નંદ પ્રયાગ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નંદપ્રયાગ ખાતે નંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ

નંદપ્રયાગ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું એક પર્વતીય તીર્થધામ છે. આ સ્થળ અલકનંદા નદી પર આવેલા પંચ પ્રયાગ[૧] તરીકે ઓળખાતા પાંચ તીર્થો પૈકીનું એક છે. અહીં અલકનંદા નદી અને નંદાકિની નદીઓનો સંગમ થાય છે[૨]. આ સ્થળ ઋષિકેશ થી બદ્રીનાથ જતા માર્ગ પર આવેલું હોય એનું મહત્વ અધિક છે.

આ સ્થળ દરિયાઈ સપાટીથી ૧૩૫૮ મીટર (૪,૪૫૫ ફૂટ) જેટલી ઊંચાઈ પર આવેલું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Kapadia, Harish (2001). Trekking and Climbing in the Indian Himalaya, page 89. Stackpole Books. ISBN 0811729532.
  2. Uttaranchal. Rupa & Co. 2006. ISBN 81-291-0861-5. Page 12.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

30°20′N 79°20′E / 30.33°N 79.33°E / 30.33; 79.33