કાઠગોદામ

વિકિપીડિયામાંથી
કાઠગોદામ રેલ્વે મથક

કાઠગોદામ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું એક નગર છે, જે હલ્દ્વાની-કાઠગોદામ જોડિયા શહેર પૈકીનું એક છે. ઉત્તર-પૂર્વ રેલ્વેનું આ અંતિમ રેલ્વે મથક કુમાઉ વિસ્તારનું પ્રવેશદ્વાર ગણાય છે. પર્વતોની વચ્ચે વસેલા આ નાના શહેર પાસેથી ગૌલા નદી પસાર થાય છે. કાઠગોદામ રેલ્વે માર્ગ દ્વારા દિલ્હી, આગ્રા, લખનૌ સાથે જોડાયેલ છે. સડક માર્ગ દ્વારા આ શહેર રામપુર (ઉત્તર પ્રદેશ) અને કર્ણ પ્રયાગ (ઉત્તરાંચલ)ને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮૭ પર આવેલું છે. આ શહેર થી કુમાઉના બધા જ વિસ્તારના મથકો જેમ કે નૈનિતાલ, અલમોડા, રાનીખેત, પિથોરગઢ માટે અહીંથી કુમાઉ મંડલની બસો પ્રાપ્ય છે.