્ય, નૈનિતાલનો ઉત્તરી ભાગ, ૧૯૭૫

૧૮૮૦માં શહેરના ઉત્તરીય ભાગમાં ભૂ સ્ખલન થયું હતું જેમાં ૧૫૧ લોકો મૃત્યુ પામ્યાં હતાં. ઇતિહાસમાં નોંધાયેલ સૌથી પ્રથમ ભૂસ્ખ્લન ૧૮૬૬ અમ્લા ટેકરી આગળ અને ૧૮૭૯માં ફરી તેજ સ્થળે થયું હતું. પણ૧૮ સપ્ટેમ્બર ૧૮૮૦નું ભૂ સ્ખ્લન સૌથી વિશાળ હતું. આમા કુલ ૧૦૮ ભારતીયો અને ૪૩ બ્રિટિશ લોકો હતાહત થયેલ હતાં. આ ભૂ સ્ખલનમાં વિધાન ભવન અને નૈના દેવી મંદિર સંપૂર્ણ નાશ પામ્યાં હતાં. આ ભાગ પર એક મનોરંજન સ્થળ 'ધ ફ્લેટ્સ' બંધાવાયું અને નૈના દેવીનું મંદિર ફરી બંધાવાયું. બવિશ્યની હોનારતોને ટાળવા અહીં નળા બંધાવાયા અને મકાન બાંધકામ ના નિયમો વધુ કડક બનાવાયા.

શાળાઓની સ્થાપન[ફેરફાર કરો]

નૈનિતાલ ભૂસ્ખલન, ૧૮૮૦

૧૯મી સદીના ઉત્ત્રરાર્ધમાં નૈનિતાલમાં બાળકો અને બાલિકાઓ માટે અહીં ઘણી "યુરોપીય" શાળાઓ સ્થાપવામાં આવી. એડવર્ડીયન અને વિક્ટોરીયન સમય દરમ્યાન અહીંની શાળાઓના મોટા ભાગના વિદ્યાર્થીઓ બ્રિટિશ વસાહતી અધિકારીઓના બાળકો હતાં.દા.ત ,[૭]૧૯૦૬માં અહીં અડધો ડઝન આવી શાળાઓ હતી. જેમકે "ડોસેશીયન બોયઝ સ્કુલ" ચર્ચ ઑફ ઈંગલેંડના માર્ગદર્શન હેઠળ(અત્યારે શેરવુડ કોલેજ), ફીલૅન્ડર સ્મિથ કોલેજ (હવે, બિરલા વિદ્યા મંદિર) વગેરે ૧૯૨૦ અને ૩૦ દરમ્યાન આ શાળાઓએ ભારતીય વિદ્યાર્થીઓની ભરતી પણ શરૂ કરી. આ વહેણ સ્વતંત્રતા સુધી ચાલુ રહ્યો.

પરિવર્તન[ફેરફાર કરો]

ટેનીસ ટુર્નામેંટ, નૈનિતાલ, ૧૮૯૯

૧૮૮૦ સુશી તો નૈનિતાલ એ સર્વરીતે અંગ્રેજ માલિકેને આધિન થઈ ગયું હતું. ભારતીય હાજરી તો માત્ર પાર્શ્વ ભૂમિમાં મજૂરો કે સેવા ક્ષેત્રમાં કે કોઈ રાજવીની હતી. મોટા ભાગના વિક્ટોરિયા કાળ દરમ્યાન આજ સ્થિતિ રહી. ૨૦મી સદીના શરુઆત્થી જ્યારે વાર્ષ્હીક બદલે અનુસર ભારતીય અફસરો અહીં આવવાનું શરૂ થયું ત્યારે સ્થિતિ બદલાઈ. ૧૯૦૧ સુધી અહીંની વસતિ ૭૬૦૯ થઈ ગઈ હતી.[૮] અન્ય બદલાવ ૧૯૨૫માં આવ્યો જ્યારે બ્રિટિશ સનદી અધિકારીઓને તેમનું વાર્ષીક વેકેશન ઈંગલેંડમાં ગાળવા વટાવ મળવા લાગ્યો,[૯] આને પરિણામે , ઘણાં અધિકારીઓએ ઉનાળામાં પર્વતીય સ્થળો જવાનું બંધ કર્યું. તે સમયથી નૈનિતાલમાં અંગ્રેજોનું વર્ચસ્વ (ઘર માલિકીના હિસાબે)ઘટતું ચાલ્યુ.

