અલમોડા
Appearance
અલમોડા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું છે. અલમોડા અલમોડા જિલ્લા નું મુખ્ય મથક છે.
હલ્દ્વાની, કાઠગોદામ તથા નૈનિતાલ થી નિયમિત બસો અલમોડા જવા માટે ચાલે છે. આ બધી બસો ભુવાલી થઇને જાય છે. ભુવાલી થી અલમોડા જવા માટે રામગઢ, મુક્તેશ્વર થઇને જતો માર્ગ પણ છે. પરંતુ અધિકાંશ લોકો ગરમપાની થઇને જતા માર્ગ દ્વારા જવાનું અધિક પસંદ કરે છે, કેમ કે આ માર્ગ અત્યંત સુંદર તથા ટુંકો રસ્તો છે.
ભુવાલી, હલ્દ્વાની થી ૪૦ કિ.મી., કાઠગોદામ થી ૩૫ કિ.મી. તથા નૈનીતાલ થી ૧૧ કિ.મી. દૂર આવેલું છે તથા ભુવાલી થી અલમોડા ૫૫ કિ.મી. દૂર આવેલું છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર અલમોડા સંબંધિત માધ્યમો છે.
આ લેખ ભારતના ઉત્તરાખંડ રાજ્ય સંબંધિત છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |