રાણીખેત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રાણીખેત
रानीखेत
—  નગર  —
રાણીખેતનુ

ઉત્તરાખંડ અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 29°39′N 79°25′E / 29.65°N 79.42°E / 29.65; 79.42
દેશ ભારત
રાજ્ય ઉત્તરાખંડ
જિલ્લો અલમોડા જિલ્લો
વસ્તી

• ગીચતા

૧૯,૦૪૯ (૨૦૦૧)

• 875/km2 (2,266/sq mi)

અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

21.76 square kilometres (8.40 sq mi)

• 1,869 metres (6,132 ft)

રાણીખેત (હિન્દી: रानीखेत) એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું એક ગિરિમથક અને છાવણીનું શહેર છે. અહીં કુમાંઉ ક્ષેત્રની સેનાની હોસ્પીટલ આવેલી છે. આ નગર નાગા રેજિમેંટનું ઘર છે અને તેને ભારતીય સેના દ્વારા સંભાળાય છે.

રાણીખેત સમુદ્ર સપાટીથી ૧૮૬૯મી ની ઊંચાઈએ આવેલું છે. અહીંથી હિમાલયની પશ્ચિમ ટેકરીઓ જોઈ શકાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

રાણીખેત નો અર્થ થાય છે રાનીનું ખેતર (ક્ષેત્ર), તેનું આ નામ એક દંતકથા પરથી પડ્યું છે, કહે છે કે રાજા સુધારદેવ એ તેમની રાણી, રાણી પદમિનીનું હૃદય અહીં જીતી લીધું હતું, આગળ જતાં રાની પદમિનીએ આ ક્ષેત્રને પોતાનું નિવાસ બનાવ્યું આથી આ ક્ષેત્ર રાણીખેત તરીકે ઓળખાયું,[૧] જોકે અહીં કોઈ મહેલ આદિ અસ્તિત્વમાં નથી.

૧૮૬૯માં,[૨] અંગ્રેજોએ અહીં કુમાંઉ રેજોઇમેંટની સ્થાપના કરી અને આ સ્થળને ઉનાળાના ગિરિમથક તરીકે વિકસાવ્યું. એક સમયે ભારતની ઉનાલુ રાજધાની સિમલાને બદલે અહીં વિકસાવવાને પણ વાત હતી. ૧૯૦૦માં અહીંની વસતિ ૭,૭૦૫ હતી અને ૧૯૦૧ના શિયાળામાં તે ૩,૧૫૩ થઈ હતી [૩]

રાણીખેતનું એક દ્રશ્ય

ભૂગોળ[ફેરફાર કરો]

રાણીખેત ૨૯.૬૫° N ૭૯.૪૨° E અક્ષાંસ રેખાંશ પર આવેલું છે.[૪] આની સરાસરી ઊંચાઈ ૧૮૬૯ મીટર છે. સૈન્ય છાવણી બે ટેકરી પર આવેલી છે: રાણી ખેત (૫૯૮૩ મી) અને ચૌબતીયા ટેકરી (૬૯૪૨ મી).

વાતાવરણ[ફેરફાર કરો]

રાણીખેત શિયાળામાં અત્યંત ઠંડુ પડી જાય છે અને ઉનાળા દરમ્યાન સામાન્ય રહે છે. અહીં સમય ગાળવાનો આદર્શ સમય ઓક્ટોબરથી માર્ચ છે. અહીં શિયાળામાં ખાસ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઅરી દરમ્યાન હિમવર્ષા થાય છે.

વન અને પ્રાણી સંપદા[ફેરફાર કરો]

અહીંના પાઈન ઓક અને દેવદારના જંગલોમાં ઘણાં પ્રાણીઓ રહે છે જેમ કે ચિત્તો, ચિત્તા બિલાડી, પર્વતીય બકરી, ભસતાં હરણ, સાબર, આઈઅ માર્ટીન, ભારતીય સસલાં, લાલ મુખી વાંદરા, વરૂ, લંગૂર, રાતા શિયાળ અને પોર્ક્યુપાઈન.[૫]

વસ્તી[ફેરફાર કરો]

૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે રાણીખેતની વસ્તી ૧૯૦૪૯ હતી જેમાં ૬૧% પુરુષો અને ૩૯% સ્ત્રીઓ હતી. અહીંની સરાસરી સાક્ષરતા ૮૩% છે. ૮૭% પુરુષો અને ૭૬% સ્ત્રીઓ સાક્ષર છે. ૧૦% વસ્તી ૬ વર્ષની નીચે છે. હિન્દી અને કુમાંઉ અહીંની સ્થાનીય ભાષાઓ છે.

વાહનવ્યવહર[ફેરફાર કરો]

રાણીખેત દિલ્હીથી ૨૭૯ કિમી દૂર આવેલું છે, જે રેલ્વે અને રસ્તા માર્ગે સારી રીતે જોડાયેલ છે. સૌથી નજીકનું રેલ્વેસ્થાનક કાથ ગોદામ છે, જે અહીંથી ૮૦ કિમી દૂર આવેલું છે. સૌથી નજીકનું હવાઈ મથક પંતનગ અને શહેર અલમોડા અને નૈનિતાલ છે જે અનુક્રમે ૫૦ અને ૬૦ કિમી દૂર છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]