આજનું નૈનિતાલ[ફેરફાર કરો]

નૈનિતાલ અને આસપાસ[ફેરફાર કરો]

૧૮૮૦માં નાશ પામેલ નૈના દેવી મંદિરને ફરી બાંધવામાં આવ્યું હતું. આ મંદિર તળાની ઉત્તરીય સીમા પર આવેલું છે. આ મંદિરના અધિષ્ઠ દેવી છે મા નૈના દેવી જેમને બે નેત્રો દ્વાર બતાવાયા છે. તેમની બાજુમાં કાળી માતા અને ગણેશજી છે.

સેંટ જોહ્ન ઈન વાઈલ્ડરનેસ ચર્ચની સ્થાપના ૧૯૪૪માં કરવામાં આવી હતી. આ ચર્ચ પણ તળાવની ઉત્તરીય સીમા પર (મલ્લીતલ) છે અને નૈના દેવી મંદિરથી અડધો માઈલ દૂર છે.આ ચર્ચને આવું નામ કલકત્તાના બિશપ ડેનીયલ વીલ્સને આપ્યું હતું

રાજ ભવન તરીકે ઓળખાતી ગવર્નર હાઊસ નામની ઈમારત ૧૮૯૯માં બાંધવામાં આવી હતી. આની બાંધકામ શૈલિ વિક્ટોરિયન ગોથિક પ્રકારની છે. એફ. ડબલ્યૂ. સ્ટીવન્સ આના વાસ્તુકાર છે. શરુઆતમાં આ વાયવ્ય પ્રાંતના ગવર્નરનું અને પાછળથીએ સંયુક્ત પ્રાંતના ગવર્નરનું ઘર બન્યો. હાલમાં રાજ ભવન એ ઉત્તરા ખંડના ગવર્નરનું મહેમાન ઘર છે. આમાં બે માળ, ૧૧૩ ઓરડા, મોટું ઉદ્યાન, અને ગોલ્ફ મેદાન છે. આની મુકાકાત લેવા પહેલા રજા મેળવવી આવશ્યક છે.

સ્નો વ્યુ આ સ્થળ ૨૨૭૦ મીની ઊંચાઈએ શેર કા દંડાનામની પર્વતીય ચાસ પર આવેલું છે. અહીં કેબલ કાર દ્વારા સહેલાઈથી પહોંચી શકાય છે. પ્રૌઢ વ્યક્તિ માટે તેની ટિકિટી ૧૦૦ રૂ અને બાળકોમાટે ૬૦ રૂ છે. આનો સમય સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦નો છે. કોઈ સાફ દિવસે હિમાચ્છાદિત હિમાલય, નંદાદેવી, ત્રિશુલ અને નન્દાકોટનું દ્રશ્ય પૂરું પાડે છે. અહીંથી પર્વતો જોવાનો આદર્શ સમય છે મોડેથી ઓક્ટોબર કે નવેમ્બર મહિનો.

નૈના શિખર ને ચિના કે ચીના શિખર તરીકે પણ ઓળખાય છે. અહીંની ઊંચાઈ ૨૬૧૫ મી છે. આ સ્થળ નગરના ઉત્તર ભાગથી ચાલી શકાય તેટલા અંતરે છે. (૬ કિમી). આ શોખરની ટોચ પરથી હિમાલયની હિમાચ્છાદિત ટેકરીઓ અને નૈનિતાલ શહેર જોઈ શકાય છે. આ ચઢાણ થકવી દેનાર છે. નબળા પ્રવાસીઓ મલ્લિતલથી કે સ્નો વ્યૂથી ખચ્ચરની સવારી લઈ શકે છે.

