લખાણ પર જાઓ

નૈનિતાલ જિલ્લો

વિકિપીડિયામાંથી

નૈનિતાલ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ કુમાઉ મંડલમાં આવેલો જિલ્લો છે. નૈનિતાલ જિલ્લાનું મુખ્યાલય નૈનિતાલમાં છે.

આ જિલ્લાનું મુખ્ય મથક નૈનિતાલ અંગ્રેજોના જમાનામાં પર્વતીય પર્યટક સ્થળ તરીકે પ્રસિદ્ધ થયું હતું. અહીં નૈના દેવીનું મંદિર આવેલું છે. નગરની વચ્ચોવચ્ચ એક ઝીલ (સરોવર) પણ આવેલું છે, જેની આકૃતિ દેવીની આંખ એટલે કે “નૈન” જેવી છે. આ ઝીલ (તળાવ)ના કારણે આ સ્થળનું નામ નૈનીતાલ પડ્યું હતું. નૈનીતાલ આજે ભારત દેશનાં અગ્રણી પર્વતીય સ્થળોમાંથી એક છે. દર વરસે અહીં ઉનાળાની ઋતુમાં સહેલાણીઓ આવે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]