બાગેશ્વર જિલ્લો

વિકિપીડિયામાંથી

બાગેશ્વર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ કુમાઉ મંડલમાં આવેલો જિલ્લો છે. બાગેશ્વર જિલ્લાનું મુખ્ય મથક બાગેશ્વર નગરમાં આવેલું છે. આ જિલ્લો ધાર્મિક ગાથાઓ, પર્વ આયોજનો તેમ જ અત્યંત આકર્ષક કુદરતી દ્રશ્યોને કારણે પ્રસિધ્ધ છે. સરયૂ નદી અને ગંગા એમ બે પ્રસિધ્ધ નદીઓના કિનારે વસેલું જિલ્લાનું પાટનગર બાગેશ્વર અલમોડા શહેરથી ૯૦ કિલોમીટરનાં અંતરે આવેલું છે.

આ જિલ્લામાં બાગનાથ મંદિર, ચંડિકા મંદિર, શ્રીહરુ મંદિર, ગૌરી ઉડિયાર વગેરે યાત્રાધામો આવેલાં છે.