ટિફીન ટોપ કે ડોરોથીઝ સીટ (ટીફીન = દિવસે લેવાતું હળવું ભોજન). આ એક આયરપટ્ટા શિખરની સપાટ ટોચ છે. આની ઊંચાઈ ૨૨૯૨ મી છે. શહેરની મધ્યમાંથી આનું ચઢાણ (૪ કિમી) શરૂ થાય છે અને શહેર અને આસપાસના ગામડાઓનું સુંદર દ્રશ્ય આપે છે. ડોરોથીઝ્ સીટ એ ટીફીન ટોપ પર આવેલ એક પથ્થરનું સ્મૃતિ ચિન્હ છે. અંગેજી કળાકર ડોરોથી કેલ્લેટની યાદમાં તેને ડોરોથીના પતિ અને અન્ય ચાહકો દ્વારા ચણાવાયું છે. is

ઉત્તરાખંડનું ઉચ્ચ ન્યાયાલય આ પહેલાં ઓલ્ડ સેક્રેટરીયેટ તરીકે ઓળખાતું.

ઉચ્ચ ઊંચાઈ પર આવેલા ભારતના બે પ્રાણી સંગ્રહાલયમાં નું આ એક છે. અન્ય દાર્જીલિંગમાં છે. અહીં ઘણા ફીસેન્ટ છે જેમ કે કાલીજ ફીસેન્ટ વિગરે. સાયબેરિયન વાઘ, હિમચિત્તો, બકરી એન્ટીલોપ- ઘુરલ અને સેરૉ જેવા ઉચ્ચ ઊંચાઈ પર રહેતા સસ્તનો પણ છે. પ્રાણીઓને તેમની વસવાટ્આની ઉંચાઈ અનુસાર રખાય છે દા. ત. હિમ દીપડાને સૌથી ઉપર રખાયો છે.

ગર્ની હાઉસ, એ જીમ કોર્બેટનું પ્રાચીન ઘર છે. તે આયરપ્ટ્ટા ટેકરી પર આવેલું છે. કેન્યા જતાં પહેલાં તેમણે આ ઘર બિહારના એક જમીન દાર એસ પી વર્મા અને કલાવતી વર્માને વેચી દીધું જેમના છોકરાઓ અહીં અભ્યાસ કરતાં હતાં હવે તે ઘર એસ પી વર્માની પ્રપૌત્રી નીલંજના દાલમિયાના કબ્જામાં છે. આ નિજી ઘર છે પણ જીમ કોર્બેટની યાદગિરી તરીકે જાહેર જનતા માટે ખુલ્લું છે.આ નૈનિતાલનું એક પ્રમુખ આકર્ષણ છે. આની આસપાસની ટેકરી દેવદાર, ઓકપાઈન અને રોડોડેન્ડ્રોન આદિ.

નૈનિતાલની બહાર[ફેરફાર કરો]

નૈનિતાલ જિલ્લામાં આવેલ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન (૨૯° 32 N° 78) એ ભારતનું સૌથી પ્રાચીન રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ પાર્ક નૈનિતાલથી ૬૩ કિમી પશ્ચિમ તરફ આવેલું છે. અહીં હાથી, વાઘ, ચિત્તળ, સાબર, નીલગાય, ઘડિયાલ, નાગ, મંટજેક, જંગલી સુવર, હેજહોગ, સામાન્ય કસ્તુરી છછુંદર (સફેદ-દાંત વાળા છછુંદર), ઉડતાં શિયાળ (ટેરોપસ, વિશાળ ચામાચિડીયા), ભારતીય કેડીખાઉ, અને ૬૦૦ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે.

મુક્તેશ્વર એ ૨૨૮૬ મી ઊંચાઈ એ આવેલ એક સુંદર પર્વતીય નગર છે. અહીં ભારતીય પ્રાણીજ વૈદકીય સંસ્થાન આવેલું છે. અહીંથી કોઈ આવરોધ વિના પશ્ચિમ હિમાલયના શિખરો જેમકે નંદાદેવી, ત્રિશુલ અને નંદા કોટ આદિ જોઈ શકાય છે.

ભીમતાલ નું નામ બીજા પાંડવ ભાઈ ભીમ પરથી પાડવામાં આવ્યું છે. આ તળાવ ૧૩૭૦મી ની ઊચાઈ પર આવેલું છે અને તે નૈનિતાલ કરતાં પણ મોટું છે. આ તળાવની વચમાં એક બેટ આવેલું છે જેના પર આહારગૃહ છે. આ તળાવના એક છેડે આવેલા ૪૦મી ઊંચા બંધ ની બાજુમાં ૧૭ મી સદીમાં બંધાયેલ ભીમેશ્વરનું મંદિર છે.

