અલકનંદા નદી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
દેવપ્રયાગ ખાતે ભાગીરથી અને અલકનંદા નદીઓનો સંગમ

અલકનંદા નદી ભારતીય ઉપખંડની સૌથી વધુ મહત્વની તેમ જ પવિત્ર એવી ગંગા નદીની ઉપનદી છે. અલકનંદા એ ગંગા નદીનાં ચાર નામો પૈકીનું એક નામ છે. ચાર ધામમાં ગંગા નદીનાં ઘણાં રુપ અને નામ જોવા મળે છે. ગંગોત્રી ખાતે ગંગા નદીને ભાગીરથીના નામથી ઓળખવામાં આવે છે. કેદારનાથ ખાતે મંદાકિની અને બદ્રીનાથ ખાતે અલકનંદા નામથી ઓળખવામાં આવે છે.

અલકનંદા નદી ઉત્તરાંચલ રાજ્યમાં શતપથ અને ભગીરથ ખડક નામક હિમનદીમાંથી નીકળે છે. આ સ્થાન ગંગોત્રી કહેવાય છે. અલકનંદા નદી પહાડોની ખીણમાં લગભગ ૨૨૯ કિલોમીટર જેટલું અંતર કાપે છે. દેવ પ્રયાગ અથવા વિષ્ણુ પ્રયાગ ખાતે અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ થાય છે અને ત્યારબાદ અલકનંદા નામ સમાપ્ત થઇ કેવળ ગંગા નામ વડે ઓળખાય છે. [૧] અલકનંદા નદી ચમોલી, તેહરી અને પૌડી જિલ્લાઓમાંથી પસાર થઇને આગળ વહે છે.[૨] ગંગા નદીમાં વહેતા પાણીમાં અલકનંદા નદીના પાણીનું યોગદાન ભાગીરથી નદી કરતાં વધારે પ્રમાણમાં છે. હિંદુઓના પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથ અલકનંદા નદીના તટ પર જ વસેલું છે. રીવર રાફ્ટિંગ જેવી સાહસિક નૌકા રમત માટે આ નદી ખુબ જ લોકપ્રિય છે. તિબેટની સીમા પાસે આવેલા કેશવપ્રયાગ નામના સ્થળ પર આ નદી આધુનિક સરસ્વતી નદી સાથે મળે છે. કેશવપ્રયાગ બદ્રીનાથ કરતાં અધિક ઉચાઈ પર આવેલું છે.

અલકનંદા નદી ક્યાંક ખુબ જ ઊંડી, તો ક્યાંક છીછરી છે. આ નદીની સરેરાશ ઊંડાઈ ૫ ફૂટ (૧.૩ મીટર) જેટલી છે અને મહત્તમ ઊંડાઈ ૧૪ ફૂટ (૪.૪ મીટર જેટલી છે. અલકનંદા નદીની પાંચ ઉપનદીઓ એટલે કે સહાયક નદીઓ આવેલી છે, જે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ અલગ અલગ સ્થળો પર અલકનંદા નદી સાથે મળી જાય છે, જે પંચ પ્રયાગના નામથી ઓળખાય છે.:[૩] આ પંચ પ્રયાગ નીચે પ્રમાણે છે.

  • વિષ્ણુ પ્રયાગ જ્યાં આગળ શ્વેત ગંગા અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
  • નંદ પ્રયાગ જ્યાં આગળ નંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
  • કર્ણ પ્રયાગ જ્યાં આગળ પિંડારી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
  • રૂદ્ર પ્રયાગ જ્યાં આગળ મંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
  • દેવ પ્રયાગ જ્યાં આગળ ભાગીરથી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "ચાર ધામ યાત્રા" (एचटीएम). बहुगुणा का उदाली गांव. 
  2. Singh Negi, Sharad (1995). Uttarakhand: Land and People, page 6. MD Publications Pvt Ltd. ISBN 8185880735.
  3. Kapadia, Harish (2001). Trekking and Climbing in the Indian Himalaya, page 89. Stackpole Books. ISBN 0811729532.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

૩૦° 08 ° 78