લખાણ પર જાઓ

ધોળી ગંગા નદી

વિકિપીડિયામાંથી
ગઢવાલ હિમાલયમાં વિષ્ણુપ્રયાગ ખાતે ધોળી ગંગા નદી અલકનંદા નદીને મળવા માટે વહી રહી છે.

ધોળી ગંગા નદી (અંગ્રેજી: Dhauliganga) ગંગા નદીના મુખ્ય છ પ્રવાહો પૈકીની એક નદી છે. આ નદી અલકનંદા નદી સાથે ઉત્તરાખંડ રાજ્યના વિષ્ણુપ્રયાગ ખાતે જોષીમઠના પર્વતોની તળેટીમાં મળી જાય છે.

ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાંથી દરિયાઈ સપાટી થી ૫,૦૭૦ મીટર (૧૬,૩૭૦ ફૂટ) જેટલી ઊંચાઈ પરથી નિકળતી આ નદી ૮૨ કિલોમીટર (૫૧ માઇલ) જેટલું અંતર કાપી વિષ્ણુપ્રયાગ ખાતે અલકનંદા નદીમાં વિલીન થઈ જાય છે. આ નદીમાં જોષીમઠ થી ૨૫ કિલોમીટર (૧૬ માઇલ)ના અંતરે આવેલ રૈની ખાતે ઋષિ ગંગા નદી મળે છે. આ નદીને કિનારે આવેલ તપોવન ગરમ પાણીના પ્રવાહ (સલ્ફરયુક્ત) માટે જાણીતું છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. [૧] Himalayan rivers, lakes, and glaciers By Sharad Singh Negi