સાતતાલ,અર્થાત્ સાત તળાવ, એ નૈનિતાલ થી ૨૩ કિમી હિમાલયની નીચી પર્વતમાળા દૂર ૧૩૭૦મી ઊંચાઈ પર આવેલ એક તળાવ છે. એક પ્રાચેન ઓકના વૃક્ષોની વચમાં આવેલું એક બીજા સાથે જોડાયેલ સાત નાના તળાવનો સમુહ છે. સાત તળાવમાં આવતાં પ્રથમ તલાવ નળ દમયંતી તળાવ છે; તેની પછી પન્ના કે ગરુડ તળાવ; છેવટે ત્રણ તળાવનું જૂથ: રામ, લક્ષમણ, અને સીતા તળાવો.

ખુર્પા તાલ, શાબ્દીક અર્થ ખરપડી તળાવ, એ ૧૬૩૫ મી ઊંચાઈએ નૈનિતાલથી ૧૦ કિમી દૂર આવેલ એક સુંદર તળાવ છે. માછી મારોને આ તળાવ પ્રિય છે. આ તળાવની ચારે બાજુએ પગથિયાના રૂપે ખેતરો છે.

નૌકુચિયા તાલ, અર્થાત નવ કોણ ધરાવતું તળાવ, એ ૧૨૨૦મી ઊંચાઈ પર આવેલ નનિતાલથી ૨૬ કિમી દૂર અને ભીમતાલથી ૪ કિમી દૂર આવેલ એક તળાવ છે. આ તલાવ લગભગ ૧ કિમી લાંબું અને ૦.૫ કિમી પહોળો અને ૪૦ મીટર ઊંડો છે. નૈનિતાલ ક્ષેત્રનું આ સૌથી ઉંડુ તળાવ છે. એવી લોકવાયકા છે જો તમે નવે ખોણાને એક પલકવારમાં જોઈ લો તો વાદળમાં અદ્રશ્ય થઈ શકો

હનુમાનગઢી, કે હનુમાન ગઢ, એ ૧૯૫૧ મી ની ઊંચાઈ એ આવેલ એક મંદિર સંકુલ છે. તલ્લીતાલ બસ સ્ટોપથે આ તે ૩.૫ કિમી દૂર છે. આ મંદિરના પ્રમુખ દેવ હનુમાન છે. તેમને પોતાની છાતી ચીરી રામ સીતાની છબી પ્રતિબિંબિત કરતા દર્શાવાયા છે. હનુમાન ગઢી પોતાના સૂર્યાસ્તના દેખાવ માટે જરૂરી છે.

રાણીખેત એ અલ્મોડા જિલ્લામાં આવેલ એક હવા ખાવાનું સ્થળ અને કેન્ટોનમેંટ ટાઉન છે

બાગેશ્વર એ બાગેશ્વર જિલ્લામાં આવેલ એક નગરપાલિકા છે.

અલમોડા એ અલમોડા જિલ્લામાં આવેલ કેન્ટોન્મેન્ટ ટાઉન છે.

કૌસાની એ બાગેશ્વર જિલ્લામાં આવેલ એક સ્થળ છે.

પિત્તોડગઢ એ પિત્તોડગઢ જિલ્લામાં આવેલ એક નગર પાલિકા છે.

પંતનગર હવાઈ મથક, ૬૫ કિમી દૂર આવેલ હવાઈ મથાક છે.

અભ્યાસ અને સંશોધન સંસ્થાન[ફેરફાર કરો]

શાળાઓ[ફેરફાર કરો]

