ચમોલી જિલ્લો

વિકિપીડિયામાંથી

ચમોલી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ ગઢવાલ મંડલમાં આવેલો જિલ્લો છે. ચમોલી જિલ્લાનું મુખ્ય મથક ગોપેશ્વરનગરમાં આવેલું છે. છે.

બરફથી ઢંકાયેલા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા ઘણી જ ખૂબસૂરત છે. ચમોલી અલકનંદા નદીના કિનારા સમીપ બદ્રીનાથ માર્ગ પર આવેલું છે. ચમોલી મુખ્ય ધાર્મિક સ્થાનોમાંથી એક છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. ચમોલીની પ્રાકૃતિક સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આખા ય ચમોલી જિલ્લામાં કેટલાંય એવા મંદિર આવેલાં છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચમોલી જિલ્લામાં ઘણાં નાનાં તેમ જ મોટાં મંદિરો યાત્રાળુઓને રહેવાની સુવિધા પ્રદાન કરે છે. આ પ્રકારનાં મંદિરોની જગ્યાને સ્થાનીક ભાષામાં ચાતી કહેવામાં આવે છે. ચાતી એટલે એક પ્રકારની ઝુંપડી.