એક સદી થઈ ગઈ , નૈનિતાલ તેની શાળાઓ માટે જાણીતું છે. તેમાંની શેરવુડ કોલેજ,[૧૦] ૧૮૬૯; ઑલ સેંતઝ કોલેજ,[૧૧] ૧૮૬૯; સેંટ મેરીઝ્ કોન્વેન્ટ હાઈ સ્કુલ(૧૮૭૮); અને સેંટ જોસેફઝ્ કોલેજ-૧૮૮૮. તે સિચાય સ્વતંત્રતા પછી નવી શાળાઓ પણ અસ્તિત્વમાં આવી : બિરલા વિદ્યા મંદિર, ૧૯૪૭; સનવૉલ સ્કુલ, ૧૯૪૦ (મલ્લિતાલ); સેંટ એમટુલ્સ પબ્લીક સ્કુલ, ૧૯૮૩; પર્વતી પ્રેમા જગતી સરસ્વતી વિહાર - ૧૯૮૩ ; અને ઓકવુડ સ્કુલ - ૧૯૮૯. છૈત રામ શાહ થુલગર્ય ઈંટર કોલેજ (CRST) નૈનિતાલ મલ્લિતાલ ; ભાઅરતીય શહીદ સૈનિક વિદ્યાલય(BSSV) નૈનિઆલ, સૈનિક સ્કુલ , સ્થાપાના ૧૯૬૬, ગોરખાલ , ભોવાલી.

કુમાંઉ વિશ્વવિદ્યાલય[ફેરફાર કરો]

નૈનિતાલ કુમાંઉ વિશ્વવિદ્યાલય [૧૨] ના બે સંકુલમાંનું એક છે અને અન્ય અલમોડા વિશ્વવિદ્યાલય. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ૧૯૭૩ની સાથે થઈ.

એરીસ (રાજકીય વેધશાળા)[ફેરફાર કરો]

૫૦ વર્ષ જુની આ વેધશાળાનો ૨૦૦૪માં પુનર્જન્મ થયો. તેનું પૂર્ણ નામ આર્યભટ્ટ રીસર્ચ ઈન્સીટીટ્યુટ ઑફ ઓબસ્ર્વેશનલ સાયન્સેસ છે. આ ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકી ખાતાની હેઠળ આવતી એક સ્વાયત્ સંસ્થા છે. આ સંસ્થા વારાણસીમાં ૧૯૫૪માં ચાલુ કરાઈ પણ આના એક વર્ષ પછી આને નૈનિતાલના વધુ સ્વચ્છ આકાશમાં ખસેડાઈ. ૧૯૬૧માં આને અત્યારના સ્થાન નૈનિતાલથે અમુક કિમી દૂર મનોરા ટેકરી પર સ્થપાઈ. એરીસનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પ્રકાશ નીરીક્ષણ સેવાના ખગોળ શાસ્ત્ર, ખગોળ ભૌતિકી અને વાતાવરણીય વિજ્ઞાન સંબંધી સંશોધનમાં મદદ કરવાનો છે.

પુસ્તકાલયો[ફેરફાર કરો]

નૈનિતાલ ક્ષેત્રમાં ઘણાં વાંચનાલયો છે.જેમકે ૧૯૩૪મં સ્થાપિત દુર્ગાલાલ શાહ મ્યુનિસીપલ લાયબ્રેરી;[૧૩] ઉત્તરાખંડ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશનની વાંચનાલય અને દસ્તાવેજ કેંદ્ર, મલ્લીતાલ;[૧૪] એરીશ વેધશાળા નું પુસ્તકાલય;[૧૫] અને કુમાંઉ વિશ્વવિદ્યાલય પુસ્તકાલય.[૧૬]

પર્યાવરણીય ક્ષપણ[ફેરફાર કરો]

હાલના વર્ષોમાં, વિદ્વાનો, ભૂસ્તરશાસ્ત્રીઓ, જાગૃત નાગરિકો અને ન્યાય પાલિકા નૈનિતાલમાં ચાલી રહેલા આડેધડ બાંધકામ અને તેના નૈનિ તળાવ પર થતી અસર પ્રત્યે જાગૃત બન્યા છે. આને પરિણામે, તળાવના ક્ષપણ અને તેની પર્યાવરણનો અભ્યાસ હાથે ધરાયો છે. થળાવના તળિયે બાજેલ કાંપ ઉલેચવાનું, જલ ગ્રાહ્ય ક્ષેત્રોમાં વૃક્ષારોપણ આદિ કામો હાથ ધરાયા છે; જો કે આ ઉપાયો નાજુક પર્યાવરણ પ્રના દબાણને ખાળવા પૂરા નથી. પ્રવાસીઓ અને તેમની સાથે આવતાં વાહનોની સંખ્યામાં ખૂબ વધરો થયો છે. જો આના પર કાબુ નહીં મુકાય તો નૈનિતાલ એક કદરૂપું શહેર બની જશે.

દા.ત. એવું નોંધાયું છે કે નૈનિ તળાવમાં દર વર્ષે શિયાળામાં હજારો માછલીઓ મૃત્યુ પામે છે. છેલ્લામાં છેલ્લે આ ઘટના જાન્યુઆરી ૨૦૦૬માં બની હતી. નૈનિ તળાવ માત્ર ૨૦ મીટર ઊંડુ છે. તેમ છતાં તેના હાયપોલીમિનીક સ્તર (સૌથીનીચેની ઠંડી સ્થિર અને સમાન તાપમાન ધરાવતું સ્તર) નામના સ્તરમાં ઓક્સિજનનું પ્રમાણ માછલીઓના જીવન માટે જરૂરી સ્તર કરતા ઘણું ઓછું છે. આનું મુખ્ય કારણ પ્રદુષણ, ગેરકાયદેસર કચરો ઠાલવવો આદિ છે. આ તકલીફ શિયાળામાં વધી પડે છે જ્યારે સપાટે પરનું ઉષ્ણતામાન પડી જવાને કારણે ઊંડાણનું પાણી ઉપર આવી જાય છે. અલ્પ ઓક્સિજનની માત્રા ને કારણે માછલીઓ મરી જાય છે. એક સમયના નૈનિતાલના જિલ્લા મેજિસ્ટ્રેટ, રાકેશ કુમાર અનુસાર મુખ્ય ત્કલીફ નીછેની સપાટીનું પાણી ખેંચે કાઢવાનો છે. જો તેમ કરી શકાય તો ફુવારા દ્વારા આ પાણીને ઓક્સિજન મય કરી શકાય.

હાલના સમયમાં અમુક જાગૃત નાગરિકો આ શહેરનું વધુ ક્ષપણ રોકવા માટે આગળ આવ્યાં છે. ૨૦૦૭થી ૧૮ સપ્ટેમ્બર ૧૮૮૦માં થયેલ ભૂ સ્ખલનની યાદમાં આ 'ક્લિન અપ નૈનિતાલ ડે' તરીકે ઉજવાય છે.આ દિવસે વિદ્યાર્થીઓ અને સમાજના અન્ય લોકો સાથે મળી નગર સાફ કરવા આગળ આવે છે. તે સિવાય મૈત્રી તરીકે ઓળખાતું એક મહિલા સંગઠન દર ૧૮ તારીખે આ કાર્ય કરે છે. આ જાઙ્ર્તીથી પ્રરણા લઈ નગરપાલિકા અને જિલ્લા વ્યવસ્થાપને મિશન્ બટરફ્લાય નામે એક ઘન કછરા વ્યવસ્થાપન માટે એક યોજના ઘડી છે અને સમાજમાંથે લેક વોર્ડન તરીકે લોકો ની નિમણૂક કરી છે જેઓ તળાવ પ્રદૂષિત કરનારા પર નજર રાખે છે.

હાલના વર્ષોમાં સરકાર અને સ્થાનીય પર્યાવરણ સંસ્થાઓની મદદથી જળ-હવાઈ કરણ કાર્ય શરૂ કરાયું. આનો મુખ્ય ઉદ્દેશ્ય તળાવના BOD (બાયો કેમીકલ ઓક્સિજન ડિમાન્ડ) ના સ્તરમાં ઘટાડો કરવાનો હતો.. તળાવ દ્વાર થતી નિક્ષેપ પાચનની વાયુવિહિન પ્રક્રિયા કરતાં વાયુજનિત પ્રક્રિયા વધુ ઝડપી હોય છ. વાયુવિહિન પાચનમાં જૈવિક થારણ પર યાતો કાબુ આવે છે યાતો ઘટાડો આવે છે, જ્યારે વાયુજનિત પાચન જૈવિક થારણનો વધારો કરવામાં મદદ કરે છે. વાયુવિહિન પાચન દરમ્યાન જીવાણું એન્ઝાઈમ અને ઓક્સિજનની ગેરહાજરીને કરણે તળિયે રહેલા પોષક તત્વો દ્રાવ્ય બની જાય છે. ત્યાર બાદ આ પોષક તત્વોપાણી સ્તંભમાં પ્રવેશે છે અને નવા ઝાંખર અને શેવાળની વૃદ્ધીને પોષે છે. તળાવના તળીયે રહેલી વાયુવિહિન સ્થિતિ તળાવના ખોરાક શૃંખલા પર દુર્ગામી પરિણામ લાવે છે. આને કારણે માછલીની સંખ્યા પર અસર થાય છે, માછલીઓને રહેવાલયક સ્થળ ઘટે છે અને માછલીઓની સંખ્યા, આકર અને ગુણવત્તા પર અસર થાય છે.

આ મસલો હલ કરવા અને તળાવના પાણીની ગુણવત્તા સુધારવા માટે તળાવના પટ્ટમાં ઘણી જગ્યાએ દબાણ પૂર્વક છોડાતી હવાના જેટ મુકવામાં આવ્યાં છે. આ જેટ ગોલુ દેવતા મંદિર પાસે આવેલા કંપ્રેસર દ્વારા ભારે દબાણયુક્ત હવા ને આ જેટ દ્વારા તળાવના પાણીમાં મુક્ત કરવામાં આવે છે. હવાના પરપોટા પાણીમાંઉપર તરફ વહેતા પાણીમાં ઓક્સિજન ભળવામાં મદદ મળે છે અને પાણીની ગુણવત્તામાં સુધારો થાય છે. છેલ્લાં અમુક વર્ષોમાં લેવાયેલા અથાગ પરિશ્રમનું ફળ હવે દેખાવા લાગ્યું છે.

દ્રશ્યમાન રીતે તળાવનું પાણી વધુ સાફ દેખાય છે અને BOD ના સ્તરમાં ઘટાડો આવ્યો છે. જલ ઓક્સિકરણના આ પ્રયાસને વધુ અસરકારક બનાવવા માટે ગોવિંદ વલભ પંત વિશ્વવિદ્યાલયના ખેતી અને ટેકનોલોજી વિભાગ, પંત નગર દ્વારા આ તળાવમાં પ્લેંક્ટન અને શેવાળ ખાનારી માછલીઓ છોડવામાં આવી. આને લીધે સફાઇના કાર્યને વેગ મળ્યો. હવે ભૂતકાળની માફક સપાટે પર મૃત માછલીઓ દેખાતી નથી. તેને બદલે સુંદર રંગબેરંગી માછલીઓ પ્રવાસી અને સ્થાનીય લોકો માટે એક જોવાલાયલક દ્રશ્ય બની ગયું છે.

નૈનિતાલ સાહિત્યમાં[ફેરફાર કરો]

મુખ્ય લેખકો કે જેમણે પોતાના સાહિત્યમાં નૈનિતાલનો ઉલ્લેખ કર્યોઇ તે છે: રુડયાર્ડ કિપલિંગ, મુનશી પ્રેમચંદ, યશપાલ, જૈનેન્દ્ર કુમાર, રાહુલ સંક્રિત્યાનન અને જીમ કોર્બેટ.

નોંધ અને સંદર્ભો[ફેરફાર કરો]


  1. નૈનિતાલ જિલ્લો The Imperial Gazetteer of India, volume 18, pp. 322-323. 1908
  2. ફોલીંગ રેઈન જીનોમિક્સ, ઈન્ક - નૈનિતાલ
  3. ભારતીય વસતિ ગણતરી
  4. File:View of Mallital, without the present Naina Devi Temple, Nainital, 1865.jpg બ્રિટિશ લાયબ્રેરી.
  5. File:View of Nainital, from the South East (Tallital side), 1865.jpg બ્રિટિશ લાયબ્રેરી.
  6. (Pilgrim 1844)
  7. ૭.૦ ૭.૧ (Murphy 1906)
  8. નૈનિતાલ આ લેખ ની કેટલીક માહિતી પબ્લિક ડોમેન જ્ઞાનકોશ 1911 Encyclopædia Britannica માંથી લેવાયેલી છે..
  9. (Kennedy 1996)
  10. શેરવુડ આદ્ય વિદ્યાર્થી
  11. ઓલ સેન્ટ્સ કોલેજ , નૈનિતાલ
  12. "કુમાંઉ વિશ્વવિદ્યાલય". મૂળ માંથી 2010-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  13. સિંઘ, સરિના (૨૦૦૫). લોન્લી પ્લેનેટ : ભારત (નૈનિતાલ). ISBN 1-74059-694-3. પૃષ્ઠ ૪૨૫.
  14. The World Bank ભારત: ડીપોસીટેરી પુસ્તકાલય , ૨૦૦૬.
  15. "એસ્ટ્રોનોમિકલ નેટવર્કીંગ પુસ્તકાલયો". મૂળ માંથી 2006-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-15.
  16. "કુમાંઉ વિશ્વવિદ્યાલય". મૂળ માંથી 2010-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  • બેટમેન, જોસીયાહ (૧૮૬૦), ધ લાઈફ ઓફ્ ધ રાઈટ Rev. ડેનીયલ વિલસન, ડી.ડી., કલકત્તા અને ભારતીય શહેરી ક્ષેત્રના સ્વર્ગીય બિશપ , ખંડ ૨, જ્હોન મુરે, અલ્બેમાર્લી સ્ટ્રીટ , લંડન. 
  • કોર્બેટ, જીમ (૧૯૪૪ (૨૦૦૨)), મેન-ઈટર્સ ઓફ કુમાઉં, ઓક્સફોર્ડ ઈંડિઅયા રિપ્રિંટ 
  • કોર્બેટ, જીમ (૧૯૪૮ (૨૦૦૨)), ધ મેન ઇટીંગ લેપર્ડ ઓફ રુદ્ર પ્રયાગ, ઓક્સફોર્ડ ઈંડિઅયા રિપ્રિંટ 
  • કોર્બેટ, જીમ (૧૯૫૪ (૨૦૦૨)), ધ ટેમ્પલ ટાઈગર્સ એન્ડ મોર મેન-ઈટર્સ ઓફ કુમાંઉ, ઓક્સફોર્ડ ઈંડિઅયા રિપ્રિંટ 
  • ફેરર, જોસેફ (૧૯૦૦), રેકલેક્શન ઑફ માય લાઈફ, વિલિયમ બ્લેકવુડ્સ એન્ડ સન્સ, એડીનબર્ગ અને લંડન 
  • ઈંપીરીયલ ગેઝેટીયર ઑફ ઈંડિયા (૧૯૦૮), ઈંપીરીયલ ગેઝેટીયર ઑફ ઈંડિયા, ખંડ ૧૮, પૃષ્ઠ. ૩૨૨-૩૨૩., ઓક્સફોર્ડ યુનિવર્સીટી પ્રેસ, ઓક્સફોર્ડ અને લંડન 
  • કેનેડી, ડૅન (૧૯૯૬), ધ મેજીક માઉન્ટેન્સ: હીલ સ્ટેશન્સ એન્ડ ધ બ્રિટિશ રાજ, યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયા પ્રેસ , બેર્કલી , લોસ એન્જેલીસ, અને ઓક્સફોર્ડ. ૨૬૪ પાના. 
  • કીપલીંગ, રુડયાર્ડ (૧૮૮૯), ધ સ્ટોરી ઓફ ગેટ્સબાયસ, મેકમિલન ઍન્ડ કંપની, લંડન 
  • કીપલીંગ, રુડયાર્ડ (૧૯૮૫), અન્ડર ધ દેઓદાર્સ, મેકમિલન ઍન્ડ કંપની, લંડન 
  • મેકલારેન, ઐવા શો (૧૯૨૦), એલ્સી ઈંગ્લીસ: ધ વુમન વીથ ટોર્ચ, મેકમિલન ઍન્ડ કંપની, ન્યૂ યોર્ક 
  • મે'ક્રીંડલ, જે .ડબલ્યુ. (૧૯૦૧), એન્સીયન્ટ ઈંડિયા: એસ ડિસક્રાઈબ્ડ ઈન ક્લાસીકલ લીટરેચર, આર્ચીબાલ્ડ કોન્સટેબલએન્ડ કમ્પની, વેસ્ટમેનીસ્ટર 
  • મર્ફી, સી.ડબલ્યુ. (૧૯૦૬), નોટ્સ ઓન વોન્ડરીંગસ ઈન હિમાલયા, આગ્રા અખબર પ્રેસ, આગ્રા 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: